
ખોડલધામ મંદિર જ્યારથી ભક્તો માટે ખૂલું મુકવામાં આવ્યું છે ત્યારથી હજારોની સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા આવે છે. આ મંદિરની એક ખાસિયત એ છે કે માં ખોડલની સાથે ભારત માતાની પણ ભક્તિ કરવામાં આવે છે. વિશ્વનું પહેલું એવું મંદિર છે કે જેના પ્રવેશદ્વાર પર માતાજીની ધ્વજાની બાજુમાં રાષ્ટ્રધ્વજ ફરકે છે અહી દરરોજ સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ સાંજે ઉતારી લેવામાં આવે છે. આ રાષ્ટ્રધ્વજ ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ખોડલધામ મંદિરના પ્રણેતા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈના હસ્તે ફરકાવવામાં આવ્યો હતો.આ ઉપરાંત જયારે મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે છેલ્લો દિવસ એટલે કે ૨૧-૧-૨૦૧૭ ના રોજ માં ખોડલના દરબારમાં એક નવો વિક્રમ રચાયો હતો જેને દેશને ગૌરવ અપાવ્યું હતું. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પાંચ દિવસીય પ્રોગ્રામ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો આવ્યા હતા. છેલ્લા દિવસે માં ખોડલના આંગણે પાંચ લાખથી વધુ લોખોએ એક સાથે રાષ્ટ્રગાન કરીને ગીનેસ બુકમાં નામ નોંધાવ્યું હતું. ખોડલધામમાં આ દિવસે માં ખોડલના નાદ સાથે ભારત માતાકી જય, વંદે માતરમ , જય હિંદનો નાદ પણ ગુંજ્યો હતો.તા.૨૧-૧-૨૦૧૭ ના રોજ ખોડલધામ માં ૩ લાખ ૫૦ હજાર લોકો રાષ્ટ્રગાન કરવાના હતા જે વધીને ૫,૦૯,૨૬૧ લોકોએ રાષ્ટ્રગાન કર્યું હતું. જેનો રેકોર્ડ ગીનેસ બુકમાં નોંધાય ચુક્યો છે. જે અત્યાર સુધી બાંગ્લાદેશના નામે હતો. આ રેકોર્ડ નોંધવા માટે ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એશિયા ઝોન સંભાળતા અધિકારીઓ, કોલકતાના રિશી નાથ અને નાસિકના સ્વપ્નીલ ડાંગરીકરે હાજર રહ્યા હતા. રેકોર્ડ દર્જ કરવા વ્યક્તિની ગણતરી કેવી રીતે થાય છે????વ્યક્તિની ગણતરી કરવા માટે એન્ટ્રી ગેઇટ ઉપર ૧૨૫ જેટલા સેન્સર લગાવવામાં આવ્યા હતા. તેના ઉપરથી લોકોની અંદાજીત સંખ્યા જાની શકાય હતી. એ બાદ ગિનિસ બુકના નિયમો મુજબ વેરીફીકેશન કરવામાં આવ્યું અને આ રજીસ્ટ્રેશન માટે ખોડલધામ પતે ૧૧ હજાર સેવકોની ટીમ હતીતેને ગિનિસ બુકની ગાઈડ લાઈન મુજબ ટ્રેઈન કરવામાં આવેલા. આ ૧૧૦૦૦ સેવકોમાંથી એક સેવક ૫૦ વ્યક્તિનું ઓબ્ઝર્વેશન કરે. આ ૧૧૦૦૦ હજાર સેવકોની ઉપર મોનીટરીંગ કરવા માટે ૧૧૦ ચાર્ટર એકાઉન્ટન્ટની ટીમ હોય. આ ચાર્ટર એકાઉન્ટર ની ઉપર ૧૦ સિનીયર સી.એ હોય તેની ઉપર ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ૧૧ અધિકારીઓની ટીમ હોય. ઈ બધો દેતા વેરીફાય કરી ગીનેસ બુકના બે હજાર રહેલા અધિકારીઓને સુપરત કરે. આ આખી પ્રક્રિયા સાથે ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આંકડા સાથે રાષ્ટ્રગાનનો રેકોર્ડ દર્જ થાય.