ખોડલધામ વિધાર્થી સમિતિની કાર્યવાહી

ખોડલધામ વિધાર્થી સમિતિની કાર્યવાહી

6th January 2018 0 By admin

ખોડલધામ વિધાર્થી સમિતિ એ ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ નાં નેજા હેઠળ લોકહિતના તથા સેવા કાર્ય કરતી વિધાર્થી સમિતિ છે. ગુજરાત માં વસતા લેઉવા પટેલ સમાજ ના વિધાર્થીઓ ને એક પ્લેટફોર્મ ઉપર લાવવા, સામુહિક વિચાર મંથન માટે જરૂરી સંગઠન માટે, તથા સમાજ ની આર્થિક-સામાજિક -ધાર્મિક-શૈક્ષણિક બાબતો ની જાણકારી સમાજ ના દરેક વ્યક્તિ સુધી પહોચાડવા,ખોડલધામ ના સહયોગ થી ગુજરાત માં વસતા લેઉવા પટેલ સમાજ ના વિધાર્થીઓના એક સંગઠન રૂપે “ખોડલધામ વિધાર્થી સમિતિ” ની રચના ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ ના નેજા હેઠળ આકાર પામેલ છે

ખોડલધામ ટ્રસ્ટ ના સહયોગ થી “સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન” અને “ખોડલધામ વિધાર્થી સમિતિ” ના માર્ગદર્શન દ્વારા સરકારી પરિક્ષા માં ઉતીર્ણ થયેલા વિધાર્થીઓ.

 

સરકારી નોકરી માર્ગદર્શન સેમીનાર:

PSI સંજય પાદરીયા અને કોઠીયા સર દ્વારા વિદ્યાર્થીઓને આપાયેલ માર્ગદર્શન

 

લેવઆ પટેલ ના વિદ્યાર્થીઓ વધુને વધુ પોલીસ ખાતામાં જોડાય તે માટે કેટલાય સેમીનાર યોજાય ગયા છે

સેનિટેશન સુવિધા લોકાર્પણ:

 

ખોડલ ધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા રાજકોટ કાલાવડ રોડ પર આવેલા માનસિક ક્ષતિવાળા બાળકોનાં ગૃહમાં સેનિટેશન સુવિધાનું લોકાર્પણ કરવામાં આવેલ હતું.

ચપ્પલ વિતરણ સમારોહ:

એટલું જ નહિ આ વિદ્યાર્થીઓએ ગરીબો તેમજ બીક્ષુકોને ઉનાળાની સિઝનમાં ચપ્પલ વિતરણ સમારોહનું આયોજન પણ કરેલ છે

ખોડલધામ હેઠળ કાર્યરત વિધાર્થી સમિતિમાં વધુને વધુ યુવાનો જોડાય તે માટે મિત્રો એ રાત દિવસ જોયા વગર ગામડે ગામડે જઈને દરેક યુવાનોને સરકારી નોકરીની તૈયારી કરવા માટે જાગૃત કાર્ય છે અત્યારે હાલમાં 700થી ઉપર વિધાર્થીઓ એકસાથે બેસીને સરદાર પટેલ ભવન ખાતે તાલીમ લઇ રહ્યા છે

યુવા નેતૃત્વ હેઠળ ચાણક્યનીતીના અભ્યાસ દ્વારા વધુમાં વધુ યુવાન ચન્દ્ર ગુપ્ત બને એવા પ્રયાસ માટે સેમીનારનું આયોજન કરે છે

“મારા સમાજે મારા માટે શું કર્યું કે કરશે તે નહિ,
પરંતુ હું મારા સમાજ માટે શું કરીશ?”
ધન્ય છે આ #સમિતિના યુવાનોને જે આપણા આ સમાજ માટે આટલું બધું #વિચારી રહી છે તેના માટે એક #share અચૂક કરજો