
આયુર્વેદના પૌરાણિક વિજ્ઞાનમાં મીઠા લીમડાનો અનેક રોગોમાં પણ ઉપયોગ જણાવાયો છે. પાચનતંત્રની તકલીફમાં લીમડાનાં પાનમાં જીરું, મીઠું અને લીંબુ નાખીને બનાવેલી ચટણી આપવામાં આવે છે. પ્રેગ્નન્સી દરમ્યાન મૉર્નિંગ સિકનેસની તકલીફમાં લીમડાનાં પાનની પેસ્ટમાં લીંબુ અને મધ નાખીને લેવાથી ઉબકા, ઊલટી અને બેચેની દૂર થાય છે. કેટલાક વૈદોએ મોતિયો પ્રિવેન્ટ કરવા માટે પણ મીઠા લીમડાને ઉપયોગી ગણ્યો છે. વિઝન સારું રહે અને આંખમાં મોતિયો થાય નહીં એ માટે કાચાં લીમડાનાં પાન ખાવાં.
મીઠા લીમડાના મૂળનો અર્ક કિડની ડિસીઝ તેમ જ ત્વચાના રેશિઝ, ઘસરકા, દાઝેલાના ડાઘ વગેરે માટે પણ વપરાય છે. ધારો કે તમે મીઠા લીમડાને અન્ય કોઈ પણ રીતે ન લો, માત્ર કઢી-દાળ કે શાકમાં નખાતાં પાન જ ચાવીને ખાઈ જવાનું રાખો તોય ઘણું. ખાસ રોગો માટે વધુ લાભ જોઈતો હોય તો નરણા કોઠે કુમળાં પાન ચાવવાં જોઈએ.
બ્લડશુગર ઘટાડે -આ મીઠો લીમડો ગ્લુકોઝની લોહીમાં ભળવાની ક્રિયા પણ ધીમી પાડે છે ને એટલે ડાયાબિટીઝના દરદીઓ માટે તો સૌથી મોટી ઔષધ ગણાય. રોજ સવારે તાજાં અને કૂમળાં મીઠા લીમડાનાં પાન નરણા કોઠે એટલે કે ખાલી પેટે ચાવી જવામાં આવે તો ડાયાબિટીઝ થવાનું રિસ્ક સાવ ઘટી જાય. જો બ્લડશુગર લેવલ વધવાની શરૂઆત થઈ હોય તો ત્રણ જ મહિનાના પ્રયોગમાં ગ્લુકોઝ પર કાબૂ આવી જાય છે.
વજન ઉતારે – મીઠા લીમડાનાં પાન સાથે કોઈ પણ ચીજ ખાવામાં આવે તો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધે છે. એટલે કે તેનું પાચન ધીમે-ધીમે થાય છે. એ જ કારણોસર લાંબા સમય સુધી ખોરાકમાંથી એનર્જી મળ્યાં કરે છે.
વાળ મજબૂત કરે -એક તપેલીમાં એક કપ જેટલું શુદ્ધ નાળિયેર તેલ લો. એને એકદમ ધીમી આંચે ગરમ કરવા મૂકો. આ તેલમાં ડૂબે એટલાં મીઠા લીમડાનાં પાન નાખો. આશરે એકથી દોઢ મુઠ્ઠી જેટલાં પાન સમાશે. તેલની ગરમીને કારણે પાન તતડે, કડક થાય અને છેક છેલ્લે કાળાં પડવા લાગે એટલે ગૅસ બંધ કરી દો. આ તેલ અઠવાડિયામાં બેથી ત્રણ વાર વાળના મૂળિયાંમાં લગાવવાથી વાળનો ગ્રોથ અને મજબૂતાઈ બન્ને વધે છે. આ જ તેલ વાળને કસમયે સફેદ થતા અટકાવે છે.
દાંતની સફાઈ -ફ્રેશ અને કુમળા મીઠા : લીમડાનાં દસથી બાર પાન ચોખ્ખા પાણીથી ધોઈ લો. એને બરાબર ચાવીને પેસ્ટ બનાવો. જો મોમાં વધુ ચીકાશ રહેતી હોય તો કઢીપત્તામાં ચપટીક નમક પણ મેળવી શકાય. એ પછી આંગળીથી આ પેસ્ટ દાંત અને પેઢા પર બધે જ ફેરવીને સફાઈ કરી લો અને કચરો થૂંકી નાખો. બે-ત્રણ મિનિટ પછી ચોખ્ખા પાણીથી મોં સાફ કરી લો. રોજ બ્રશ કરવા ઉરાંત અઠવાડિયે બે વાર આ પ્રયોગ કરવાથી મોં ચોખ્ખું અને જર્મ-ફ્રી રહે છે.
ડાયાબિટિસના રોગી સતત ત્રણ મહિના સુધી મીઠા લીમડાના પાનને રોજ સવારે ખાય તો બહુ ફાયદો થાય છે. મીઠો લીમડો સ્થૂળતાને ઘટાડવાની સાથે ડાયાબિટિસને પણ દૂર કરે છે. મીઠા લીમડાની એક અન્ય ખાસિયત એ છે કે તેને ખાવાથી પેટ સંબંધી દરેક બિમારીઓ નિયંત્રણમાં આવી જાય છે. તેના નિયમિત સેવનથી પાચનશક્તિ પણ મજબૂત બને છે.પેટમાં ગડબડ થઈ હોય તો મીઠા લીમડાને વાટીને છાશમાં મિક્ષ કરીને ખાલી પેટે લેવાથી આરામ મળે છે. આ સિવાય મીઠા લીમડાના રસમાં લીંબૂનો રસ મિક્ષ કરી થોડી ખાંડ મિક્ષ કરી પણ લઈ શકો છો.મીઠો લીમડાના પાન આપણી આંખોની જ્યોતિ વધારમાં પણ અત્યંત ફાયદાકારક હોય છે. સાથે જ આંખમાં આવતા મોતિયાની સમસ્યાને પણ દૂર કરે છે.આમ તો કઢી-દાળ કે શાકમાં સોડમ વધારવા માટે વપરાતાં કઢીપત્તાં આપણે થાળીમાંથી બહાર કાઢી નાખીએ છીએ, પણ ખરેખર એ ડાયાબિટીઝ અને વજન ઘટાડવા માટે ખૂબ ગુણકારી ગણાયાં છેગુજરાતી રસોઈના વઘારમાં હિંગની સાથે મીઠા લીમડાનાં પાનનું પણ આગવું મહત્વ છે. જોકે દાળ, કઢી, શાક, પૌંઆ, ઉપમા, ચેવડો જેવી દરેક આઇટમમાં વપરાતા આ મીઠા લીમડાનાં પાન જ્યારે થાળીમાં પીરસાય ત્યારે મોટા ભાગના લોકો એને કાઢીને બાજુએ મૂકી દે છે. જાણે આ કઢીપત્તાનું કામ માત્ર સોડમ આપવાનું જ ન હોય?પહેલાંના જમાનામાં દરેક ઘરના આંગણામાં મીઠો લીમડો વાવવામાં આવતો. આ વૃક્ષથી આસપાસના વાતાવરણમાં ઝેરી જીવજંતુઓ ભરાઈ નથી રહેતા. કર્ણાટકમાં તો મીઠા લીમડાંનાં જંગલો છે, જેને કારણે આસપાસનું વાતાવરણ મીઠી સોડમથી મઘમઘી ઊઠે છે.આપણી રસોઈમાં છૂટથી મીઠો લીમડો વપરાય છે, પણ એના ફાયદાઓ વિશે બહુ ઓછી જાગૃતિ છે. ધારીએ છીએ એના કરતાં અનેક ગણા ફાયદા આ ટચૂકડાં લીલાં પાન ધરાવે છે. આમ તો આપણે કદી મીઠો લીમડો દોથો ભરીને ખાતા નથી, છતાં એની ન્યુટ્રિશન વૅલ્યુ જોઈએ તો દર ૧૦૦ ગ્રામમાં ૬૬ ટકા મોઈર્ર હોય, ૧૬ ટકા કાબોર્હાઇડ્રેટ હોય, ૬.૪ ટકા ફાઇબર અને ૪.૨ ટકા ખનીજતkવો હોય. એમાં આયર્ન, કૅલ્શિયમ, નિકોટિનિક ઍસિડ, ફૉસ્ફરસ જેવાં મિનરલ્સ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. એમાં ફૉલિક ઍસિડ, કૅલ્શિયમ, બિટા કૅરોટિન, ઝિન્ક જેવાં મિનરલ્સ પણ થોડીક માત્રામાં છે જે ઓરલ હેલ્થ માટે ફાયદાકારક છે.