
કેન્દ્ર સરકારે દીકરી વરદાન છે તેવું સાબિત કરી દીધું છે. પીએમ મોદી દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જે દીકરીઓ માટે એક ભેટ સમાન સાબિત થશે.પ્રધાનમંત્રી મોદીએ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં નવો ફેરફાર કર્યો છે. હવે આ યોજનામાં ખાતુ ખોલાવવા માટે ગ્રાહકે રૂ. 250 જમા કરાવવા પડશે,
જે પહેલા રૂ. 1000 હતા.આ યોજનામાં ફેરફાર કરવા પાછળનો ઉદ્દેશ્ય એ જણાવવામાં આવ્યો કે, હવે વધારેમાં વધારે લોકો આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકશે.જો તમે પણ દીકરીના પિતા હોવ તો કેન્દ્ર સરકારની આ સ્કિમ તમને ઘણી કામ આવી શકે છે. એક કે બે દીકરી હોય તો તમે કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ ઉઠાવી શકો છો.
સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતુ તમે કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા બેંકની અધિકૃત શાખામાં ખોલાવી શકો છો. જે બેંક પીપીએફ ખાતુ ખોલાવવાની સુવિધા આપે છે, તે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતુ પણ ખોલે છે.ફંડ(પીપીએફ)ની તુલનામાં વધારે વ્યાજ મળશે, આ માતા-પિતાના ટેક્સ પ્લાનિંગમાં પણ મદદરૂપ બનશે. તમે તમારી 10 વર્ષ સુધીની દીકરી માટે આ ખાતુ ખોલાવી શકો છો.
આના પર વર્તમાનમાં 8.3 ટકા વાર્ષીક વ્યાજ મળી રહ્યું છે, જે પીપીએફના મુકાબલે વધારે છે.સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવવા માટેનું ફોર્મ, બાળકીનું જન્મનું પ્રમાણપત્ર, માતા-પિતાનું ઓળખપત્ર, જેમ કે પાનકાર્ડ, રેશનિંગ કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, આધારકાર્ડ વગેરે.
માતા-પિતાનું રેસિડેન્સિયલ પ્રૂફ જેમ કે પાસપોર્ટ, રેશનિંગ કાર્ડ, વીજળી બિલ, ટેલિફોન બિલ વગેરે.પૈસા જમા કરાવવા માટે તમે નેટ બેંકિંગનો પણ ઉપયોગ કરી શકો છો. ખાતુ ખુલ્યા બાદ બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવ્યું હોય તે તમને પાસબુક પણ આપશે.
તમે આ ખાતુ ત્યારે જ ખોલાવી શકો છો, જ્યારે તમે એક દીકરીના માતા-પિતા હોવ. તમે એક દીકરીના નામે એક જ ખાતુ ખોલાવી શકો છો.કુલ મળી તમે બે દીકરી માટે આ ખાતુ ખોલાવી શકો છો,
પરંતુ જો તમારે બીજી દીકરી સમયે જુડવા દીકરી જન્મે તો તમે ત્રણ ખાતા પણ ખોલાવી શકો છો.જ્યારથી સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાની જાહેરાત કરી છે, ત્યારથી આના પર પીએફથી વધારે વ્યાજ મળી રહ્યું છે.દીકરી 18 વર્ષની થાય તે પહેલા તમે પૈસા નહીં નીકાળી શકો.
તેના 21 વર્ષ થયા બાદ એકાઉન્ટ મેચ્યોર થઈ જશે. દીકરીના 18 વર્ષ પૂરા કર્યા બાદ તમને થોડા પૈસા નીકાળવાની સુવિધા મળે છે. મતલબ તમે ખાતામાં જમા રકમની 50 ટકા રકમ નિકાળી શકો છો.
દુર્ભાગ્યથી જો દીકરીનું મોત થઈ જાય તો, ખાતુ તુરંત બંધ થઈ જશે. આવા મામલામાં ખાતામાં પડેલી રકમ માતા-પિતાને આપી દેવામાં આવશે.