
પીદરરોજ ગાયનું દુધ લેવાથી તમામ પ્રકારના રોગ અને વૃદ્ધાવસ્થા નષ્ટ થાય છે. એનાથી શરીરમાં તત્કાળ વીર્ય-શક્તી પેદા થાય છે. એલોપથીની દવાઓ, રાસાયણીક ખાતરો, પ્રદુષણ વગેરેને કારણે શરીરમાં જે વીષ એકત્રીત થાય છે તેનો નાશ કરવાની શક્તી ગાયના દુધમાં છે. ગાયનાં દુધ-ઘી અણુવીકરણોનાં પ્રતીરોધક છે.ગાયનું દુધ – ગાયનું દુધ સ્વાદીષ્ટ, સ્નીગ્ધ, મુલાયમ, મધુર, શીતલ, રુચીકર, બુદ્ધીવર્ધક, બળવર્ધક, સ્મૃતીવર્ધક, જીવનદાયક, રક્તવર્ધક, વાજીકારક, આયુષ્યવર્ધક અને સર્વ રોગોને હરનાર છે. જીર્ણજ્વર, માનસીક રોગ, બેહોશી, ભ્રમ, સંગ્રહણી, પાંડુરોગ, દાહ, તૃષા, હૃદયરોગ, શુળ, વાયુરોગ, રક્તપીત્ત, યોનીરોગ વગેરેમાં ગાયનું દુધ શ્રેષ્ઠ છે.દુધમાં એનાથી અડધું પાણી નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળીને પીવાથી કાચા દુધ કરતાં પચવામાં વધુ હલકું થાય છે. ગાયના દુધમાં એ જ ગાયનું ઘી મેળવી પીવાથી અને ગાયના ઘીમાં બનાવેલા શીરાના સહન કરી શકાય એટલા ગરમ ગરમ કોળીયા જમવાથી કૅન્સર મટે છે એવું સાંભળ્યું છે.મગજ અને બુદ્ધીના વીકાસમાં દુધ સહાયક છે. એમાં રાસાયણીક તત્વ નહીંવત હોવાથી વધુ પ્રમાણમાં પીવાથી કોઈ આડઅસર કે નુકસાન થતું નથી. ગાયના દુધમાંથી મળતા પ્રોટીનને લીધે શરીરના કોષો કેન્સરથી ગ્રસ્ત થતા બચી જાય છે. આ દુધથી કોલેસ્ટરોલ વધતું નથી. બલ્કે હૃદય અને ધમનીઓના સંકોચનું નીવારણ થાય છે. નીયમીત દુધ લેવાથી શરીરને કેલ્શીયમ અને પ્રોટીન બંને મળે છે.દુધ હૃદયને મજબુત કરે છે. ગાયનું દુધ : અમૃત દુધ, મધુર, વાત-પિતનાશક છે, તત્કાલ વીર્યજનક, શીતલ સર્વ પ્રાણીઓનું જીવન, આયુષ્યકારક ઓજસ વધારનારું રસાયણ છે.ગાયનું દુધ પથ્ય અત્યંત રુચિકર સ્વાદિષ્ટ પિતનો નાશ કરનાર. તેજ બુદ્ધિ-બળવર્ધક, વિવિધ ઓષધિમાં ઉપયોગી લોહી અને વીર્યવર્ધક છે.ગાય જે જાતનો ખોરાક ખાય તે પ્રમાણે તેના ગુણો અને ઘીના પ્રમાણમાં ફેરફાર થાય છે.
જુદી જુદી રંગની ગાયોના દુધના ગુણમાં ફરક હોય છે. કાળી ગાયનું દુધ પિતનાશક અધિક ગુણવાળું હોય છે. કપિલા (પીળાશ પડતી બદામી રંગની ગાય) નું દુધ વાત અને પિત બન્નેનો નાશ કરે છે. સફેદ ગાયનું દુધ કફ કારક અને પચવામાં થોડું ભારે હોય ઘેરી રાતી અને કાબરચીતરી ગાયનું દુધ વાતનાશક છે. ગાયનું શેરકઠું દુધ પચવામાં હલકું ઠંડક આપનાર ભુખ લગાડનાર ત્રિદોષ હરનાર છે. મહાભારતમાં યુધિષ્ઠિરે તેને દુનિયાના અમૃત તરીકે વર્ણવેલ છે.ગાયના દૂધમાં A-1 અને A-2 બે પ્રકારના પ્રોટીન હોય છે. હાલમાં ભારતની પશુઓ પર સંશોધન કરતી સંસ્થા N B A G R (National Bureau of Animal Genetic Resources) (કરનાલ, હરીયાણા) એ તમામ ગાયોના દૂધનો અભ્યાસ કર્યો, જેમાં ભારતની દેશી ગાયો જેવી કે ગીર, કાંકરેજ, લાલસિંધી, શાહીવાલ, થારપારકર તથા રાઠી ગાયના દૂધમાં A-2 પ્રોટીન ૯૮ ટકા હોય છે. દૂધમાં જેટલું A-2 પ્રોટીન વધારે એટલું જ આરોગ્યની વૃદ્ધિમાં મદદરૂપ રહે છે.વિદેશી ગાયો જેવી કે એચ. એફ. અને જર્સી ગાયોમાં રહેલું A-1 પ્રોટીન કે જેમાં BCM-7 ટોકસીન હોવાથી લાંબા ગાળે ડાયાબિટીસ, અનિંદ્રા, સ્થૂળતા, બાળઅવસ્થામાં મૃત્યુ, ચેતાતંતુની નબળાઇ અને હૃદય રોગને આમંત્રે છે. જ્યારે દેશી ગાયના દૂધમાં રહેલું A-2 પ્રોટીન આરોગ્ય માટે અમૃત સમાન છે.આ ઉપરાંત ભારતીય વંશની ગાયના દૂધમાં એક મહત્વનું ઘટક ઓમેગા-૩ ફેટી એસીડ (Omega-3 Fatty acid) વધુ પ્રમાણમાં જોવા મળે છે. જે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. તથા Cerebroside (સેરીબ્રોસાઇડ) નામનું તત્વ છે જે મગજ અને બુદ્ધિના વિકાસ માટે સહાયક બને છે. તે ‘‘બ્રેઇન ટોનીક’’ છે.ભારતીય વંશની ગાયના દૂધમાંથી એક વધુ મહત્વનું તત્વ ખુબ જ પ્રમાણમાં મળે છે જે CLA (કોંન્ઝુગેટેડ લીનોલીક એસીડ) ના નામથી ઓળખવામાં આવે છે. દૂધમાંથી કુદરતી મળતું CLA શરીર માટે લાભકારી છે. જે કેન્સર અને ડાયાબિટીસ વિરોધી સિદ્ધ થયેલ છે. કુદરતી ઘાસચારો ચરવાવાળી ગાયના દૂધમાં CLA તત્વનું પ્રમાણ વિશેષ માત્રામાં મળે છે.ભારતીય વંશની ગાયની ખૂંધમાં સૂર્યકેતુ નાડી હોય છે. તેના દ્વારા સૂર્યના કિરણો ઝીલીને શરીરમાં ઉતારે છે તેમાંથી સૂર્વણતત્વ પેદા થાય છે તેથી ગાયનું દૂધ પીળાશ પડતા સૂવર્ણ રંગનું હોય છે. તેમાં સૂવર્ણ ભસ્મના ગુણો હોય છે.ફક્ત ભારતીય વંશની ગાયના દૂધમાં જ ‘‘સ્ટ્રોન્શીયમ’’ (Strontium) નામનું તત્વ છે. જે અણુવિકિરણો સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.ડૉક્ટર ન્યુટમેન કહે છે કે જો તમે તમારા દેશના બાળકોનું સુખ અને કલ્યાણ ઇચ્છતા હો અને તેમને બુદ્ધિશાળી બનાવવા માગતા હો તો બાળકોને રોજ ગાયનું તાજુ દૂધ આપો… તો જાગ્યા ત્યાંથી સવાર!