વીજળીનું બિલ થઇ જશે અડધું, ફોલો કરો આ ટિપ્સ

વીજળીનું બિલ થઇ જશે અડધું, ફોલો કરો આ ટિપ્સ

11th April 2018 0 By admin

વીજળીનું બિલ થઇ જશે અડધું, ફોલો કરો આ ટિપ્સ

જો તમારુ વીજળીનું બિલ વધી જાય છે તો હૃદયના ધબકારા પણ સાથે સાથે વધી જાય છે. પરંતુ તમે ઇચ્છો તો તમારા વીજળીનું બિલ ઓછું કરી શકો છો. કઇ ખાસ નહીં પરંતુ કેટલીક સહેલી ટિપ્સ તમે ફોલ કરી શકો છો.

• જો તમારું ફ્રીઝ ખાલી રહે છે તો તેનાથી વધારે વીજળી ખર્ચ થાય છે. જેથી તમે ફ્રીઝમાં હંમેશા ફળ અને શાકભાજી રાખો અને સાથે જ ફ્રીઝને હંમેશા નોર્મલ મોડ પર રાખો.

• કેટલીક વખત ઘરમાં વોશિંગ મશીનમાં વધારે કપડા નાખી દીધા છે. અને કપડા વોશિંગ મશીનની ક્ષમતાથી વધારે રહેશે તો તમારું બિલ વધારે આવી શકે છે. જેથી વોશિંગ મશીનની ક્ષમતા મુજબ જ કપડા ધોવામાં રાખો.

• કેટલાક લોક રાત્રે સૂતા સમયે ઘરમાં લાઇટ ચાલુ રાખે છે. જેનાથી ખોટુ વીજળીનું પબિલ વધારે આવે છે. જેથી હંમેશા બલ્બ અને લાઇટોને બંધ કરીને સૂવુ જોઇએ.

• જો તમારા ઘરમાં બલ્બ છે તો તે વીજળીનું મીટર તેજીથી ચાલે છે. તમે બલ્બની જગ્યાએ સીએફએલ લગાવીને વીજળીનું બિલ ઓછું કરી શકો છો.

• યાદ રાખો કે જીરો વોટનો બલ્બ પણ દસ વોટની આસપાસ વીજળીનો ઉપયોગ થાય છે. જેથી કોમ્પ્યુટર અને ટીવીનું પાવર બટન પણ બંધ કરી દેવું જોઇએ.

• કોમ્પ્યુટર, ટીવી, પ્લેયર પણ બંધ કરી દેવા જોઇએ. ઘરના ઉપકરણો પાવર એક્સટેંસનથી જોડીને પ્રયોગ કરો.

• ગરમ પાણી કરવા માટે જો વોટર હીટર છે તો તેને હંમેશા 48 ડીગ્રી પર રાખો. જેનાથી તમારી વીજળીનો ખર્ચ વધારે નહીં થાય.

• કેટલાક લોકો ગરમીમાં એસીનો ઉપયોગ કરે છે જોકે તેનાથી વાતાવરણને ખૂબ નુકસાન થાય છે. જો તમે ઘરમાં કુલર રાખશો તો તે સ્વાસ્થ્ય અને વાતાવરણ બન્ને માટે ફાયદાકારક છે.

• આજકાલ સોલર પેનલ પણ ખૂબ સસ્તામાં મળી રહ્યા છે. રોજના કામ માટે તમે સોલર પેનલ પણ લગાવી શકો છો. જેનાથી વીજળીનો ખૂબ ઓછો ખર્ચ થશે.

• તે સિવાય કપડા મશીનની જગ્યાએ હવામાં સૂકાવવા જોઇએ. જેથી તમારું વીજળીનું બિલ ખૂબ ઓછું થઇ જશે.