પૂર્વજોએ આપણાં અાભૂષણો ને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવેલ છે.

પૂર્વજોએ આપણાં અાભૂષણો ને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવેલ છે.

9th October 2017 0 By admin

તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણાં પૂર્વજોએ આપણાં અાભૂષણો ને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવેલ છે.

આયુર્વેદ માં આયુર્વિજ્ઞાન

આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે.

પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે, સાથે સાથે સ્વાસ્થય પણ અર્પે છે.

૧.
પગનાં આંગળામાં પહેરાતી વીંટી, કડાં અને માછલી:-
સ્નાયુઓની પીડા રોકે છે,
રાત્રીનાં બિહામણા સ્વપના રોકે છે.
જ્યારે માછલી પહેરવાથી સાઇટિકાના દર્દમાં રાહત આપે છે.

૨.
ઝાંઝર, કડા અને પાયલ:-
પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે.
માસિક ધર્મ નિયમિત બનાવે છે.
પગને શ્રમ ઓછો પડે છે.

૩.
કમર પટ્ટો કે કંદોરો:-
કમરનાં દર્દો દૂર કરે છે.
માસિક અને પાચનશક્તિની ફરિયાદ દૂર કરે છે.
એપેંનડિક્સ, પેટના દર્દો તેમજ હર્નીયાની તકલિફને દૂર કરે છે.

૪.
અંગુઠી કે વીંટી:-
હાથની ધ્રુજારી, દમ, કફ વગેરેમાં રાહત રહે છે.
વીંટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપે છે.

૫.
હાથની બંગડીઓ અને કડા:-
બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે.
તોત્ડાપણું દૂરકરવામાં મદદરૂપ થાય છે.
હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.

૬.
બાજુબંધ પોંચી:-
કોણી અને ખભાની વચ્ચે પહેરાતા આ આભૂષણથી હૃદયશક્યિ પ્રાપ્ત થાય છે.

૭.
હાંસડી, હાંસલી, ચેન કે મંગળસૂત્ર:~ આંખની જ્યોતિ વધારે છે.
કંઠમાળનો રોગ નથી થતો.
અવાજ સૂરીલો બને છે.
માથાના દુખાવો, હિસ્ટેરીયા ને ગર્દન પરના દરેક રોગો પર રાહતનું કામ કરે છે.

૮.
કાનની કડી-બુટ્ટી કે કાનની વાળી:~ કાનની બુટમાં છેદ પાડી પહેરાતા અલંકારોથી ગળું, આંખ અને જીભથી થતાં રોગો અટકે છે.
કાનના ઉપરનાં ભાગમાં વાળી પહેરવાથી હાસ્ય વખતે 17 સ્નાયુ અને ગુસ્સામા 43 સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે.

૯.
નાકની નથણી, ચૂંક કે સળી:-
કફ અને નાકનાં રોગો પર રાહત આપે છે. મનની વિચાર શક્તિ સાથે નથણીનો સંબંધ છે.

૧૦.
માથાનો ટીકો:-
આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે.

અલંકારોમાં મુખ્યત્વે
સોના,ચાંદી, હીરા, મોતી છે.

સોનાની પ્રકૃતિ ગરમ છે તોચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે.

માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે છે.

સામાન્ય રીતે લોકોને આભૂષણોનો આવો પર્યાય ખ્યાલ જ નહિ હોતો….