12th May 2021
Breaking News

કોઈ ને પણ એના પરિવાર થી દૂર ન કરતા ને દૂર કરતા પેહલા ખુદ ના પરીવાર વિશે વિચારી લેવું..

કોઈ ને પણ એના પરિવાર થી દૂર ન કરતા ને દૂર કરતા પેહલા ખુદ ના પરીવાર વિશે વિચારી લેવું..

એક બગીચા માં 2 વડીલો બેઠા હતા.. બંને વાતો કરતા હતા..પેહલા વડીલ બોલ્યા : મારી એક પૌત્રી છે.. ઉંમર લાયક થઇ ગઈ છે.. BE કરેલ છે એણે… એના લાયક કોઈ છોકરો ધ્યાન માં હોય તો કેહજો…બીજા વડીલ બોલ્યા :- તમારે કેવું કુટુંબ જોઈએ છે તમારી પૌત્રી માટે કેવો છોકરો જોઈએ.. ?પેહલા બોલ્યા :- કઈ ખાસ નહીં બસ છોકરા એ ME / M.TECH કરેલ હોય… પોતાનું ઘર હોય… પોતાની કાર હોય.. ઘર માં ac હોય.. પોતાનો બાગ બગીચો હોય… સારી એવી નોકરી હોય જેમાં એનો પગાર એક લાખ પ્રતિ મહિના જેટલો હોય…

બીજા વડીલ બોલ્યા :- બીજું કઈ ?પેહલા બોલ્યા :- અને હા સૌથી જરૂરી વાત એ ઘર માં એકલો જ હોય.. મા બાપ , ભાઈ બહેન ન હોવા જોઈએ… એમાં એવું છે ને કે આ બધા હોય તો લડાઈ ઝઘડા બહુ થાય ને..બીજા વડીલ ની આંખો ભરાઈ આવી.. ને એ આંસુ લૂછતાં લૂછતાં બોલ્યા.. :- મારા એક દોસ્ત નો પૌત્ર છે… એના ઘર માં કોઈ નથી એના મમ્મી પાપા એક એક્સિડન્ટ માં ગુજરી ગયા .. છે ને ભાઈ બહેન નથી… સારી એવી નોકરી છે… દોઢ લાખ પગાર છે પ્રતિ મહિના.. ને ઘર છે ગાડી છે , નોકર ચાકર છે..પેહલા બોલ્યા :- તો કરાવો ત્યાં સબંધ પાકો..બીજા વડીલ બોલ્યા : પણ એની પણ એક શર્ત છે.. એ પણ ઈચ્છે છે કે છોકરી એકલી હોવી જોઈએ… છોકરી ના મા બાપ , ભાઈ બહેન , કે કોઈ સગા સબંધી ન હોવા જોઈએ..એટલું કેહતા કેહતા એનું હૃદય ભરાઈ આવ્યું.. પછી બોલ્યા હા હા એક કામ કરો તો થાય તમારો આખો પરિવાર આત્મહત્યા કરી લો તો ત્યાં વાત ગોઠવાઈ એમ છે…પેહલા બોલ્યા :- શું બકવાસ કરો છો.. એમાંરો પરિવાર શું કામે આત્મહત્યા કરે ? કાલ મારી દીકરી ને કઈ તકલીફ પડી તો એની સાથે કોણ રેહશે.. સુખ માં કોણ દેશે એનો સાથ… ?બીજા વડીલ બોલ્યા :- વાહ મારા દોસ્ત ખુદ નો પરિવાર . પરિવાર ને બીજા નો પરિવાર કઈ નહીં..મારા દોસ્ત છોકરાઓ ને પરિવાર નું મહત્વ સમજાવો ના કે એને પરિવાર થી દૂર કરો… કેમ કે નાના મોટા વડીલ બધા એક બીજા માટે જરૂરી છે એક બીજા માટે…

નહિ તો લોકો ખુશી ને દુ:ખ નું મહત્વ જ ભૂલી જશે જો કોઈ એમાં સાથ દેવા વાળું નહીં હોય તો.. જિંદગી નીરસ બની જશે..મીત્રો પરિવાર છે તો જ ખુશી છે જીવન માં.. બાકી બધું બેકાર છે.. કેમ કે સુખ દુઃખ માં હમેશા આપણો પરિવાર જ આપણી સાથે સારો લાગે… બાકી એના વગર કોની સાથે આપણે સુખ દુઃખ વહેંચી શકીયે…

કોઈ ને પણ એના પરિવાર થી દૂર ન કરતા ને દૂર કરતા પેહલા ખુદ ના પરીવાર વિશે વિચારી લેવું.. ૧૯૫૯-૬૦ની આસપાસની સાલ છે. નાટ્યસંસ્થા ઇન્ડીયન પીપલ થીયેટર એસોસીએસન (ઇપ્ટા)માં આર્થર મીલ્લ્રનું એક પ્લે ચાલી રહ્યું હતું. ઓલ માય સન્સ. જેમાં ૪૫ વર્ષની આસપાસના એ.કે.હંગલ સાહેબ હીરો છે અને તેમના પિતાના રોલમાં એકવીસેક વર્ષનો યુવાન છે! આ યુવાન મૂળ ગુજરાતના સુરત શહેરનો રહેવાસી છે. તેના પરિવારની સરનેમ જરીવાલા છે. જ્ઞાતિએ આ પરિવાર લેઉવા પટેલ છે. જરીવાલા પરિવારના આ છોકરા ના અભિનય થી એ.કે.હંગલ સાહેબ ખુબ જ પ્રભાવિત થયા હતા. એનું કારણ એવું હતું કે નાટક રજુ ત્યાં પછી જયારે ખુલાસો કરવામાં આવ્યો કે પિતાની ભૂમિકા એકવીસ-બાવીસ વર્ષના યુવાને ભજવી છે તે કોઈ વાતે માનવામાં જ તૈયાર નોતું થતું. તે માત્ર મેકઅપ થીજ વૃદ્ધ લાગી રહ્યો હતો અને એની બોડી લેન્ગવેજ હળવા-ચાલવા અને બોલવાની દરેક અદા, અવાજ બધું મોટી ઉમરના વડીલનું જ હતું. આવો અફલાતુન અભિનવ કરનાર યુવાનનું નામ હતું હરીહર! પિતાનું નામ જેઠાલાલ હતું. હરિહર જેઠાલાલ જરીવાલાને લોકો પ્રમથી હરી જરીવાલા કહેવા લાગ્યા હતા. નાટકોમાંથી ફિલ્મોમાં આવ્યા તો અહી ફ એક થી એક ચડિયાતી ભૂમિકાઓ ભજવીને જબરદસ્ત નામના મેળવી લીધી.

ખોટે સિક્કે ઔર આદમી મે શાયદ યહી ફર્ક હૈ! અને મુઝે ગબ્બર ઝીન્દા ચાહીએ! જેવા સંવાદોથી ઠાકુર બલદેવસિંહ ના પત્રને અમર બનાવી ગયેલા આ કલાકારને આપણે બધા સંજીવકુમાર નામે ઓળખીએ છીએ. શોલેનો ઠાકુર બલદેવ સિંહ કે અંગુરનો અશોક કે કોશિશનો મુકબધીર પતિ કે પછી નયા દિન નયી રાતના અલગ-અલગ નવ એપિક કેરેક્ટર ભજવનાર અમર અભિનેતા. કોઇપણ પત્રમાં ટાઇપકાસ્ટ ન થયેલા એકમાત્ર એકટર ! હા, નાટકની દુનિયામાં એ ટાઇપકાસ્ટ થઈ ગયા હતા.

સંજીવકુમાર કહેતા કે હંગલસાબના પિતા ભૂમિકા ભજ્વ્યા પછી એ રોલ મને એવો ભૂતની જેમ ચોટયો કે મારી આખી જુવાનીમાં જે મહત્વના રોલ કર્યા તે વુદ્ધ માણસના જ કર્યા!સંજીવકુમાર નો જન્મ ૯ જુલાઈ, ૧૯૭૮ ના રોજ થયો હતો. તેઓ સાવ નાના હતા ત્યારેજ તેના પિતાનું અવસાન થયું હતું.તેમના બે ભાઈ અને એક બહેન હતા. ચારેય ભાઈ-બહેન અને માતા મુંબઈ શિફ્ટ થયા. ઇપ્તામાં થીયેટર કાર્ય બાદ સંજીવે ઇન્ડીયન નેશનલ થીયેટર જોઈન કર્યું.

સંજીવકુમારની ફિલ્મોની સફરની વાત કરીએ તો તેમની પહેલી ફિલ્મ ૧૯૬૦ માં આવેલી ‘હમ હિન્દુસ્તાની’ હતી.જેમાં તેમનો માત્ર બે જ મીનીટનો પોલીસ ઇન્સ્પેકટર નો રોલ હતો! ત્યારબાદ ૧૯૬૫-૬૬મ ‘નિશાન’ અને મહેમુદની ‘પતિ-પત્ની’ કરી. ૧૯૬૬માં સંજીવકુમારની કવિ કલાપી પરથી ગુજરાતી ફિલ્મ ‘કલાપી’ રીલીઝ થઈ હતી. તેમણે ગુજરાતી ફિલ્મ ‘જીગર’ અને ‘અમી’ પણ કરી હતી. અત્યાર સુધી અને આના પછી પણ સંજીકુમાર ફિલ્મોમાં દેખાતા રહ્યા પણ કોઈ માટી સફળતા નોતી મળી. ૧૯૬૮ માં તેમની ધર્મેન્દ્ર સ્ટારર ‘શિખર’ અને બીજી એક ‘સંઘર્ષ’ આવી, જેમાં વૈજયંતિમાલા, દિલીપકુમાર અને બલરાજ સાહની જેવા કલાકારો હતા.’શિખર’ અને ‘સંઘર્ષ’ ફિલ્મથી તેઓ લોકોની નજરમાં આવ્યા.૧૯૬૮મ માર્ક ટ્રેઈનની નોવેલ પર આધારિત અને તેલુગુ ફિલ્મની રીમેક ‘રાજા ઔર રંક’ આવી જેમાં મુખ્ય નાયક તરીકે સંજીવ કુમાર હતા અને ૧૯૭૦માં સંજીવકુમારની મુમતાઝસાથેની ‘ખિલૌના’ ફિલ્મ આવી. આ ફિલ્મે તેમને એક મેજર સ્ટારની કેટેગરીમાં મૂકી દીધા. એ જ વર્ષે દેવદાસ, મધુમતી, અનુપમા, દસ્તક ફિલ્મ જેમાં સંજીવકુમારને પહેલો નેશનલ એવોર્ડ મળ્યો. ત્યારબાદ ૧૯૭૨મ સંજીવકુમારે ઇન્ડો-ઈરાનીયન ફિલ્મ સુભહ-ઓ-શામ કરી. ત્યારબાદ જયા બહાદુરી બચ્ચન સાથે પરિચય અને કોશિશ ફિલ્મ કરી.અનામિકા ફિલ્મ માં સંજીવ જયા બચ્ચન ના પ્રેમી અને શોલે ફિલ્મમાં જયા બચ્ચનના સસરા બન્યા હતા

.’કોશિશ’ ફિલ્મ માટે સંજીવ કુમારને બીજો નેશનલ એવોર્ડ મળ્યો આ ફિલ્માં એક પણ શબ્દ બોલ્યા વગર તેમણે પોતાના એક્સપ્રેશન અને બોડી લેનગ્વેજથી દર્શાવ્યું કે અભિનય શું ચીજ છે!આમ ૧૯૭૨ સુધીમાં સંજીવ કુમાર એક સફળ કામયાબ એકટર થઇ ચુક્યા હતા હજીપણ એક હાઈટ પર જવાનું બાકી હતું .૧૯૭૫ માં ગુલઝારની ‘આંધી’, ‘મૌસમ’, ‘ફરાર’ આવી જેમાં તેને ખુબ સફળતા મળી.આ બધી ફિલ્માં ના બે વર્ષ પછી ‘શતરંજ કે ખિલાડી’ આવી.એ કેટલી અજીબ વાત છે કે જેમણે આખી જિંદગી વૃદ્ધ માણસોના લા-જવાબ રોલ કર્યા.પરંતુ અસલી જીવનમાં એ પોતે વૃદ્ધ ન થઇ શકયા. સંજીવકુમાર ૧૯૮૫ ના રોજ માત્ર ૪૭ વર્ષની ઉમરે મૃત્યુ પામ્યા.એમના પરિવારમાં બધા અડધી સદી માંડ આકરી શકયા છે. પિતા ૫૦ વર્ષની ઉમરે અવસાન પામ્યા નાના ભાઈ નકુલ અને મોટા ભાઈ કિશોર પણ ૫૦ વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યા કદાચ એટલેજ સંજીવકુમારે છેવટ સુધી લગ્ન ના કર્યા.સંજીવ કુમારનું સેન્સ ઓફ હ્યુમન ગજબ હતું.

ખાવાપીવાના ખુબ શોખીન હતા પાર્ટીમાં જતા પણ પોતાના જુના મિત્રો સાથે વધારે રહેતા. બાળપણમાં ગરીબી જોઈ હતી એટલે પૈસા બાબતે ખુબ ચિકણા હતા એક ઈન્ટરવ્યુંમાં જાવેદ અખ્તર કહે છે કે, પૈસા સાથેનો સંજીવ કુમારનો સબંધ વિચિત્ર હતો. તેમના મગજમાંથી તેમનો ભૂતકાળ ખસ્યો ના હતો.તેઓ પોતાની જાતને પણ સુખ આપવામાં ખચકાતા હતા.તેમના મૃત્યુ પછી અમુક ફિલ્મોનું શુટિંગ બાકી રહી ગયું હતું જે વાર્તામાં ફેરફાર કરી સમેટી લેવાયું હતું. મૃત્યુના બે મહિના બાદ પહેલી ફિલ્મ અફલાતુન ફિલ્મ ‘કત્લ’ રીલીઝ થઈ હતી.લાંબા સંવાદો બોલ્યા વિના માત્ર આંખ અને ચહેરાના હાવભાવથી અભિનય કરવો કોને કહેવાય તે આ ફિલ્મ કહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *