25th May 2020
Breaking News

અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેડ નર્સનું કોરોનાથી મોત, દર્દીઓની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.. !! ૐ શાંતિ!!

અમદાવાદ સિવિલની કોવિઝ -19 હોસ્પિટલના હેડ નર્સ કેથરિન ક્રિશ્ચિયનનું કોરોનાથી મોત થયું છે . કોરોના સામેની જંગમાં લડત આપતા આખરે કેથરિનનું મોત થતા રાજ્યના આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં શોકની લાગણી ફેલાઈ છે . ગુજરાતના આરોગ્ય મંત્રી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે શોક વ્યક્ત કર્યો છે . નીતિન પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે , “ કોરોના મહામારીની જંગમાં અમૂલ્ય સેવાઓ આપી દર્દીઓની સેવાઓ માટે પોતાના જીવનને સમર્પિત કરનાર હેડ નર્સ કિશ્ચિયન કેથરિનબેનને સમગ્ર આરોગ્ય વિભાગ તરફથી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ . ”

પાર્થિવ શરીરને સેલ્યુટ કરતા કોરોના વોરિયર્સ કેથરિનબેન સિવિલની કોવિડ –19 હોસ્પિટલમાં A 2 હેડ નર્સ તરીકે ફરજ બજાવતા હતા . તેઓ 26 માર્ચથી 3 મે સુધી હોસ્પિટલમાં ફરજ પર હતા . આ દરમિયાન તેઓ કોરોનાના દર્દીના સંપર્કમાં આવતા તેઓ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા . ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં જ તેમની સારવાર ચાલી રહી હતી . ત્યારે આજે તેમનું મોત નીપજતા હોસ્પિટલનો સ્ટાફ અને પરિવારજનો દુઃખી છે . સિવિલના કોરોના વોરિયર્સ દ્વારા કેથરિનના પાર્થિવ શરીરને સેલ્યુટ કરીને તેમનું સન્માન કર્યું હતું .

અમદાવાદમાં કરીનાની સ્થિતિ ગુજરાતમાં અમદાવાદ કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત થયું છે . સોમવાર સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં કોરોનાના 263 નવા કેસ નોંધાયા છે જેના કારણે અમદાવાદમાં કુલ કેસની સંખ્યા 8,683 પર પહોંચી ગઈ છે . જ્યારે સતત બીજા દિવસે 31 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 555 થઈ ગયો છે . અમદાવાદમાં અત્યાર સુધી 2,841 લોકો ડિસ્ચાર્જ થયા છે . લોકડાઉન 4 માં પશ્ચિમ અમદાવાદમાં છૂટછાટ મળી રાજ્ય સરકાર દ્વારા પશ્ચિમ અમદાવાદમાં આજથી સલૂનો , દુકાનો તથા ઓફિસો ખોલવાની શરતી મંજૂરી આપવામાં આવી હતી . જેના અનુસંધાને શહેરમાં આજથી પશ્ચિમ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની શરત સાથે શોપિંગ કોમ્પલેક્સ ઓડ – ઈવન પ્રમાણે દુકાનો , સલૂનો અને ઓફિસ ખોલવામાં આવ્યા છે . આ ઉપરાંત ફરસાણ અને પાન – પાર્લરની દુકાનો પર વહેત સવારથી લોકોની લાઈનો લાગી ગઈ હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *