9th July 2020
Breaking News

ખામધ્રોળના 96 વર્ષિય વલ્લભભાઈ બનશે સૌપ્રથમ સોરઠના પદ્મશ્રી ખેડૂત

જૂનાગઢ તાલુકાના ખામધ્રોળના ગામના રહેવાસી  ૯૬ વર્ષિય વલ્લભભાઈ મારવાણીયાએ ૭૭ વર્ષ પહેલા નવાબી શાસન વખતે ગાજરની માધુર્યતા પારખી લીધી હતી અને ગાજરની જાત ઉગાડવાનું શરુ કરી ગાજરની જાત વિકસાવી  હતી. ખેતીમાં વિશીષ્ટ પ્રદાન બદલ તેઓને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થઈ છે જે આપણે સૌ સોરઠ વાસીઓ માટે ખુશીની વાત છે . વલ્લભભાઈ સોરઠના પ્રથમ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ખેડૂત બનશે.

જૂનાગઢ નજીક આવેલા ખામધ્રોળમાં રહેતા અને ૯૬ વર્ષની વયે યુવાનો જેવી સ્ફુર્તિ ધરાવતા વલ્લભભાઈ મારવાણીયાએ નવાબી શાસન વખતે ૭૭ વર્ષ પહેલા ગાજરની માધુર્યતા પારખી લીધી હતી અને ગાજરની જાત વિકસાવી હતી. ૭૭ વર્ષ પહેલા પોતાની કોઠા સુઝથી ખેતી ક્ષેત્રે કરેલા વિશીષ્ટ પ્રદાન બદલ તેઓની પદ્મશ્રી માટે પસંદગી થઈ છે.

ધો. ૫ સુધી ભણેલા વલ્લભભાઈ સોરઠના પ્રથમ પદ્મશ્રી ખેડૂત બનશે. ૯૬ વર્ષની વયે પણ રોજ ખેતરે આંટો મારવા જતા વલ્લભભાઈએ જણાવ્યું હતું કે ૭૭ વર્ષ પૂર્વે ગાજરને પશુ આહાર તરીકે ઓળખવામાં આવતા હતા અને ગાજર પશુઓને ખવડાવવામાં આવતા . ત્યારે લોકો ગાજર ખાય એ અઘરૂ હતું. છતાં ગાજરની ખેતી કરી અને ૧૯૪૩માં જૂનાગઢના નવાબની બજારમાં વેંચવા ગયો હતો. ત્યારે પિતા વશરામભાઈએ તું આ શું વેચવા નીકળ્યો છો? આ પશુ આહાર છે તેમ કહ્યું હતું. તમને આ વાત જાણીને નવી લાગશે પહેલાના જમાનામાં ગાજર ફક્ત પશુ આહાર માટે જ ઉપયોગમાં લેવાતો

પરંતુ હું ન માન્યો અને પ્રથમ ગાજરના પોટલાના ૧૨ રૂપીયા ઉપજ્યા હતા. ત્યાર પછી ગાજરની સારી જાત વિકસાવી અને તેમાં સફળતા મળી હતી. હાલ તેનું ગાજરનું બિયારણ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્ય તથા વિદેશમાં પણ વેચાય છે. અગાઉ તેઓને સૃષ્ટિ એવોર્ડ તથા રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ ઈનોવેશન એવોર્ડથી સન્માનીત કરાયા હતા.

નવાબના પરિવાર પાસે ૪૨ રૂપિયા લેણા રહી ગયા હતા
વલ્લભભાઈએ હસતા હસતા કહ્યું હતું કે રાજ દરબારમાં ગાજર વેંચવા જતો હતો. ૧૯૪૭માં નવા પરિવાર પાકિસ્તાન જતો રહ્યો ત્યારે મારા ૪૨ રૂપિયા નવાબ પરિવાર પાસે લેણા રહી ગયા હતા હવે ફાઈનલ વલ્લભભાઈ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થશે ખુબ ખુબ અભિનંદન વલ્લભભાઇને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *