30th November 2020
Breaking News

સુકી અને કફવાળી ઉધરસ માટે દાદીમાના રામબાણ ઇલાજ

સીરપ પીવાથી વધુ ઉંઘ આવે  અને તે શરીર  માટે સારું નથી. સીરપને બનાવતી વખતે  રંગ અને સ્વાદ આપવા માટે હાનિકારક પદાર્થો ઉમેરવામાં આવતા હોય  છે જેથી નુકસાન થાય છે. તેથી સીરપ પીવાને બદલે ઘરેલું ઉપાય મદદથી ઉધરસની સારવાર કરવી જોઇઅે. વાચો ઉધરસના ધરેલું ઉપાય

ઉધરસથી છૂટકારો મેડવવા માટે ઉધરસની દવા અથવા સીરપ પીવાને બદલે ઘરેલું ઉપાય અજમાવી ને જુવો. આ ઘરેલું ઉપાયોથી તમને ઉધરસથી તાત્કાલિક રાહત મળશે.  ઘણા લોકો ઉધરસ થવાથી સીરપ પીવે છે અને સીરપ પીવાથી ઉધરસ દૂર પણ થય જય છે. પરંતુ સીરપ સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી. તેથી આ દાદીમાના નશખા અચુક અપનાવજો।

મધ વાળું પાણી પીવું : જ્યારે કફ વાળી ઉધરસ થાય ત્યારે કફ ખૂબ નીકળે છે અને છાતીમાં ભારેપણ અનુભવ થાય છે. કફ વાળી  ઉધરસ આવે ત્યારે  મધનું પાણી પીવાથી ખબ ફાયદો થાય છે. એક ગ્લાસ પાણી ને હુંફાળું  ગરમ કરો અને તેમાં મધ નાખી પછી આ પાણી પીવો. દિવસમાં ત્રણ વખત આ પાણી પીવાથી ઉધરસમાં રાહત જરૂર  મળશે. અને જો સુકી ઉધરસ હોય તો એક ચમચી મધની અંદર કાળા મરીનો પાવડર નાખી. મધ અને કાળા મરીનું મિશ્રણ નું સેવન કરવાથી સુકી ઉધરસ સારી થઇ જાય છે અને ગળામાં રાહત મળે છે. ખરેખર ગળુ સુકાવાને કારણે જ શુષ્ક ઉધરસ થાય છે અને મધ પીવાથી ગળું સુકાતું નથી અને ઉધરસ બંધ થાય છે.

જેઠી મધ : ઉધરસની  દવાઓ બનાવવા જેઠી મધ નો ઉપયોગ થાય છે. જેઠી મધ ને ઉધરસ માટે રામબાણ માનવામાં આવે છે અને તેને ખાવાથી ઉધરસ દૂર થઇ જાય છે. જો તમને ઉધરસ આવે છે તો જેઠીમધ નું પાણી પીવો અથવા મધ સાથે તેનું સેવન કરવું જોઇઅે. જેઠીમધ નું પાણી તૈયાર કરવા માટે એક ગ્લાસ પાણી ગેસ પર ગરમ કરવા મુકો અને તેની અંદર જેઠીમધ નાખી દો.. 3 મિનિટ પછી ગેસ બંધ કરી આ પાણીને ગાળીને  પી જવું.

તુલસી નું પાણી પીવું : તુલસીમાં જોવા મળતા તત્વો ઉધરસને મૂળમાંથી દૂર કરે છે. તેથી ઉધરસ થવાથી દરરોજ રાત્રે સુતા પહેલા તુલસીના પાનનું પાણી પીવો. તુલસીનું પાણી તૈયાર કરવા માટે તમે તુલસીનાં 10 પાન લો અને તેને સારી રીતે પીસી લો. અને પછી તેમને એક ગ્લાસ પાણીમાં નાખો. આ પાણીને ઉકાળો અને ગેસ  બંધ કરી પછી તેને ગાળી લો. આ પાણીને થોડું ઠંડુ કરો. જો તમે ઇચ્છતા હોવ તો તમે આ પાણીની અંદર મધ પણ ઉમેરી શકો છો. આ પાણી સતત એક અઠવાડિયા સુધી પીવો. આ પીવાથી ઉધરસ મૂળ માંથી દૂર થશે. જો સુકી ઉધરસ થાય ત્યારે  તુલસીના પાન ને મધ સાથે મિક્ષ કરીને સેવન કરવું. તુલસી અને મધ ને એક સાથે ખાવાથી સુકી ઉધરસ માં આરામ મળે છે.

તમામ ઉપાયો ખૂબ જ અસરકારક છે અને તેની મદદથી ઉધરસ સારી કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *