6th May 2021
Breaking News

ભીખ માંગવાવાળી મહિલા 6.61 લાખ રૂપિયાનું દાન કરીને મિસાલ બની , શહીદોના નામે કરી જીવનભરની કમાણી ગમે તો વધુમાં વધુ શેર કરજો

‘તારું તને અર્પણ, શું લાગે મારુ’ આ ઉક્તિ તમે બધાએ સાંભળી જ હશે, પણ આ કહેવતનો સાચો અર્થ સમજાવ્યો છે અજમેરમાં બજરંગ ગઢ મંદિરની સામે ભીખ માંગવાવાળી મહિલાએ. આ મહિલાનું નામ દેવકી શર્મા છે,

જેને શહીદોના પરિજનોને 6.61 લાખ રૂપિયાની મદદ કરી છે. દેવકીએ ક્યારેય નહિ વિચાર્યું હોય કે તે દુનિયા છોડયા પછી આટલા મોટું પુણ્ય કરીને જશે. કદાચ આ પુણ્ય તેના ભાગ્યમાં જ લખ્યું હતું. દેવકી શર્મા છેલ્લા 10 વર્ષોથી મંદિરની બહાર બેસીને ભીખ માંગતી હતી અને હાલમાં જ તેની મોત બાદ તેને ભેગી કરેલી બધી જ રકમ શહીદ ફંડમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.આ રકમનો બેન્ક ડ્રાફ્ટ બુધવારે અજમેર જિલ્લાના કલેક્ટર વિશ્વ મોહન શર્માને સોંપવામાં આવ્યો.

જ્યા લોકો જીવિત હોવા છતાં આ પુણ્યનું કામ કરતા પહેલા વિચારે છે ત્યરે આ મહિલાના મૃત્યુ બાદ 6.61 લાખ રૂપિયા દાન કરીને બીજા માટે મિસાલ બની ગઈ છે. આ રકમ મુખ્યમંત્રી સહાયતા કોષ દ્વારા શહીદ સૈનિકના પરિવારોને મોકલવામાં આવશે. દેવકી બજરંગ ગઢ સ્થિત અંબે માતાના મંદિરની બહાર બેસીને છેલ્લા 10 વર્ષોથી ભીખ માંગતી હતી. ભીખથી જે પૈસા મળતા તેમાંથી એ પોતાનો ખર્ચો કાઢીને બાકીના પૈસા બચાવી રાખતી હતી.

પરંતુ એક દિવસ એક ભીખ માંગવાવાળો છોકરો આવીને તેની બધી જ બચત લઈને ભાગી ગયો જ્યારે પછી તે રડતી રડતી મંદિરનું સંચાલન કરતા જય અંબે યુવક સેવા સમિતિના સચિવ સંદીપ ગૌડ અને તેમના સાથી અંકુર અગ્રવાલ પાસે પહોંચી. 

તેઓએ દેવકીની સમસ્યા સાંભળી અને તેનો ઉકેલ લાવવા માટે તેને જવાહરલાલ નહેરુ ચિકિત્સાલય સ્થિત બેન્ક ઓફ બરોડાની શાખામાં લઇ ગયા. અહીં દેવકીનું ખાતું ખોલવાનું હતું પણ આઈડી પ્રૂફ ન હોવાના કારણે ખાતું ખોલાવની શક્યા નહિ. એટલે દેવકીએ સંદીપને તેના જ નામથી ખાતું ખોલવાની વાત કહી અને તેના પછી સંદીપ અને અંકુરના નામ પર સંયુક્ત ખાતું ખુલી ગયું.દે

વકી ભીખ માંગીને મળતી રકમ બચાવીને સંયુક્ત ખાતામાં જમા કરાવતી રહી. થોડાક જ વર્ષોમાં આ રકમ 5 લાખ રૂપિયા થઇ ગઈ. સંદીપ ગૌડે કહ્યું કે થોડા જ સમય પહેલા દેવકી શર્મા મૃત્યુ પામી અને ત્યારે તેમની પથારીની તપાસ કરવામાં આવી તો ત્યાંથી દોઢ લાખ રૂપિયા વધુ મળ્યા. આ રકમ પણ તેમને બેંકમાં જમા કરાવી દીધી. દેવકી ઇચ્છતી હતી કે આ રકમને સારા કામમાં વાપરવામાં આવે એટલે તેઓ વિચારમાં પડી ગયા કે

આ રકમનો ક્યાં ઉપયોગ કરે. આ દરમ્યાન પુલવામા આતંકી ઘટના ઘટી અને 40થી વધુ જવાન શહીદ થઇ ગયા. ઘટના બાદ બધાએ આ રકમને શહીદના પરિજનોને દાન કરવા પર સંમતિ આપી અને બુધવારે 6.61 લાખનો ડ્રાફ્ટ બનાવીને જિલ્લા કલેક્ટરને શહીદોના પરિવાર માટે સોંપી દીધો. જ્યા લોકો જીવતે જીવ સારા કામ નથી કરી શકતા, ત્યાં દેવકી મૃત્યુ પામીને પણ પુણ્યનું કામ કરી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *