25th May 2020
Breaking News

ભારતના વતની અને ન્યુયોર્કમા ડોકટર તરીકે ફરજ બજાવતા કરી ત્યાના હાલતની વાત અને કર્યા ભારતના વખાણ

ડો.ફેનીલ કોટડીયા મારો ખાસ મિત્ર છે અને અત્યારે એમ.ડી. તરીકે ન્યુયોર્ક ખાતે સેવા આપે છે. ફેનીલને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવાની ફરજ સોંપવામાં આવી છે. ગોંડલનો વતની અમારો આ ભાઈબંધ મોતને મુઠ્ઠીમાં લઈને પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યો છે એનું મને અને સૌ મિત્રોને ગૌરવ છે.

ગઈકાલે રાત્રે ફેનીલ સાથે એક કલાક જેવી લાંબી ચર્ચા ચાલી. એમના કહેવા પ્રમાણે અત્યારે અમેરિકાની સ્થિતિ બહુ જ ખરાબ છે. ખાસ કરીને એ જ્યાં ફરજ બજાવે છે એ ન્યુયોર્ક શહેરની હાલત દિવસે દિવસે બદતર બનતી જાય છે. જેટલા દર્દી સાજા થઈને જાય છે એનાથી અનેક નવા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. ન્યુયોર્કની મોટાભાગની હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે.

ફેનીલએ કહ્યું કે અહીંયા અમેરિકાના બધા ડોક્ટર ભારતમાં લેવાયેલા પગલાના ભરપૂર વખાણ કરી રહ્યા છે. 134 કરોડથી વધુ વસ્તીવાળા દેશને સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવો એ કોઈ સામાન્ય બાબત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા નિર્ણયના અહી અમેરિકામાં ચિંતકો અને બુદ્ધિજીવીઓ ખૂબ વખાણ કરી રહ્યા છે.

અહી અમેરિકામાં બધાને પોતપોતાના જીવનની પડી છે બીજાનું શુ થાય છે એ જાણવામાં કોઈને રસ નથી ત્યારે ત્યાં ભારતમાં આ પરિસ્થિતિમાં શ્રમિકો અને મજૂરો તેમજ ગરીબોની મદદ માટે જુદી જુદી સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓ જે કામ કરી રહી છે તે પણ અદભૂત છે. સેવા કરતી વખતે સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન થાય તે જરૂરી છે.

ડો. ફેનીલ અત્યારે તેઓની ઘરે પણ જતા નથી. પોતે જ્યાં રહે છે એ જ સોસાયટીમાં બીજા આ જ પ્રકારની સેવા કરતા ડોક્ટર મિત્ર સાથે રહે છે પણ ઘરે જતા નથી જેથી પરિવારને સુરક્ષિત રાખી શકાય. ડ્યુટી પરથી પરત ફર્યા બાદ દૂધ કે શાકભાજી લઈ આવે પણ ઘરના દરવાજે મૂકીને જતા રહે ઘરમાં પ્રવેશ ન કરે. એક ડોક્ટર તરીકે સોશ્યલ સિસ્ટન્સનું શુ મહત્વ છે એ તેને સમજાય છે.

એમણે કહ્યું કે ભારતમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે. બીજા દેશોની સરખામણીમાં ભારતના લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ સારી છે જે ભારતનો પ્લસ પોઇન્ટ છે. લોકો જો લોકડાઉનનું ચુસ્ત પાલન કરે તો ભારત આ મહામારીમાં આખી દુનિયામા શ્રેષ્ઠતમ કામગીરી કરનારો દેશ બનશે.

ચાલો આપણે સૌ અસરકારક લોકડાઉન દ્વારા આપણી જાત અને પરિવારને બચાવીએ તથા ભારતને વિશ્વગુરુ બનાવીએ.

જીતીશુ આ જંગ, હશે પ્રજાનો સંગ

લી.શૈલેષ સગપરીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *