ભારતીય ખાંટલો ઔસ્ટ્રેલીયામાં 62 હજાર માં વેચાય છે તો જાણો ખાટલાના ફાયદા

ભારતીય ખાંટલો ઔસ્ટ્રેલીયામાં 62 હજાર માં વેચાય છે તો જાણો ખાટલાના ફાયદા

16th December 2018 0 By admin

આ જાહેરાતમાં ગ્રાહકોની માંગ અનુસાર, ખાટલાની લંબાઇ અને પહોળાઇ નક્કી કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જાહેરાતમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ખાટલો મજબૂત મોર્ટિઝ અને ટેનન જોઇન્ટ્સની સાથે સુંદર મૈપલ લાકડીથી બનેલો છે. જાહેરાત અનુસાર, આ ખાટલો મનીલા દોરીનો ઉપયોગ કરીને હાથથી બનાવેલો છે અને એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ ખાટલો 100 ટકા ઓસ્ટ્રેલિયામાં બનેલો છે. જો કે, હાલ તો આ જાહેરાતને લઇને લોકો ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.હિંદીમાં જેને ચારપાઇ કહેવામાં આવે છે તે ખાટલામાં ચા પીવડાવવાની ઓસ્ટ્રેલિયામાં શરુઆત થઇ છે.નવાઇની વાત તો એ છે કે આ ખાટલા પર બેસીનેે આરામથી ચા પીવાની કિંમત ૯૫૦ ડોલર એટલે કે અંદાજે ૫૦ હજાર રુપિયા રાખવામાં આવી છે.આ વ્યવસાયિક ધોરણે શરુ થયેલી આ ચારપાઇ ચાયની જાહેરાત આજકાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે. ઘણા લોકોએ એવી પણ કોમેન્ટ લખે છે કે છેવટે તો ભારતીય પરંપરાની જ બોલબાલા છે.ભારતમાં આમ તો મહેમાન આવે ત્યારે ખાટલો ઢાળીને ચા પીવડાવવાની પ્રથા આજે પણ રુરલ વિસ્તારોમાં જોવા મળે છે.આ જુની ભારતીય પરંપરા ભલે ભારતમાં ઓછી થઇ રહી હોય પરંતુ ઓસ્ટ્રેલિયામાં તેને આધુનિક ઓપ આપીને કોઇએ કમાણીનું સાધન બનાવ્યું છે.જેમાં ભારતીય બેડ ખાટલાને ખૂબજ આરામદાયક દર્શાવીને તેના વખાણ કરવામાં આવ્યા છે.એટલું જ નહી ગ્રાહકોની માંગના આધારે તેની લંબાઇ અને પહોળાઇ મુજબના ખાટલાનો વિકલ્પ મળે છે. ભારતીય પરંપરાના  મોર્ટીન અને ટેનન જોઇન્ટસ ખાટલા મેપલ વૃક્ષની લાકડમાંથી બનાવવામાં આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

  જો કે ચારપાઇ ચાના માર્કેટિંગમાં તેની કિંમત જાણીને સૌ ચોંકી ઉઠે છે.જો કે આજના મોર્ડન અને બદલાઈ રહેલા યુગમાં ખાટલા જેવી વસ્તુ જાણે કે લુપ્ત થઇ ગઈ છે. આજે તેની જગ્યા સોફાસેટ, બેડશીટ વગેરેએ લઇ લીધી છે. પહેલાના જમાનામાં દરેક કોઈના ઘરમાં ખાટલાઓ હતા અને તેઓ આના પર જ સુતા હતા. આજે ભાગ્યે જ કોઈક ના ઘરમાં ખાટલો જોવા મળશે. પણ તમને જણાવી દઈએ કે ખાટલા પર સુવાના બહુમૂલ્ય ફાયદાઓ છે જેને તમે કદાચ નહીં જાણતા હોવ.કહેવામાં આવે છે કે પહેલાના દરેક લોકો ચારપાઈ એટલે કે ખાટલા પર જ સુતા હતા અને તેને લીધે તેઓને ખુબ જ સારી ઊંઘ આવતી હતી. જેનાથી તેઓના રક્તચાપનું સંતુલન બની રહે છે જેની સીધી જ અસર તેઓના સારા સ્વાસ્થ્ય પર પડે છે, અને તેઓને સારી ઊંઘ આવતી હતી. માટે તમે પણ આજથી જ ખાટલા પર સુવાની ટેવ પાડી દો.અશ્વિન ઝિંઝુવાડિયા દ્વારા મુંદરા, તા. 16 : અસલ કચ્છી તળપદો શબ્દ છે; મંજો. મંજો એટલે ખાટલો… અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં હજુ મંજો કે ખાટલો જોવા મળે છે. આ મંજાને કાથી કે સુતરાઉ દોરીથી ભરવાની એક આગવી કળા છે, અને મોટા કપાયાના મહેશ્વરી ઠાકરશી જુમા નાથા આના જબરા કલાકાર છે. આમ તો જૈફ ઉંમરના ઠાકરશીભાઇ હાથસાળ ઉપર ઊનની ગરમ શાલ અને ધાબળાનું વણાટકામ કરે છે, પણ ખાટલા ભરવાની જેમ આગવી હથરોટીના કારણે અને ખાટલા ભરતમાં કશું નવું-નવું કરવાના ખ્યાલના કારણે ઠાકરશીભાઇ કંઠીપટ્ટમાં જાણીતા છે. તેઓ 3 પેઢીથી વણાટનું કામ કરે છે. મંજો ભરવા માટે કાથીની સિંદરી, સુતરાઉ દોરી, પ્લાસ્ટિક અને વાણ (ખારેકના પાનમાંથી) ઉપરાંત રંગબેરંગી ટકાઉ રેશ્મી દોરીથી ખાટલા ભરવામાં આવે છે. ખાટલા ભરત કે મંજા ભરતની ડિઝાઇનના શોખીનો તેમની પાસેથી ચોકર, છકર, નોતીડો, સાદો, ચાર નોતિડો, એક નોતિડો જેવી ડિઝાઇન સાથે ખાટલા ભરાવે છે, પણ ઠાકરશીભાઇની કમાલ તો ત્યાં છે કે મંજામાં હરણ, સિંહ કે વાઘની આકૃતિને બેનમૂન રીતે ભરી આપે છે, સાથે ખાટલો 4 કલાકમાં ભરાઇ જાય ત્યારે સીન'વાળો ભરતા 8થી 10 દિવસ લાગે. તેઓ રૂા. 600થી 6,000માં ખાટલો ભરે છે (માલ અને મજૂરી સાથે). ઠાકરશીભાઇ ખાટલા ઉપરાંત સોફા-ઢોલિયા, સેટી જેવી વસ્તુ પણ કલાત્મક રીતે ભરી આપે છે. તેમણે જણાવ્યું કે, એક સમયે દીકરીને દાયજામાં ઢોલિયો અને પથર (પાથરણાં) અપાતાં હતાં. માત્ર એક ચોપડી ભણેલા ઠાકરશીભાઇ wp-image-3260" src="http:/અફસોસ સાથે જણાવે છે કે, ખાટલા ભરવાની કળા શીખવા કોઇ તૈયાર નથી. હું શીખાડવા તૈયાર છું. સાંઘી ચોકડીવાળી ભરી આપે છે. મોટો હોય એ મંજો અને નાની હોય એ મંજી... નાનાં બાળકને નાની મંજીમાં સૂવડાવવામાં આવતાં અને ઘરે દરણું દળવા મંજીનો ઉપયોગ થતો. આમ તો ઠાકરશીભાઇનું વણાટકામ ચાલે રાખે... પણ ખાટલામાં નવીનતા લાવવા જાત-જાતના પ્રયોગ કર્યા અને સફળ પણ થયા. તેમના કહેવા મુજબ, પટ્ટીવાળા લોખંડના પલંગ કરતાં સહેજ ઝોલ ખાધેલો ખાટલો વધુ આરામ આપે છે, અને કમરનો દુખાવો થવા દેતો નથી. મહેમાનોને બેસવા દેવા માટે ખાટલો ઢાળી દેવાની પ્રથા આજે પણ ગામડામાં છે. ઢોલિયામાં સુતરાઉ અને હવે પ્લાસ્ટિકનું નવાણ ભરવામાં આવે છે. મંજો ગમે ત્યાં લઇ જઇ શકાય છે. ઉપરી અને માંઈમાં છેલ્લે પાંગત ભરાય. ઢીલો ન પડે એ માટે પાંગતની ગૂંથણી મહત્ત્વનો ભાગ ભજવે છે. ઠાકરશીભાઇએ સિલાઇ કર્યા વગરનો ઝભ્ભો (વનપીસ) તૈયાર કર્યો છે. વણાટકામમાં ધાર્મિક સ્થળોને આલેખ્યાં છે-ગૂંથ્યાં છે. કચ્છમાં ખાટલો કે મંજો ભરનારા બહુ ઓછા રહ્યા છે. જ્યારે કલાત્મક અને વાહ બોલી ઊઠાય એવા કારીગરો અતિ જૂજ રહ્યા છે. અન્ય કળાની જેમ ગ્રામીણ આ કલા પણ લુપ્ત થવાને આરે છે.એવોર્ડ આંજો ને રૂપિયા અસાંજા’ની શરત ઠાકરશીભાઇને માન્ય નથી. જો કે, પ્રસિદ્ધિની ખેવના વગરના આ ગ્રામીણ કારીગરની જેમણે નોંધ લેવી જોઇએ એમણે નોંધ નથી લીધી. આંગળીના ટેરવાથી ચાર ઇંશ વચ્ચે રચાતી કલાની કદર થવી જોઇએ. ચૂક વગરની ભૌમિતિક ભાત અને કુદરતી આકારો સાથે પશુ-પક્ષી અને જાનવરની કૃતિ જો ખાટલો ભરતાં-ભરતાં ઉપસાવવા એ ગોળ ખાવા જેવું સહેલું કામ નથી. એક નાની સરખી ચૂક ભરેલા ખાટલાને ખોલી નાખવા મજબૂર કરી નાખે. કચ્છની લુપ્ત થતી કારીગરી પૈકી મંજો ભરવાની કારીગરી પણ આવી જાય છે.