માત્ર ૧ રૂપિયા માં અપાય છે IAS-IPS ની ટ્રેનીંગ, પાટીદારો ની સરકારી ક્ષેત્રે વગ વધારવાનું પ્લાનિંગ

8th March 2018 2 By admin

પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરે તે દિશામાં ઘણા પ્રયાસો થઇ રહ્યાં છે. પાટીદાર યુવાનોને કોઇ અગવડ ન પડે અને તમામ સુવિદ્યાઓ મળી રહે તે માટે અમદાવાદમાં નિકોલ ખાતે આવેલા ‘કેળવણીધામ’માં માત્ર એક રૂપિયામાં IAS અને IPS માટેની તાલીમ આપવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં પાટીદાર યુવાનો સિવિલ સર્વિસસની પરીક્ષામાં પાસ થાય તે માટે તેમને અહીં શિક્ષણ આપવામાં આવે છે. પગભર થયા બાદ તમામ સુવિદ્યાઓનો ખર્ચ પરત કરવાનો રહેશે.માત્ર ૧ રૂપિયામાં તમામ સુવિદ્યાઓ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ તમામ શૈક્ષિક અને રહેવા-જમવાની સુવિદ્યાઓથી સજ્જ ‘કેળવણીધામ’માં અભ્યાસ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જે બાદ અરજીઓની ચકાસણી કરી યુવાનોને એડમિશન આપવામાં આવ્યા છે. ખાસ કરીને માત્ર એક રૂપિયામાં જ યુવાનોને એડમિશન આપવામાં આવ્યા છે. ઉપરાંત એક રૂપિયામાં વર્ષ દરમિયાન રહેવા અને જમવાની તમામ સુવિદ્યાઓ પણ આપવામાં આવશે.કેવી રીતે મળશે એડમિશન, શરતો?

– ૧૫ દિવસમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી– અરજીઓની ચકાસણી બાદ આપવામાં આવ્યું હતું એડમિશન– માત્ર એક રૂપિયામાં પાટીદાર યુવાનોને IAS IPSની ટ્રેનિંગ– રહેવા-જમવાની તમામ સગવડો– પગભર થયા બાદ તમામ સુવિદ્યાઓનો ખર્ચ પરત કરવાનો રહેશે– બે લાખથી ઓછી આવક ધરાવતાં વિદ્યાર્થીએ વાર્ષિક ૧૦ હજાર ચૂકવવાના રહેશે– બે લાખથી વધુ આવક ધરાવતાં વિદ્યાર્થીએ વાર્ષિક ૨૦ હજાર ચૂકવવાના રહેશેતમામ સુવિદ્યાઓથી સજ્જ ‘કેળવણીધામ’ની તસવીરો…પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો

આવનારા વર્ષોમાં અમદાવાદ શૈક્ષણિક ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર વિસ્તરી રહ્યું છે ત્યારે, આપણા શહેરમાં પૂર્વ વિસ્તારમાં આપણો સમાજ વધુ ને વધુ વિસ્તૃત થતું જાય છે.દુર દુરથી ગ્રામ્યના અંતરિયાળ વિસ્તારમાંથી આપણા સમાજના દીકરા-દીકરીઓ તેમની તેજસ્વી આંખોના સ્વપ્ના સાકાર કરવા અને માતા-પિતાનું ગૌરવ વધારવા, તેમજ રાષ્ટ્રની ઉન્નતી માટે વિકાસની આશા સાથે ઉચ્ચ અભ્યાસ અર્થે અમદાવાદ શહેરમાં આવે છે.ત્યારે તેઓને મદદરૂપ થવા આપણે સૌ કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છીએ. ઉચ્ચ અભ્યાસ અર્થે આવતા દીકરાઓને રહેવા-જમવાની વ્યવસ્થા પરવડે તેવા દરે ઉપલભ્ધ થાય, એવા ઉમદા હેતુ સાથે “શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ કુમાર છાત્રાલય” નું કાર્ય પૂર્ણ કરી સમાજને લોકાર્પણ કરવાનું આપનું સ્વપ્ન સાકાર થયું છે.”યુવા શક્તિ” સ્વયમમાં આત્મવિશ્વાસુ , સંબંધોમાં સમૃધી અને નિર્ભયતા પ્રાપ્ત કરી સંપૂર્ણપણે શિક્ષિત, દીક્ષિત, વિકસિત અને સ્વયંભુ રક્ષિત થાય એવું આપણે સૌ ઈચ્છીએ છીએ.“કેળવણીધામ” ના લક્ષ્યબિંદુઓને અમલમાં મુકવાનું ભગીરથ કામ આપ સૌના સહકારથી સાકાર કરીશું.નવી પેઢીના સોનેરી સ્વપ્ના કેળવણી થકી સાકાર કરવા આપના સહિયારા સુંદર પ્રયાસો થી જ શક્ય છે.આવો અમારા તેજસ્વી, ઓજસ્વી, રાજસ્વી,માનવંતા ભાઈ-બહેનો આપને સહુ નાના-મોટાના ભેદ ભૂલી એક, નેક અને ટેક બની યુવાશક્તિના સર્વાંગી વિકાસ કાજેના પવિત્ર યજ્ઞ કાર્યમાં તન, મન, ધનથી સહભાગી બનીયે.

નમસ્કાર અમારા તેજસ્વી ગૌરવવંતા પાટીદાર બંધુ-ભગનીઓ, જય સરદાર જય ભારત,