આજથી ગુગલ આ બે સર્વિસ બંધ કરી દેશે જેથી દુનિયાભરના 5.2 કરોડ યૂઝર્સને અસર થશે

3rd April 2019 0 By admin

ગુગલની આજથી બે મહત્વની સર્વિસ બંધ થઈ રહી છે. જેમાંથી એક છે ગુગલ પ્લસ અને બીજી છે જીમેલની ઈનબોક્સ સર્વિસ. ગુગલ પ્લસ બંધ થવાથી દુનિયાભરના 5.2 કરોડ યૂઝર્સ પર અસર થશે. જો કે આ સર્વિસ બંધ કરવા પાછળનું કારણ છે કે તેના પર યૂઝર્સના ડેટા લીક કરવાનો આરોપ છે. બે સર્વિસ બંધ કરતા ગૂગલએ દાવો કર્યો છે કે તમામ યૂઝર્સ માટે નવા ઈમેલ સોલ્યૂશન પર તેઓ ધ્યાન આપી રહ્યા છે. ઈનબોક્સ બાય જીમેલને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવ્યું છે. આ એપને 2014માં લોન્ચ કરવામાં આવી હતી. આ એપને પ્રોડક્ટિવિટી વધારવા માટે લોન્ચ કરવામાં આવી હતી. આ સર્વિસનો ઉપયોગ એવા યૂઝર્સ કરતાં જેમને વધારે પ્રમાણમાં ઈમેલ આવતા હોય છે. જો કે હવે ગુગલ પોતાની ઈમેલ સર્વિસ પર ધ્યાન આપી રહી છે તો આ સર્વિસને બંધ કરી દેવામાં આવી છે. ગુગલ આ સર્વિસ બંધ કરવાની સાથે યૂઝર્સ માટે ટ્રાંઝિશન ગાઈડ ઉપલબ્ધ કરાવશે જેથી નવા યૂઝર્સ જીમેલ સાથે સરળતાથી જોડાઈ શકે. ગૂગલ પ્લસને સોશિયલ નેટવર્કિંગ સાઈટને ટક્કર આપવા માટે લોન્ચ કરવામાં આવી હતી. ગૂગલએ આ સેવા હવે બંધ કરી છે તેનું કારણ તેમાં થયેલી ગડબડ છે. એક બગના કારણે આ સર્વિસ યૂઝ કરતાં 5.2 કરોડ યૂઝર્સના પર્સનલ ડેટા પ્રભાવિત થયા છે. જો કે અગાઉ જણાવાયું હતું કે ગૂગલ પ્લસને ઓગસ્ટ માસમાં બંધ કરવામાં આવશે પરંતુ બગના કારણે તેને એપ્રિલ માસથી જ બંધ કરી દેવામાં આવી છે. હવે આ સર્વિસ બંધ થઈ જવાથી હાલના યૂઝર્સની પ્રોફાઈલ, ડેટા, પેજ, ઈમેજ વગેરે ડિલીટ કરી દેવામાં આવશે.