બીજાને હેરાન કરવાથી મને શું મળે:

બીજાને હેરાન કરવાથી મને શું મળે:

17th December 2017 0 By admin

સુથાર પોતાના વર્કશોપમાં કામ આકરી રહ્યો હતો. અચાનક અનરાધર વરસાદ શરુ થયો.સુથાર પોતાનો વર્કશોપ બંધ્કારીને ઉતાવળા પગલે પોતાના ઘર તરફ ચાલ્યો.ઉતાવળમાં કામ કરવાના કેટલાક સાધનો વર્કશોપમાં જમીન પરજ પડ્યા રહ્યા. ખુબ વરસાદ પડવાના કરને એક સાપ જમીન માંથી બહાર આવ્યો.એ ખુબજ ભૂખ્યો થયો હતો. ખોરાકની શોધમાં આમ તેમ ભટકી રહ્યો હતો.આ સાપ રાત્રીના સમયમાં પેલા સુથારના વર્કશોપમાં દાખલ થયો અને કઈક ખોરાક મળશે એવી આશામાં આંટા મારવા લાગ્યો. જમીન પર કુહાડો પડેલ હતો આ સાપ કુહાડા પરથી પસાર થયો અને કુહાડાની તીક્ષ્ણ ધારને કારણે સપના શરીર પર એક કાપો પડ્યો.

સાપને થોડી પીડા થઇ અને શરીર માંથી લોહી નીકળવા લાગ્યું. એમને બદલો લેવાનું નક્કી કર્યું.કુહાડાને પોતાના શરીરથી ભરડો લીધો અને કુહાડાની ધાર પર જ પ્રહાર કર્યો.આમ કરવાથી વધુ પ્રમાણ માં લોહી નીકળવા લાગ્યું. કુહાડો લોહીથી લાલ થવા લાગ્યો.સપને એવું લાગ્યું કે મારા પ્રહારોથી કુહાળાને લોહી નીકળે છે સવારે સુથારે આવીને જોયું તો મરેલો સાપ કુહાડાને વીંટળાયેલ પડેલ હતો.

આપણી દશા પણ આ સાપ જેવી જ છે. બીજાને નુકશાન પહોચાડવાના પ્રયાસમાં આપણી જાત પર જ નુકશાન પહોચાડી છીએ આપણને ખબર પણ નથી પડતી  કે આપણે બીજાને નહિ પણ પોતાનેજ નુકશાન પહોચાડી રહ્યા છીએ

દરેકને પોતાના કર્મોનુસાર સુખ:દુખ ભોગવવા પડે છે.

શૈલેષભાઈ સગપરિયાની કેટલીક અમુલ્ય વાતો

શૈલેભાઈ સગપરીયા એ ખુબ સરસ રીતે સમજાવ્યું છે આશ્ચર્ય થી આંધળી બનેલી આંખો જોવા છતાં કઈ જોતી નથી. આવી આંખોને નિર્મલ બનાવવા માટે ગરીબાઈ પરમ ઔસધિ છે.

મિત્રો અમારી આ પોસ્ટ તમને પસંદ આવે તો વધુમાં વધુ share કરજો.અને તમારા વિચારો કમેન્ટમાં લખજો

ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ મેળવવા અમારું આ પેઝ જરૂર લાઇક કરજો