પતિ-પત્ની એક બીજાની ભૂલો સાથે મળીને સુધારશે તો હંમેશા ખુશ રહેશે

પતિ-પત્ની એક બીજાની ભૂલો સાથે મળીને સુધારશે તો હંમેશા ખુશ રહેશે

18th July 2019 0 By admin

સંત કબીરે તેમની પત્નીને દિવસે કહ્યું ફાનસ સળગાવીને લાવો પત્નીએ પણ તેવુ જ કર્યુ સંત કબીરના કેટલાક એવા પ્રસંગો જેમાંથી જીવનમા સુખી થવાના સૂત્રો મળે છે. અહીં એવો જ એક પ્રેરક પ્રસંગ ચર્ચામાં રહેલા પ્રસંગો મુજ સંત કબીર રોજ પ્રવચન આપતા હતા આસપાસના ગામોના કેટલાક લોકો તેમ ની વાતો સાંભળવા માટે આવતા હતા એક દિવસ . પ્રવચન પૂરુ થયા પછી એક વ્યક્તિએ કબીરજીને પૂછ્યુ કે મારી પત્ની સાથે મારે રોજ ઝઘડો થાયા છે મારી આ સમસ્યા નું નિવારણ કેવી રીતે આવી શકે? કબીરજી તેનો સવાલ સાંભળીને થોડો સમય શાંત રહ્યા. થોડી વાર પછી તેમણે પત્નીને ફાનસ

સળગાવીને લાવવા કહ્યું. પત્ની તેમની વાતને અનુસરી અને ફાનસ સળગા વીને લાવી. આ દ્રશ્ય જોઈને પેલો . માણસ વિચાર તો જ રહ્યો કે, હમણાં બપોરનો સમય છે તો . પછી કબીરજીએ ફાનસ કેમ મંગાવી હશે? થોડીવાર પછી . કબીર જીએ ફરી પત્નીને કહ્યું, કંઈક ગળ્યું હોય તો આપજે. તે સમયે પત્ની મીઠાઈને બદલે ફરસાણ લઈનેઆવી કબીરજીએ સવાલ કરનાર વ્યક્તિને પુછ્યું તમને તમારી સમસ્યાનું નિરાકરણ મળી ગયું? તે વ્યક્તિએ કહ્યું, ગુરુજી મને કંઈ સમજાયું નહીં. કારણ કે તમે હજી સુધી કંઈ જણાવ્યું જ નથી. કબીરજીએ કહ્યું. કે, જ્યારે મેં મારી પત્ની પાસે ફાનસ મંગાવી ત્યારે પણ તે કહી શકતી હતી કે હમણાં બપોર છે તો ફાનસની શી જરૂર છે?

પરંતુ તેણે આવુંન કર્યું તેણે વિચાર્યું કે જરૂર કંઈકામ હશે તોજ મંગાવી હશે તેથી એ ચૂપચાપ આપીને જતી રહી.થોડા સમય પછી મેં જ્યારે મારી પત્ની પાસે મીઠાઈ માંગી તો તે ફરસાણ આપી ગઈ. એવું બની શકે કે ઘરમાં કોઈ મીઠઈ ન પણ હોય અને તેથી હું પણ ચૂપ રહ્યો. કબીર જીએ કહ્યું, પતિ- પત્ની વચ્ચે યોગ્ય સમજણ હોવી જોઈએ. બંનેએ એકબીજા ની ભાવના સમજી લેવાની હોય છે. પરિસ્થિતિ મુજબ વ્યવહાર કરવો અને વાદ વિવાદથી બચવું જોઈએ. તે વ્યક્તિ સમજી ગયો કે કબીરજીએ આ બધું જ તેને સમજાવવા માટે જ કર્યુ હતું. કબીરજીએ વધુમાં તે વ્યક્તિને કહ્યું કે, પતિ દ્વારા કોઈ ભૂલ થાય તો પત્નીએ તેને સુધારી લેવી જ્યારે પત્ની ભૂલ કરે તો પતિએ સુધારી લેવી જોઈએ. સુખી જીવન જીવવાનો આ એક મંત્ર છે. આ વાતોનું ધ્યાન રાખતા પતિ-પત્ની હંમેશા સુખી થાય છે. Post game to Page like karo