કમુરતા એટલે શું ?

કમુરતા એટલે શું ?

15th December 2017 0 By admin

કમુરતા એટલે શું ?
મુહૂર્ત અને કમુરતાં એક બીજાથી ઊલટો અર્થ ધરાવતા શબ્દો છે. મુહૂર્ત એટલે ઉત્તમ દિવસ પસંદ કરી તે દિવસમા ઉત્તમ સમયે, ઉત્તમ દિશા પસંદ કરી શરૂ કરવામાં આવતું કાર્ય. લગ્ન પ્રસંગ એ શુભકાર્ય છે અને તેથી ગીત પણ ગાવામાં આવે છે કે ‘શુકન જોઈને સંચરજો રે – ’ માનવી ઉત્ક્રાંતિના ત્રીજા ચરણમાં જ્યારે સભ્ય અવસ્થામાં આવ્યો અને તેણે નગર વસાવી, સમાજ બનાવી રહેવા માંડ્યું ત્યારે સારા અને ખરાબ પ્રસંગો સાથે એનો પનારો પડ્યો હતો. તારણ કાઢતા તે જોઈ શક્યો કે વર્ષના અમુક મહિના અને તે મહિનાના અમુક દિવસો અને તે દિવસનો અમુક સમય કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે શુભ એટલે કે સારો છે અને તે વિભાવનામાંથી જન્મ થયો મુહૂર્તનો – સારા સમયનો.
ઉત્તરાયણ સમયે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને તે સમયે સૂર્ય ઉત્તરની દિશામાં નીચેના ભાગે રહેતો હોવાથી પૃથ્વી પર તેનાં કિરણો ખૂબ હળવા અને લાભદાયી હોય છે માટે મકરસંક્રાતિ દરમિયાન જેટલા બને તેટલા વધારે સૂર્યકિરણો ઝીલવા જોઈએ કારણ કે તે દ્વારા આખા વર્ષનું વિટામિન ‘ડી’ મનુષ્યને મળી રહે છે, પરંતુ ઉત્તરાયણ પહેલાંના એક મહિના દરમિયાન સૂર્ય ધન રાશિમાં હોય છે. જેને જ્યોતિષશાસ્ત્રમાં સારો સમય ગણવામાં નથી આવતો માટે ઉત્તરાયણ પહેલાંના એક મહિના દરમિયાન શુભકાર્યને વર્જ્ય ગણવામાં આવ્યું છે.

શનિવાર તા.૧૬ના રોજ કમુરતા શરુ થશે એટલે શુભ કાર્યમાં બ્રેક લાગી જશે.શની વૃષિક રાશિમાંથી ધન રાશિમાં સૂર્ય સાથે એક મહિનો રહેશે. કામુરતાના મહિનામાં શુભ કાર્ય કરવા અશુભ મનાય છે.તેથી લગ્ન, સગાય,ઉદઘાટન,કે બીજા કોઈ શુભ કાર્ય થઇ શકતા નથી.તા.૧૪ જાન્યુઆરી ના રોજ બપોરે ૧-૪૬ વાગ્યાથી સૂર્ય ધન રાશિમાં રહેશે અને ત્યાર બાદ મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે કે પવિત્ર ગણાતા મકર સંક્રાતિ બાદ જ શુભ કર્યો થશે. કમુરતાના સમયમાં ધાર્મિક કાર્યક્રમો યજ્ઞ, હવન, તપ,જપ,પૂજા અને આરાધના કરી શકાશે, આ સમયમાં ધાર્મિક કર્યો કરવાથી વિશેષ પુણ્ય મળે છે અને ઝ્લ્પથી સિદ્ધિ મળે છે
જયારે જયારે કમુરતા આવે ત્યારે વાડી, હોલ સુના થઇ જશે, મંડપ, કેટરર્, બેન્ડવાજા, ઢોલી ડેકોરેશન કરવાવાળા તેમજ મીઠાઈ વેચવાવાળાઅ ધંધા રોજગાર ઉપર અસર પડશે, એક-એકે મહિના સુધી કમુરતા રહેવાના હોવાથી સોના દાગીના વેચાણ ઉપર અસર જોવા મળશે