11th May 2021
Breaking News

આજે જ મેળવો સભ્યપદ…. સરકારી લાઈબ્રેરીમાં છે ઉચ્ચ અભ્યાસ કરવા માટેના લાખો પુસ્તકો

આપને જાણીએ છીએ દેશભર માં IAS- IPS અધિકારીઓ માં બિહાર, UP વગેરે રાજ્યો નો દબદબો છે, એમનું સંખ્યાબળ ખુબજ ઊંચું છે. જયારે ગુજરાત ઉચ્ચ કોટી શિક્ષણ, સરકારી અધિકારી ઓ માં દેશ માં ખુબ પાછળ છે, જેનું એક કારણ ગુજરાત ના છેવાડા ના વિદ્યાર્થી સુધી યોગ્ય પુસ્તક સામગ્રી ના પહોચવી એ મોટુ કારણ છે. એવું નથી કે ગુજરાત સરકારે આ માત્ર પ્રયત્નો નથી કર્યા, સરકારે અસંખ્ય પુસ્તકો વસાવ્યા છે, અસંખ્ય લાયબ્રેરીઓ બનાવી છે, પણ વિદ્યાર્થી કે યુવાવર્ગ તે લાયબ્રેરી સુધી પહોચે કઈ રીતે ? તે માટે જાહેરાત કે પ્રચાર નથી કરવામાં આવતો. યુવાવર્ગ પુસ્તકો મોંઘા હોવાથી વાંચન માં રસ નથી લેતો અને સાયન્સ કે કોમ્પ્યુટર શિક્ષણ તરફ ધકેલાઈ રહ્યો છે અને ગુજરાત નો કારભાર સંભાળનાર માં ગુજરાતીઓ નો દબદબો ઓછો થતો રહ્યો છે.

 

આજે અમે સરકાર દ્વારા ઉભા કરવામાં આવેલા વાંચન ના સ્ત્રોત ની માહિતી તમને આપીશું અને કઈ રીતે લાયબ્રેરી નો લાભ મેળવી શકશો એની તમામ જાણકારી આપીશું.

 

ગુજરાત ના તમામ જીલ્લાઓ માં સરકારી ગ્રંથાલયો આવેલા છે,(લાયબ્રેરી તેમજ ગ્રંથાલય ની પરિભાષા અલગ છે.) જેનો લાભ આપ ખુબ જ સરળતા થી મેળવી શકો છો.

 

રાજયમાં ૧૫૫ સરકારી જાહેર ગ્રંથાલયો, ૩૨૧૪ વિવિધ કક્ષાના અનુદાનીત જાહેર ગ્રંથાલયો, ૧૪૨ ગ્રામ ગ્રંથાલય સહ સાંસ્કૃતિક કેન્દ્રો સરકારી જાહેર ગ્રંથાલયોની સેવાઓને કોમ્પ્યુટરાઇઝ કરવાના ભાગરૂપે હાલમાં ૨૬ – જિલ્લા ગ્રંથાલયો, ૨ – મધ્યસ્થ ગ્રંથાલયો, વડોદરા અને ગાંધીનગર, ૧ – કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર, મહેસાણા અને ૧ – રવિશંકર રાવળ આર્ટ ગેલેરી, અમદાવાદ અને ર૦ સરકારી તાલુકા પુસ્‍તકાલયની ની સેવાઓને કોમ્પ્યુટરાઇઝેશનનું કાર્ય પુર્ણ થયેલ છે. જયારે અન્ય સરકારી ગ્રંથાલયોમાં તબકકાવાર આ કાર્ય હાથ ધરાશે. ગુજરાતના ગ્રંથાલય સેવા વિહોણા બાકીના વિસ્તારોમાં પણ ગ્રંથાલય સેવા શરૂ કરવા ગ્રંથાલય ખાતાએ વિવિધ યોજનાઓ શરૂ કરેલ છે.

 

રાજયની પ્રજાએ મેળવેલું શિક્ષણ ટકાવી રાખવા, લોકો ગ્રંથાલયાભિમુખ બને તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ સરકારશ્રી સંચાલિત ગ્રંથાલયો ખોલવામાં આવે છે. રાજયમાં એક(૧)-કેન્દ્રિય અનામત ગ્રંથભંડાર, ૨-મધ્યસ્થ ગ્રંથાલયો, ૨૬-જિલ્લા ગ્રંથાલયો, ૮૪-તાલુકા ગ્રંથાલયો, ૨-મહિલા ગ્રંથાલયો અને ૮-ફરતા ગ્રંથાલયો આવેલા છે. ૨૦૦૦-૨૦૦૧ના વર્ષમાં રાજયના બિન-આદિજાતિ વિસ્તારમાં ૧૧૪ અને આદિજાતિ વિસ્તારમાં ૨૮- ગ્રામ ગ્રંથાલય સહ સાંસ્કૃતિક કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે. ૨૦૦૯ ના વર્ષમાં ૩૨-સરકાર માન્ય તાલુકા ગ્રંથાલયો શરૂ કરવામાં આવેલ છે.

 

તમારી નજીક માં આવેલા ગ્રંથાલય ની માહિતી તમે અહી આપેલી લીનક પર ક્લિક કરી ને મેળવી શકશો…

 

http://dolib.gujarat.gov.in/find-nearest-libraries-guj.htm

 

ગ્રંથાલય ની પાંચ વર્ષ માટે ની ફી માત્ર ૧૦ રૂપિયા છે, પરંતુ તમારે સાથે ૪૦ રૂપિયા ડીપોઝીટ આપવી પડશે જે તમને તમારા સભ્ય પદ પર થી રાજીનામું આપો ત્યારે પરત મળી જશે, ૧૦ રૂપિયા માં સભ્યપદ મેળવવા માટે તમારે અરજી પત્રક પર ક્લાસ-૧ અથવા ક્લાસ-૨ અધિકારી ના હસ્તાક્ષર કરાવવા પડશે, જો તમારે હસ્તાક્ષર કરાવ્યા વગર સભ્ય બનવું હોય તો ૫ વર્ષ માટે તમારે ૭૦ રૂપિયા ચુકવવા ના રહેશે અને ૪૦ રૂપિયા ડીપોઝીટ પેટે આપવાના રહેશે. સભ્ય પદ તરીકે અરજી કરવાનું ફોર્મ આપ અહી નીચે ક્લિક કરી ને મેળવી શકશો.

 

http://dolib.gujarat.gov.in/application-form-guj.htm

 

ઇ-બુક્સ પ્રોજેક્ટ

 

રાજ્યના જાહેર ગ્રંથાલયોમાં સંગ્રહિત હસ્તપ્રતો તથા દુર્લભગ્રંથો (Rare books) (કે જે ઇ.સ. ૧૯૩૦ પૂર્વે પ્રસિધ્ધ થયેલ હોય અને સંશોધન મૂલ્ય, ઐતિહાસિક મૂલ્ય ધરાવતા હોય તેવા ઉપયોગી ગ્રંથો) ની ભૌતિક સ્થિતિને ધ્યાને લઇ જો તેનો વધુ વપરાશ થાય તો તેવા ગ્રંથોને નુકસાન થવા સંભવ રહે આથી તેની ભૌતિક જાળવણી પણ શક્ય બને અને વાચકો માટે વ્યાપક રીતે ઉપયોગમાં લઇ શકાય તેવા હેતુસર ગ્રંથાલય ખાતા હસ્તકના રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય, ગાંધીનગર, મધ્યવર્તી પુસ્તકાલય, વડોદરા તથા રાજ્ય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર, મહેસાણાના આવા પુસ્તકોના સ્કેનીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આ ત્રણેય સંસ્થાઓના કુલ ૬૫,૯૫૮ પુસ્તકોનું સ્કેનીંગ કરવામાં આવ્યું જેનું ક્લીનીંગ કરી તેને પીડીએફ ફાઇલમાં કન્વર્ટ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આ માટે વેબ એપ્‍લીકેશન તૈયાર કરાઇ છે જે એપ્‍લીકેશનના સીક્યુરીટી ઓડીટની કામગીરી ચાલી રહી છે જે પૂર્ણ થતાં આ પુસ્તકો ગ્રંથાલયના વાચકો તથા જાહેર જનતા માટે ઓન લાઇન ઉપલબ્ધ બનાવવામાં આવશે. જેથી આ ઇ-બુક્સ થકી રાજ્યભરના પ્રજાજનો, સંશોધકો, સ્કોલરો , ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇન્ટરનેટના માધ્યમથી ઘેર બેઠાં આ દુર્લભ / અપ્રાપ્‍ય પુસ્તકોના વાંચન માટેની સુવિધાઓ ઉપલબ્ધ બની રહેશે.

 

જો તમને અમારી જાણકારી ગમી હોય તો અમારું આર્ટીકલ અવશ્ય શેર કરજો જેથી અન્યને મદદરૂપ થઇ શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *