6th May 2021
Breaking News

લાભ પાંચમ નું મહત્વ જાણો અને શેર કરો

શા માટે લાભ પાંચમથી ધંધાની શરૂઆત કરવામાં આવે છે તો તેનું મહત્વ જાણો અને શેર કરો આજથીશહેરમાં ધંધા રોજગારની શરૂઆત થશે. લાભપાંચમના દિવસે શહેરના ધંધા-રોજગાર ધમધમતા થશે. સાથોસાથ આજે જૈનોનો પવિત્ર તહેવાર જ્ઞાનપંચમી પણ છે અને તેની પણ ખાસ રીતે પૂજા-અર્ચના કરવામાં આવશે.વાઘબારસથી શરૂ થયેલા દિવાળીના પાંચદિવસીય પર્વનો અાજે છેલ્લો દિવસ છે.
પાંચદિવસીય પર્વમાં દરેક દિવસે માતા મહાલક્ષ્મીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેમાં લાભપાંચમના દિવસે માતા મહાલક્ષ્મીની સાથે માતા મહાસરસ્વતીની પણ પૂજા કરાશે. આજે ધંધા-રોજગારનું મુહૂર્ત કરીને આખું વર્ષ ધંધા-રોજગાર શુભદાયી નીવડે તે માટે પ્રાર્થના કરાશે. ધુમાં આજે જૈન સમાજ દ્વારા પણ જ્ઞાનપંચમીની ઉજવણી કરાશે. જેમાં જિનાલયો ખાતે જ્ઞાનની પૂજા કરાશે. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જિનાલયો ખાતે ઊમટી પડશે. લાભ પાંચમ- જ્ઞાન પાંચમ- શ્રી પંચમી- પાંડવ પંચમી અથવા લાભ પાંચમ વિક્રમ સંવતના કારતક માસના પાંચમા દિવસે એટલે કે કારતક સુદ ૫ના દિવસે મનાવવામા આવે છે.આ દિવસે દુકાનદારો પોતાનિ દુકાન શરુ કરે છે. દિવળી વખતે બન્ધ કરેલી દુકાનનુ મુહુર્ત આજ ના દિવસે કરવામા આવે છે. દિવાળી બાદ મોટાભાગનાં બજારોનું ‘મિનિ વેકેશન’ પૂર્ણ થાય એવો દિવસ એટલે લાભ પાંચમનો દિવસ છે. તા.૧૨મી નવેમ્બરનાં રોજ કારતક સુદ પાંચમ છે, જેને લાભ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસને ધન-વેપાર વૃદ્ધિની સાથોસાથ જ્ઞાનવૃદ્ધિ માટેનો પણ આ દિવસ કહેવામાં આવે છે. માટે જ લાભ પાંચમને જ્ઞાન પંચમી અને સૌભાગ્ય પંચમી તરીકે ઓળખવામાં આવે છે. ભૌતિક ઉન્નતિની સાથોસાથ સવિશેષ રીતે આધ્યાત્મિક પ્રગતિની સાથે માટેનો પણ આ શુભ દિવસ કહેવાય છે..જ્યારે ગુજરાતનું સુપ્રસિદ્ધ તીર્થધામ બની ચૂકેલા સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર ખાતે દિવાળીથી શરૂ થયેલા ૧૦,૦૦૦ દીવડાઓનાં શણગાર જોવા માટે દિવાળીથી માંડીને ત્રીજ સુધીમાં એટલે કે તા.૧૦ નવેમ્બર સુધીમાં ૪૦,૦૦૦થી વધુ દર્શનાર્થીઓએ દર્શન કર્યા છે. જ્યારે અહીં લાભપાંચમ સુધી સાંજે ૬.૦૦થી ૭.૪૫ વાગ્યા સુધી ૧૦,૦૦૦ દીવડાઓનો શણગાર જોવા મળશે. સામાન્ય રીતે સોમવારે સ્વામિનારાયણ અક્ષરધામ સંકુલ બંધ રહેતું હોય છે, પરંતુ આ વર્ષે તા.૧૨મી નવેમ્બર, ૨૦૧૮ના રોજ લાભ પાંચમ આવતી હોવાથી સમગ્ર સંકુલ દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. ખાસ કરીને લાભ પાંચમના દિવસે સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરનો ૨૭મા વર્ષમાં પ્રવેશ થશે. સાથે જ મંદિરમાં ફૂલોની રંગોળી પણ કરવામાં આવશે..લાભ પાંચમે વિશિષ્ટ પ્રયોગ આપતાં જ્યોતિષાચાર્ય રાજુભાઈ રઘુનાથભાઈ દવેએ જણાવ્યું કે જેઓને પેઢી ખોલવાના મુહૂર્ત કે કાંટાપૂજન, તિજોરી-ધનભંડાર પૂજન, ચોપડીમાં મિતિ દોરવાનું બાકી હોય તેઓ આ દિવસે કરી શકે છે. જ્યારે સમગ્ર વર્ષ દરમિયાન વેપારમાં વૃદ્ધિ થાય તે માટે કેશ બોક્સમાં ચાંદીનો સિક્કો મૂકવો અથવા સોપારી મૂકીને ‘શ્રી:’ લખવું. જો શક્ય હોય તો ચોપડામાં મિતિ દોરવી અને કેશબોક્સમાં આખી હળદરનો ટુકડો અને મીઠાનો ગાંગડો રાખી શકાય છે. આ સમયે મહાલક્ષ્મીજી અને કુબેર ભંડારીનું સ્મરણ કરવું. આ દિવસે ‘ઓમ્ શ્રીમ્’ મંત્રનું ૧૬ વખત સ્મરણ કરવું..લાભ-પાંચમના શુભ મુહૂર્ત જ્યોતિષાચાર્ય રઘુનાથભાઈ દવેએ લાભ પાંચમના શુભ મુહૂર્ત આપતાં જણાવ્યું કે કારતક સુદ-૫ સોમવાર, તા.૧૨-૧૧-૨૦૧૮ લાભપાંચમ, જ્ઞાનપંચમી. સવારે ૦૬-૫૨થી ૦૮-૧૪ અમૃત ચોઘડિયું. ચંદ્રની હોરા શ્રેષ્ઠ, સવારે ૦૮-૫૨થી ૦૯-૫૨ ગુરુની હોરા શ્રેષ્ઠ, ૦૯-૩૭થી ૧૧-૦૦ શુભ ચોઘડિયું ઉત્તમ. વિજય અભિજિત મુહૂર્ત મધ્યાહ્ને ૧૧-૫૯થી ૧૨-૪૭ સુધી છે. આજે મધરાતથી અમદાવાદ સહિત રાજયની સાત મહાનગર પાલિકામાંથી ઓકટ્રોય નાબૂદ થઇ જશે એ વાતથી જ વેપારી આલમમાં ઉલ્લાસ ફેલાઇ ગયો છે. લાભ પાંચમ સુધી તો શહેરના બજારો બંધ છે પરંતુ ‘ઓકટ્રોય મુકત’ વેપારના મુહૂર્ત માટે વેપારીઓ તૈયારીઓ કરી રહ્યા છે.લાભ પાંચમથી જકાત નાબૂદ થયાં બાદ લોકોને સીધો ફાયદો વાહન ખરીદવા પર વસુલાતી જકાત બંધ થવાથી થશે. રૂ.પ૦ હજારની કિંમતનું બાઈક ખરીદો તો હાલ ખરીદનારે રૂ. ૧પ૦૦ જકાત સ્વરૂપે ભરવા પડે છે. જે લાભ પાંચમથી ભરવા નહીં પડે. મહિને પ૦૦ રૂપિયાનું પેટ્રોલ ગણો તો ત્રણ મહિનાનો પેટ્રોલનો ખર્ચ નીકળી જાય એટલો ફાયદો થશે. જેના કારણથી એવી ગણતરી મૂકવામાં આવી રહી છે કે, દિવાળી જેવા પર્વે ધનતેરસનાં દિવસે લાભ પાંચમે થતી વાહનોની ખરીદી લાભ પાંચમ પર ઠેલાશે. કારણ કે, ચોથનાં રાત્રે બારનાં ટકોરા બાદ એટલે કે, લાભ પાંચમ શરૂ થવાની સાથે જ જકાત ભૂતકાળ બની જશે. જકાત નાબૂદ થયાં બાદ દરેક ચીજ વસ્તુ પર વેપારીએ જકાતનાં સરેરાશ ત્રણ ટકાનો સીધો ફાયદો થશે. જેનો સરવાળે આમ પ્રજાને લાભ થશે. હાલ તો દેખિતો લાભ વાહનોની ખરીદી પર થવાનો છે.દિવાળી પછી લોકો આ દિવસની ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે એવી માન્યતા છે કે આ દિવસ ખૂબ શુભ હોય છે, જો કોઈ પણ નવા કામની શરૂઆત જો આ દિવસે કરવામાં આવે તો તેમાં ફાયદો જ ફાયદો થાય છે. તેથી જ તો વેપારીઓ પોતાના નવા ધંધાનું મૂર્હુત આ દિવસે કરે છે. કોઈપણ બીઝનેસ આપણે ફાયદા માટે જ કરતાં હોય છે અને દરેક ઈચ્છે છે કે તેમને તેમના નવા બીઝનેસમાં નફો જ નફો થાય તેથી લોકો ખાસ કરીને લાભ પાંચમની રાહ જોતા હોય છે.ઘણા લોકો તો પોતાના મકાનની વાસ્તુ પૂજા, નવા વાહનની ખરીદી કે સોનાની ખરીદી વગેરે પણ આ દિવસે કરતાં હોય છે. આ દિવસે કોઈ મૂર્હુત જોવાની જરૂર નથી હોતી કારણકે આ આખો દિવસ શુભ જ ગણાય છે.

વેપાર શરુ કરતા પહેલા મંત્ર જાપ: શાસ્ત્રો પ્રમાણે આ દિવસે શુભ સમય જોઈ પોતાના ધંધાની શરુઆત કરવી જોઈએ. ગણેશજી, લક્ષ્મી અને પોતાના ઈષ્ટ દેવને તિલક
લગાવી, ફુલ-હાર કરી તેમની પ્રાર્થના કરવી કે, તમારો વેપાર નવા વર્ષે ખુબ ફુલે ફાલે. ભગવાનનુ નામ લઈ નારિયેળ વધેરવુ જોઈએ. પૂજા કર્યા બાદ ‘ઓમ મહાલક્ષ્મયૈ નમ:’ અને ‘ઓમ કુબેરાય નમ:’ મંત્રનો 11 વખત જાપ કરવો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *