18th January 2021
Breaking News

કોરોના વાઇરસના કારણે અર્થતંત્ર પર થનારી અસર એક ચિંતાનો વિષય છે તમારૂ શું કહેવું છે?

ન મે જ્યારે આ વાંચતા હશો ત્યારે એ Cી વાત સ્પષ્ટ થઇ ચુકી હશે કે ભારત કોરોના વાઇરસ સામેની લડાઇ માટે કેટલું પ્રતિબદ્ધ છે . સરકાર વીડિયો કોન્ફરન્સ કરવામાં વ્યસ્ત છે , પ્રભાવિત દેશોમાંથી ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે , હાથ ધોવાની સલાહ આપવામાં આવી રહી છે . કોઇકને નાક ઢાંકવાની તો કોઇકને માફ વચ્ચે મોં ઢાંકવાની સલાહ આપવામાં આવી રહી છે . ૧૯ તારીખે વડાપ્રધાને | કોરોના અંગે રાષ્ટ્રને સંબોધન પણ કર્યું . આ | બધું જ જરૂરી હતું , પરંતુ શું માત્ર આટલું જ પુરતુ છે ? પહેલી માર્ચે દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા બે હતી . જે આઠ | માર્ચના રોજ ૩૨ પર પહોંચી ગઇ . ત્યારબાદ ૧૧ માર્ચના રોજ ૧૧૧ પોઝિટિવ કેસ થયા , અને આ લખાય છે ત્યારે એટલે કે ૨૦ માર્ચના રોજ પોઝિટીવ કેસનો આંકડો ૨૨૩ છે . કોરોનાગ્રસ્ત લોકોનો આંકડો ભયાનક રીતે વધી રહ્યો છે .

– વિશ્વ સ્વાસ્થ સંગઠન , ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને મહામારી વિજ્ઞાનીઓ તરફથી પુરતી ચેતવણી આપવામાં આવી હતી . આ બધી જ ચેતવણીનો સુર એક જ હતો કે જે કઠોર અને ચુસ્ત પગલા લેવામાં ના આવ્યા તો કોરોના વાઇરસના ફેલાવાને રોકવો મુશ્કેલ થઇ જશે . હું વડાપ્રધાને જે કહ્યું તેનું સમર્થન કરું છું અને તેમણે કહ્યું તેમ જ કરીશ . તેમણે લોકોને નૈતિક મુલ્યો વડે દુશમન સામે લડવાનું કહ્યું છે , પરંતુ મને ડર છે કે આ વાઇરસ કોઇ નતિક મુલ્યો નહીં ધરાવતો હોય . મને વિશ્વાસ છે કે વડાપ્રધાનને થોડા જ દિવસોમાં વધારે કડક સામાજિક અને આર્થિક નિર્ણયો લેવા પડશે . હું ૨ – ૪ અઠવાડિયા સુધી નાના મોટા બધા જ જાહેરોના તાળાબંધીની માંગ કરુ છું . બીજી મોટી ચિંતા અર્થવ્યવસ્થા પર વાઇરસની થનારી અસરો છે .

વડાપ્રધાને સુચવ્યું કે વર્તમાન સમયની આર્થિક મંદી કરોના વાઇરસને કારણે શરૂ થઇ હતી , પરંતુ આ વાત સત્ય નથી . જીપીના વિકાસદરમાં ધટાની શરૂઆત વાઇરસ આવ્યા પહેલાની શરૂ થઇ છે . સાત સાત ત્રિમાસિક ગાળાથી વિકાસદરમાં ધટાડો થઇ રહ્યો છે . જાન્યુઆરી અને માર્ચના ત્રિમાસિક ગાળામાં પણ પહેલાની માફક જ | વિકાસદરમાં ઘટાડો થશે . જે ઘટાડો નહીં થાય તો તે જ ખરાબ સ્થિતિ જળવાયેલી રહેશે . જેથી હવે તેવી ધારણા કરવી બિલકુલ યોગ્ય છે કે વેપાર ધંધા પ્રભાવિત થશે . મોટી ફેક્ટરીઓ અને કારખાનામાં કામદારોને અઠવાડિયામાં ત્રણ કે ચાર દિવસ રજા આપવામાં આવે છે .

અસ્થાયી નોકરીઓ તો સંપૂર્ણ બંધ થઇ છે , જે થોડી જશે . બારમાં રોકડાની મોટી સમસ્યા ઉભી થઇ રહી છે . કાચા માલની અલાય ચેન તૂટી છે , ઉધારી સંપૂર્ણ બંધ થઇ છે . આ બધા જ કથળી રહેલી અર્થ વ્યવસ્થાના પરિણામો સરકારને આર્થિક નીતિઓની નિષ્ફળતા માટે જવાબદાર ગણાવી હતી , | ઉપરાંત આમાંથી બચવાના ઉપાય પણ | બતાવ્યા હતા . જો કે કોરોના વાઇરસના પ્રકોપ માટે સરકારને દોષિત ગણી શકાય નહીં . જો કે આમ છતા કોરોના વાઇરસના કારણે અર્થતંત્રને રોકવા માટે સરકાર જવાબદાર હશે . તેમની પ્રથમ ફરજ વેતન અને રોજગારની સુરક્ષા છે . નોકરી જોખમમાં હોય તેવા ક્ષેત્રોને ઝડપથી GROWTH ECONOMY ઓળખીને સરકારે તેવા પ્રયત્નો કરવા જોઇએ કે તેમાં રોજગાર યથાયોગ્ય જળવાઇ રહે . આ પગલાઓ દરેક રજીસ્ટર્ડ કર્મચારી માટે લાગુ થવા જોઇએ . જે તે માલિકોને ઉધાર , વ્યાજ માફી , ટેક્સ માફી વગેરે દ્વારા વળતર આપવું જોઇએ .

ત્યારબાદના સ્તરે બાંધકામ અને સેવા જેવા અનઔપચારિક ક્ષેત્રો અંગે કામ કરવું જોઇએ . કેમકે આ ક્ષેત્રો દ્વારા લાખો લોકોને રોજગારી આપવામાં આવે છે . જેમાં | બાંધકામ , પરિવહન , પ્રવાસન , | રિપેઇરિંગ , હોમ ડિલિવરી વગેરે આવે છે . સરકાર તેને ઓછા વ્યાજદર , ટેક્સમાં રાહત વગેરે દ્વારા મદદ કરી શકે છે . – ત્યારબાદ આવે છે ખેતી , સદ્ભાગ્યે ખેડૂતો વાવણી , ખેડ , | સિંચાઇ , લણણી વગેરે શરૂ જ રાખે છે . પ્રધાન મંત્રી કિસાન યોજનાનું વળતર માત્ર જમીનદાર ખેડૂતો પુરતું જ સિમિત છે , પરંતુ તે એક સારી શરૂઆત છે , સરકાર દ્વારા આ યોજના વડે કરવામાં આવતી સહાયની રકમ બમણી કરી દેવી જોઇએ . એટલે કે ૬૦૦ના બદલે પ્રત્યેક ખેડૂતોને ૧૨ની સહાય આપવી જોઇએ , અને તેનો અમલ પણ તાત્કાલિક કરવો જોઇએ . જે ખેડૂતો પાસે પોતાની માલિકીની જમીન નથી તેમને પણ આ યોજનાનો લાભ આપવો જોઇએ . હજુ તો એ ધનરાશિનો યોગ્ય અંદાજ પણ નથી જેની જરૂર પડશે .

બજેટ પ્રમાણે ૨૦૨૦ – ૨૧માં કેન્દ્ર સરકારનો કુલ ખર્ચ ૩૦ , ૪૨ , ૨૩૦ કરોડ થશે . બધી રાજ્ય સરકાર મળીને લગભગ ૪૫ ૪૫ લાખ કરોડનો ખર્ચ કરશે . આ અંદાજ પ્રમાણે આગામી છ મહિનાની અંદર કોરોના સામે લડવા પાંચ લાખ કરોડ મળશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *