
માતા – પિતાએ સમજવા જેવું . બાળકો નાના હોય રોજે બહાર રમવા જાય સ્કૂલમાં જાય અને જે ઘરે આવે .
ઘરે આવીને બધી જ નાની – મોટી વાતો માતા – પિતાને ખુશીથી ડર્યા વગર કહેતા .
માતા – પિતા હસીને એમની વાતો સાંભળતા અને એની વાતો સ્વિકારતા .
ધીરે ધીરે બાળકો મોટા થવા લાગ્યા અને એમની વાતો ‘ ઇચ્છાઓ બધું બદલાઈ ગયા .
એક દિવસ એ ઘરે આવીને કહે છે આજે અમે સ્કૂલ કે કોલેજ બંક કરીને ફિલ્મ જોવા ગયેલા . માતા – પિતા એ બાળકને ખૂબ ખીજાયા છે અને સજા પણ આપે છે ફિલ્મા ‘ જોવાની વાત સ્વિકારતા નથી .
‘ ત્યાર પછી બાળકો પોતાની અંગત વાતો માતા – પિતાને કહેવાનું બંધ કરી દે છે . અને માતા – પિતા સમજે છે કે એમણે ખોટા કામો કરવાનું છોડી દીધું છે .
પણ હકિકત એ છે કે બાળકોએ તેના કાર્યો ની પણ વાતો કહેવાનું છોડી દીધું ‘ તો માતા – પિતાએ ખીજવાને બદલે બાળકોને સમજવા જોઈએ અને પ્રેમથી સમજાવવા જોઈએ .
આ ઉમરે તમારા બાળકો એમના મિત્રોને જોઇને સિગારેટ પીવે , ફૂલ કે કોલેજ બંક કરે , બાર ફરવા જાય , ફિલ્મ જોવા જાય , બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બનાવે .
તમારા બાળકોને પ્રેમથી સમજાવો ‘ કે , બેટા યુવાનીમાં આકર્ષણ તો થાય જ નહીંતો , તેને યુવાની ના કહેવાય . . ‘ પણ યુવાનીને પણ એક યોગ્ય માર્ગ ‘ દેવાનો હોય છે .
‘ બાળકોને પ્રેમથી કહો તમારા માટે એ સારું ‘ નથી . એમને કહો કે આવી ઈચ્છા થવી ‘ સહજ છે પણ આવું કરવું સહજનથી . તમારા બાળકને ગમે તે ભૂલ કરે તો પણ ‘ તમે સમજશો , તો બાળક પણ તમારી વાત ચોક્કસ માનશે .