7th March 2021
Breaking News

હોમ લોન EMI પર આ રીતથી ભરીને તમે મેળવી શકો છો મોટી રાહત અચૂક વાંચજો અને શેર કરજો

હોમ લોન EMI પર આ નુસખાથી તમે મેળવી શકો છો મોટી રાહતહોમ લોનની અરજીનો સ્વીકાર કર્યા બાદ આગળનું પગલું EMIનું કુશળતાપૂર્વકનું સંચાલન છે. જો આ સંચાલન બરાબન નહીં હોય તો ઘર ખરીદવાની મજા બગડી શકે છે અને તમે બીજી પણ કેટલીક સમસ્યાઓમાં ફસાઈ શકો છો. તો ચાલો જોઈએ હોમ લોન EMI મેનેજ કરવામાં મદદરૂપ બને તેવી કેટલીક બાબતો…(અનિલ રેગો, સીઈઓ, રાઈટ હોરિઝંસ)EMI ભરવાને પ્રાથમિક્તા આપો:-સમયસર EMI ભરવાથી બેન્કો કે નાણા સંસ્થાઓનો તમારા પર વિશ્વાસ વધશે. જો ક્યારેક EMI ભરવાની સગવડ ન હોય તો આવી સ્થિતિ ટાળવા માટે EMI શિડ્યુઅલને વેતન મળવાની તારીખની નજીક કરાવી લો. સમયસર EMI ન ભરવા પર ઋણ આપનાર સંસ્થા પેન્લટી વસૂલતી હોય છે અને ક્રેડિટ સ્કોર પણ બગાડે છે. જો તમે EMI ભરવામાં લગાતાર નિષ્ફળ જોવા તોએટેચમેન્ટની પણ આશંકા રહે છે.એક સાથે મોટી રકમ જમા કરાવી દો:-બોનસ કે ઈન્સ્યોરન્સ પોલિસી મેચ્યોર થાય ત્યારે હોમ લોનનો મોટો હિસ્સો ચૂકવતા રહેવું જોઈએ. જો તમે 9 ટકા વ્યાજ પર 15 વર્ષ માટે ₹50 લાખની લોન લીધી હોય અને લોન લીધાના ત્રણ વર્ષ બાદ તમે એક સાથે 1 લાખ રૂપિયા હોમ લોનના ખાતામાં પાછા જમા કરાવો તો તમે વ્યાજના 1.9 લાખ રૂપિયા બચાવી શક્શો અથવા EMI પેમેન્ટની સમયમર્યાદામાં 5 મહિના ઓછા કરાવી શક્શો. બીજી વાર પણ સગવડ થાય તેમ એક સાથે મોટી રકમ હોમ લોન ચૂકવવા ભરી દેશો તો વધુ ફાયદો થશે. લોન લીધાના શરૂઆતના તબક્કામાં જ સગવડ થાય તે પ્રમાણે મોટી રકમ પરત જમા કરાવશો તો ફાયદો વધુ થશે.વ્યાજ ઘટાડવા વધુ EMI ભરો:-
23,000 રૂપિયાની સરખામણીમાં 35,000 રૂપિયાનો EMI મોટો છે પણ લોન રિપેમેન્ટના કેસમાં મોટું જ વધુ સારું હોય છે. જો તમે EMI નાનો રાખવાના ચક્કરમાં લોન ચૂકવણીની મૂદતમાં વધારો કરી દેશો તો તમારે વધુ વ્યાજની ચૂકવણી કરવી પડશે. જો તમે 9 ટકાના વ્યાજદર પર 20 વર્ષ માટે ₹60 લાખની લોન લીધી હોય તો 53,984 રૂપિયા EMI આવશે પણ જો તમે 30 વર્ષની અવધિ માટે લોન લેશો તો EMI ઘટી 48,277 રૂપિયા થશે પણ EMI નાનો કરવાના ચક્કરમાં તમે વધુ 10 વર્ષના વ્યાજના ચક્કરમાં ફસાસો.દર વર્ષે એક વધારાનો EMI ભરો:-દર વર્ષે એક વધુ EMI ભરવાનો પ્રયાસ કરો. જોકે, શરૂઆતમાં આ કાર્ય ઘણું કઠિન લાગશે પણ આગળ જતાં તે ફાયદાકારક રહેશે. સામાન્ય રીતે ફ્લોટિંગ લોનમાં નિશ્ચિત સમયમર્યાદા વાળી લોનના પ્રીપેમેન્ટ પર કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી. જો તમે દર વર્ષે એક EMI વધુ ભરશો તો ઋણની રકમ ઘટી શકે છે. જો તમે 10,15 અને 20 વર્ષની મુદતની લોન પર દર વર્ષે એક EMI વધુ ભરશો તો કેટલો ફાયદો થશે તે અંગે વિચારો.ઓછા વ્યાજની ઓફરમાં સ્વિચ થાવ:-હોમ લોન લીધા બાદ કોઈ બીજી બેન્ક અથવા નાણા સંસ્થાઓ ઓછા વ્યાજદરની ઓફર કરે તો તમારા દેવાનો બોજ ઘણો ઘટી જાય છે. આ સ્થિતિમાં કોઈ પણ જાતના ખચકાટ વગર ઓછા વ્યાજદરની લોનમાં સ્વિચ થઈ જાવ. જોકે સ્વિચ થવામાં ફરીથી પેપરવર્ક કરવું પડશે અને ફી પણ ભરવી પડશે.ડિસ્ક્લેમર :લેખકના વિચારો તેમના પોતાના છે. વાચકોએ આ ભલામણોનો અમલ કરતાં પહેલાં વ્યાવસાયિક સલાહકારોની સલાહ જરૂરી છે. ઈટી અહીં દર્શાવેલી પસંદગી માટે જવાબદાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *