9th July 2020
Breaking News

લગ્નપ્રસંગે ૫૦ ની જગ્યાએ ૨૫૦ લોકો ભેગા થયા ૨૧ લાખનો દંડ

૧૬ લોકો સહિત વરરાજાને કોરોના હતો લગ્નપ્રસંગે ૫૦ ની જગ્યાએ ૨૫૦ લોકો ભેગા થયા . ૨૧ લાખનો દંડ રાજસ્થાન રાજસ્થાનનાં ભીલવાડામાં લગ્ન પ્રસંગમાં ૨૫૦ લોકો એકત્ર થતા તંત્ર દ્વારા કોના પોઝિટિવ આવનાર ૧૬ લોકો પાસેથી ૧૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે .

તઉપરાંત જિલ્લા કલેક્ટર દ્વારા વરરાજાનાં પિતા પાસેથી નિયમ ભંગ કરવા બદલ રૂ . ૬,૨૬,૬00 નો દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ૧૩ જૂનના રોજ યોજવામાં આવેલ લગ્નપ્રસંગમાં જોડાયેલ ર ૫૦ લોકોમાંથી વરરાજા સહિત ૧૬ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા જ્યારે વરરાજાનાં ૭ પ વર્ષનાં દાદાનું મૃત્યુ થયું હતું .

રિપોર્ટ આવતા જ પ્રસંગમાં આવેલા અન્ય ૧૧૦ લોકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે . કોરોના વાઇરસને લીધે સોશિયલ ડિસ્ટન્સિગનું ધ્યાન રાખીને લગ્નપ્રસંગે ફક્ત ૫૦ લોકોને આમંત્રિત કરવાનાં નિયમનું ઉલ્લંઘન કરવા બાબતે રાજસ્થાન એપિડેમિક એક્ટ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ દંડ વસૂલાશે . જેમાં દંડ પેટે પ્રતિ દિવસ પ્રતિ પોઝિટિવ વ્યક્તિ દીઠ ૬,૬૦૦ નાં હિસાબ સાથે ૧૪ દિવસ સુધીમાં રૂ . ૯૨,૪૦૦ વસૂલવામાં આવશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *