
જમીન પર ફેલાતો નાનો પ્રસરણશીલ છોડ છે, કે જે અષાઢ અને શ્રાવણ મહિનામાં સામાન્ય રીતે દરેક વિસ્તારની દરેક પ્રકારની જમીન અથવા ખાલી જમીન પર ઉગી નીકળે છે. તેનાં પર્ણ ખંડિત અને પુષ્પ પીળા રંગનાં હોય છે, ફળ કંટકયુક્ત હોય છે, બજારમાં ગોખરુના નામથી આ ફળનું બીજ મળતું હોય છે.
-ગોખરુ : એના છોડ ચોમાસામાં આપણે ત્યાં ગુજરાતમાં બધે થાય છે. એ બે જાતનાં હોય છે, મોટા ગોખરુના નાના છોડ હોય છે અને નાના ગોખરુના વેલા થાય છે. દવામાં મોટાં ગોખરુ વપરાય છે, પણ તે ન મળે તો નાનાં પણ વાપરી શકાય. ચોમાસામાં ગોખરુના વેલા જમીન પર પથરાયેલા જોવા મળે છે. તેનાં પાન નાનાં નાનાં હોય છે. તેને ચણા જેવડાં કે તેથી નાનાં ફળ બેસે છે, જેના ઉપર કાંટા હોય છે. ફળ તાજાં હોય ત્યારે લીલા રંગનાં અને સુકાતાં કઠણ અને સફેદ બને છે.
ગોખરું સ્નેહન, મુત્ર વધારનાર, બળ(વીર્ય) વધારનાર, તથા મૈથુનમાં ઉત્તેજના લાવનાર છે. એ શુક્રજંતુઓ વધારે છે. ધાતુપુષ્ટી માટે ગોખરું ઉત્તમ છે. પેશાબમાં વીર્ય જંતુ જતાં હોય તેમાં ગોખરું વાપરી શકાય. તે મુત્રપીંડ અને મુત્રાશયને કાર્યશીલ રાખે છે. આથી પથરીના રોગી તથા કીડની બગડી હોય તેવા રોગીઓ પણ તેનું સેવન કરી લાભ મેળવી શકે.
ગોખરુંને સુકવી, ખાંડી, ચુર્ણ કરીને ઉપયોગ કરવો. ગોખરુ ગાંધીની દુકાને મળે છે. તૈયાર ચુર્ણ દવાવાળા વેચે છે. ૩-૩ ગ્રામ એટલે કે એક નાની ચમચી જેટલું દીવસમાં બેથી ત્રણ વાર પાણી, સાકર, દુધ, ઘી કે મધ સાથે લઈ શકાય. ગોખરું કામશક્તી વધારનાર, હૃદયરોગનો નાશ કરનાર, વાયુનાશક, અને વધુ પ્રમાણમાં લેવાથી રેચક છે.
=>કીડનીના સોજામાં મુત્ર ક્ષારવાળું, દુર્ગંધવાળું તથા ડહોળું હોય ત્યારે ગોખરુના ઉકાળામાં શીલાજીત મેળવીને આપવું.
અડધી ચમચી ગોખરુનું ચુર્ણ એક ચમચી મધ સાથે દીવસમાં ત્રણ વાર ચાટી ઉપર એક ગ્લાસ ઘેટીનું દુધ પીવાથી પથરી તુટી જઈ મુત્ર માર્ગે બહાર નીકળી જાય છે. આ પ્રયોગ માત્ર સાતથી દસ દીવસ જ કરવો.
=> બસો ગ્રામ દુધમાં એટલું જ પાણી અને એક ચમચી ગોખરુનું ચુર્ણ નાખી ધીમા તાપે ઉકાળી પાણીનો ભાગ ઉડી જાય એટલે ઉતારી ઠંડુ પડ્યે પીવાથી મૈથુનશક્તી વધે છે. સવાર-સાંજ તાજું બનાવીને પીવું. સાકર પણ નાખી શકાય.
=> ગોખરુ અને અશ્વગંધાનું ૫થી ૭ ગ્રામ ચુર્ણ એનાથી બમણી સાકર સાથે કે બે ચમચી મધ સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે, શારીરીક શક્તી તથા કામશક્તી વધે છે.
=>ઉંદરી જેમાં માથા, દાઢી, મુછ, આંખ વગેરે પરના વાળ ખરી જાય છે, તેમાં ગોખરુ અને તલનાં ફુલ સરખા ભાગે લસોટી મધ અને ઘીમાં મેળવી લેપ કરવો.
=> એક ચમચી ગોખરુ ચુર્ણ અને એક ચમચી સાકર એક ગ્લાસ દુધમાં મીશ્ર કરી પીવાથી મુત્રાવરોધ, મુત્રકષ્ટ અને મુત્રદાહ મટે છે.
એક ચમચી ગોખરુ ચુર્ણનો ઉકાળો સવાર-સાંજ પીવાથી પથરી તુટી જાય
=>ગોખરુ અને સુંઠનો ઉકાળો સવાર-સાંજ પીવાથી કટીશુળ અને સર્વાંગ સંધીવા મટે છે.
=>ગોખરુનો દુધમાં ઉકાળો કરીને પીવાથી રક્તપીત્ત મટે છે
આવિ બીજી માહિતી માટે મારા પેજ ને લાઈક કરવાનુ ભુલશો નહી.