સપનું થયું સાકાર

સપનું થયું સાકાર

10th December 2017 0 By admin

નાનાકડા ગામડામાં રહેતા સામાન્ય ખેડૂત પરિવારના એક છોકરાએ બી.એસ.સી સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને અમદાવાદ ખાતે નાનો ધંધો શરુ કર્યો. કોઇપણ કારણ સર એ ધંધામાં સફર ન રહ્યો એટલે ગામડે પરત ફર્યો. ગામડે આવીને ખેતી ચાલુ કરી દીધી. ધંધો મુકીને ખેતી ચાલુ કરવાની થઇ એટલે એનું સામાજિક અને સંસારિક જીવન પણ છિન્નભિન્નથઈ ગયું.

આસપાસના લોકો અને સગા સબંધીઓએ એને તિરસ્કૃત અને અપમાનિત કરવાનું ચાલુ કર્યું. આ છોકરા વિષે લોકો મનફાવે તેમ બોલતા કોઈ તો એમ પ કહેતું “સાલા ડફોળ તું ભેસો ચરવામાં પણ નથી ચાલે તેમ.જીવનમાં તું કંઈ કરી સકે તેમ નથી તું તારા માં-બાપ માટે મોટો બોજો છો.

લોકોની આવી વાતો સંભાળીને પેલો છોકરો સાવ હતાસ થઇ ગયો. લઘુતા ગ્રંથીથી પીડાવા લાગ્યો. આમ ને આમ કેટલાક વર્ષો કાઢી નાખ્યા. જીવનમાં કઈક કરવું છે બધા લોકોને કઈક જવાબ આપવો છે આવું એમને મનોમન નક્કી કર્યું અને સખ્ત મહેનત કરીને સમાજમાં ગૌરવપૂર્ણ જીવન જીવવાનો સંકલ્પ કર્યો.

અભ્યાસ છોડ્યાના 6 વર્ષ પછી ફરીથી હાથમાં ચોપડા પકડ્યા. વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં લાગી ગયો.શરૂઆતમાં તો ધંધાની નિષ્ફળતાએ અહિયાં પણ એનો પીછો કર્યો પણ હિમત હાર્યા વગર એ પોતાના ધ્યેય પ્રાપ્ત કરવા મંડી પડ્યો.

જે લોકો એને અપમાનિત કરતા એ બધા લોકો એના વખાણ કરતા નથી થાકતા. ગામમાં નીકળતી વખતે જે લોકો આ છોકરાને જોઇને પોતનું મોઢું ફેરવી લેતા એ લોકો હવે આ છોકરાને સામેથી બોલાવે છે

કારણ કે ગુજરાત પોલીસની 2013માં થયેલી પી.એસ.આઇની ભરતીમાં આ છોકરો 525 પસંદ થયેલા PSI માં સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૦માં ક્રમે આવ્યો છે.સંઘર્ષોના તાપમાં તપીને પોતાની જાતને સુવર્ણ સાબિત કરનાર તાલાળાનો પ્રશાંત લક્કડ કારકીર્તિના વાવાઝોડામાં ફસાયેલા અનેક યુવાનો માટે પ્રરણાસ્ત્રોત છે.

જો તમારે ખરેખર કઈક મેળવવું જ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને અટકાવી નહિ શકે.

 

મહેનતથી બધું જ મેળવી શકાય છે અને મહેનત વગર કઈ જ મળી શકતું નથી.

આને કહેવાય આત્મવિશ્વાસ

માં તુજે સલામ:

બોધ કથા-વખાણ કરવાના બદલે થોડી વાસ્તવિકતાઓ…..

જીવનની સાચી મુળી

દુર્જનોનું સર્જન કરનાર કોણ??

સંઘર્ષોની આગમાં તપેલી સફળતા:

પોતાની જાતનું પોસ્ટમોર્ટમ

આને કહેવાય આત્મવિશ્વાસ

મેરા દર્દ ન જાણે કોઈ

આપણી ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવીએ

congratulation lataben