
૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે…..
૧) હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.
૨) જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪ કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ માત્રામાં અસર હોય છે.
૩) એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.
૪) બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.