

25 વર્ષ નો સમય જતો હતો ઘર છોડી ને, હાથ માં બેગ હતા , અને 24 વર્ષ ની વિધિ બહાર ગાડી માં બેઠી હતી , સમય ના માતા પિતા શાંતા બહેન અને જગદીશ ભાઈ હોલ ના સોફા પર બેઠા હતા, શાંતા બહેન ની આંખો માં પાણી હતા, અને જગદીશ ભાઈ ની આંખો માં ગુસ્સો ,અને દીકરા ના ઘર છોડી જવા ની વાત માટે દુઃખ પણ હતું.
સમય એ ઘર ના આંગણાં ને ઓળંગ્યુ , અને બહાર નીકળ્યો, આંખો માં પાણી આવી ગયા,એક ક્ષણ એને પાછળ ફરી એ ઘર અને એના માતા પિતા સામે જુઆ ની ઈચ્છા થઈ, પણ મન મક્કમ કરી એ આગળ વધ્યો, બેગ ડેકી માં રાખ્યું, અને ગાડી માં બેસ્યો, અને ગાડી સ્ટાર્ટ કરી .
હેન્ડબ્રેક પર હાથ રાખ્યો, ત્યાં જ તેના હાથ પર વિધિ એ હાથ રાખ્યો , અને બોલી, “હજુ એક વખત વિચારી લે, આપણે કંઈક ખોટું કરી તો નહીં રહ્યા ને?”
સમય નબળો પડતો દેખાયો, અચાનક થી એને મન મક્કમ કર્યું , હેન્ડબ્રેક માંથી ગાડી ફ્રી કરી ગેર ફેરવ્યો , એક્સેલેટર પર પગ મૂક્યો અને ગાડી ચાલવા લાગ્યો અને સાથે સાથે બોલ્યો, “ના કાંઈ ખોટું નથી, તારું સન્માન કરવી એમની ફરજ છે, એ એમની ફરજ ન નિભાવે તો હું શા માટે નિભાવુ?”
વિધિ થોડી ઉદાસ થતા બોલી ,”ભૂલ બધા થી થાય સમય , એ મા બાપ છે એનો મતલબ એ નહીં કે માણસ નથી .
સમય વિધિ ને વચ્ચે અટકાવતા બોલ્યો, ભૂલ થાય એ સ્વાભાવિક છે ,”પણ એ ભૂલ કર્યા બાદ એનો એહસાસ અને અફસોસ પણ હોવો જોઈએ ને?”
વિધિ સમય ને સમજાવતા બોલી, “એમને સમય તો દે એમની ભૂલ સમજવા નો , પણ અહીંયા તો સમય જ તે એમની પાસે થી છીનવી લીધો .
સમય કંઈક બોલવા જતો હતો, પણ વિધિ ત્યાં બોલી પડી, અને સમય એ આપણા વડીલ છે,આપણા થી ઉંમર અને અનુભવ બંને માં આપણા થી મોટા , અત્યાર ના જમાના ની વાતો સમજવા માં એમને થોડી પ્રોબ્લેમ પડે, પણ ધીરે ધીરે સમજી જાય .
સમય બોલ્યો, શું બોલે છે વિધિ તું , મા તને દરરોજ કહેતી કે તે મને એમની પાસે થી ચોરી લીધો છે, તને ઘર કામ માં કંઈક ન આવડે તો તને ખરી ખોટી સંભળાવતા , તને તારી લાઇફ જીવી હતી તને જોબ કરવી હતી પણ પાપા ની ખોટી જીદ ને લીધે તે એ તારી ઈચ્છા ને પણ મારી નાખી , અને સૌથી મહત્વ નું તું મને આટલો પ્રેમ કરે છે એ જોઈ અને ખુશ થવા ને બદલે એમની અને તારી સરખામણી કરવા બેસી જઈ જ્યારે જોઈએ ત્યારે, અને આજે તો હદ કરી , છોકરાં કરી લો છોકરાં કરી લો ,…એક વખત કહી દીધું, કે હમણાં નહિં તો શા માટે એક ની એક વાત રિપીટ કર્યા કરે, અને તને પૂછે કે તારા માં કાંઈ ખામી તો નથી ને વિધિ ? એનો શુ મતલબ થાય , આટલું કહ્યા સાંભળ્યા પછી પણ તું મને સમજાવે છે કે ……
સમય અને વિધિ બંને એક બીજા સામે જોતા હતા સમય બોલતો હતો ત્યાં જ વિધિ સામે જોઈ સમય નું નામ ડર માં જોર થી બોલી, સમય એ સામે રસ્તા પર જોયું અને જોરદાર બ્રેક મારી,..અને એમની ગાડી એક શાકભાજી થી ભરેલ રેકડી સાથે અથડાઈ.
ગાડી ની સ્પીડ ધીમી હતી એટલે અથડામણ પણ ધીરે થઈ પણ રેકડી લઈ જતી એ સ્ત્રી અણધારી અથડામણ ને લીધે રસ્તા પર પડી ગઈ….
વિધિ અને સમય બંને ઉતાવડે નીચે ઉતર્યા , એ સ્ત્રી તરફ ભાગ્યા, વિધિ એ એમને ઉભા કર્યા, સમય એ એમની સામે જોયું, 30-35 વર્ષ ની લાગતી એ સ્ત્રી ને માથા ના એ ભાગ પર નાજુક ઘા થઈ ગયો હતો…
સમય બોલ્યો, વિધિ એમને લાગ્યું છે ચાલ હોસ્પિટલ એ લઈ જઈએ,બેન તમે ગાડી માં બેસી જાઓ,
પેલી સ્ત્રી એ ના પાડી , ગાડી રસ્તા પર હતી , લોકો ને નડવા લાગી, સમય એ ગાડી સાઈડ માં પાર્ક કરી, વિધિ એ પેલી સ્ત્રી ને ફૂટપારી પર બેસાડ્યા ,અને પાણી ની બોટલ ગાડી માંથી કાઢી તેમને પાણી પીવડાવ્યું . સમય થોડો દૂર ઉભો હતો,
પેલી સ્ત્રી થોડી નોર્મલ બની, એને તુરંત એની શાકભાજી ભરેલ રેકડી સામે જોયું…અને નીચે પડેલ શાકભાજી જોઈ નિશાશો નાખ્યો, એ જોઈ સમય બોલી પડ્યો , બેન તમે ચિંતા ન કરો એ બધું તમારું નુકશાન હું ભરપાઈ કરી આપીશ…
અત્યારે તમને લાગ્યું છે, તો અમે તમને તમારા ઘરે ઉતારી જઈએ….
પેલી સ્ત્રી ને ના પાડી…, ત્યાં વિધિ બોલી,તો તમારા પતિ ને ફોન કરી અહીંયા બોલાવી લઈએ…વિધિ એ એના માથા પર સિંદૂર જોઈ બોલી….
આવી હાલત માં એકલા ન જતા, ચકકર આવી જશે…
અરે હું તો ભૂલી ગઈ સમય ગાડી માંથી પેલી કીટ કાઢી આવ હું એમના ઘા પર મલમ લગાડી આપું….
વિધિ એમના ઘા પર મલમ લગાડતી હતી…અને બોલી, તમારા પતિ ના નંબર આપો…
ત્યાં એ સ્ત્રી બોલી, ના મેડમ …જરૂર નથી..અને આ બધું પણ ..બસ કરો..મને દર્દ નથી થતો..અને મારો પતિ અહીંયા જ છે..તમે ચિંતા ન કરો…તમારો સમય બગડતો હશે….
સમય બોલ્યો, ક્યાં છે તમારો પતિ,?
એ સ્ત્રી બોલી, સાહેબ , સામે બેઠો છે….ચા ની લારી પાસે….
આટલું બધું થઈ ગયું અને એનું ક્યાંય ધ્યાન જ નથી…, સમય ગુસ્સા માં બોલ્યો…વિધિ સાથ પુરાવતા.., તમે આ શાકભાજી વેંહચી અને પૈસા કમાવ છો એને એ..ત્યાં એમ જ બેઠા છે…
સમય બોલ્યો, હમણાં સમજાવી આવું એમને તો હું….
ત્યાં એ સ્ત્રી ઉભી થઇ ગઇ , અને બોલી…
સાહેબ..અત્યારે એમને કાંઈ ન કહેજો..એ આમ પણ અંદર થી પોતાની જાત ને ધિક્કારે છે…
વિધિ પણ ઉભી થતા બોલી
એ સ્ત્રી બોલી, એક અઠવાડિયા પેહલા એમની માઁ.. એટલે કે મારી સાસુ નું સ્વર્ગવાસ થયું…
સમય બોલ્યો..,તો તમે અહીંયા આ…
એ સ્ત્રી સમય ન બધા પ્રશ્નો સમજી ગઈ અને બોલી, થોડા વર્ષો પહેલા જવાની ના જોશ માં ઘરડા માં બાપ ને એકલા છોડી અમારી જિંદગી જીવવા નીકળી પડ્યા.., ઘર છોડવા નું કારણ સાવ નજીવું..,વિચારો માં ફરક અને વડીલો ની દુઃખ પહોંચાડતી વાણી.., દીકરા થી સહન ન થઈ ….અને શ્રવણ મા બાપ ને છોડી નીકળી પડ્યો….
એની મા નો જીવ દીકરા માં અટકતો… દીકરો દૂર થતો ગયો..મા ની જીવ નીકળતો ગયો…જીવતે જીવતા માજી ની જિંદગી માં અંધારું છવાતું ગયું…,
દિકરા નો ગુસ્સો શાંત તો પડ્યો, ત્યાં માજી ની મૃત્યુ ના સમાચાર આવ્યા…દીકરો ઘરે પહોંચ્યો, બાપ એ એની મા નું મોઢુ પણ ન જોવા દીધું….
હવે અંદર અંદર…પોતા ને કોશે છે..પસ્તાય છે….ધીરે ધીરે એ દુઃખ પણ ઓછું થઈ જશે…
એ કમાઈ છે, અમારા માટે….પણ આ પરિસ્થિતિ માં એનું કામ કરવા નું મને બરાબર ન લાગ્યું..અને કમાણી ની જરૂર હતી. … મારો પણ દીકરો છે…એને જીવન માં જરૂરિયાત વાળી વસ્તુઓ પુરી પાડીએ, તો શાયદ મોટા થયા બાદ એ વાત ધ્યાન માં રાખી અમને એકલા છોડી ને ન જતો રહે…..
એ અજાણી સ્ત્રી ની વાતો સાંભળી,સમય ની આંખો ભરાઈ આવી ….
એને એનું પર્સ ખોલ્યું , એ સ્ત્રી ને થયેલ નુકશાન ના ડબલ પૈસા આપ્યા.., અને બોલ્યો, તમારા દીકરા ને સારી પરવરીશ આપજો, અને પૈસા ની જરૂર પડે મને ફોન કરી દેજો…આ મારા નંબર છે…સમય એ પોતા નું કાર્ડ આપ્યું…
વિધિ એ સ્ત્રી ના ખભે હાથ રાખ્યો…, અને પછી સમય ને વિધિ ચાલતા થઈ ગયા .., ત્યાં જ એ સ્ત્રી ફરી બોલી, સાહેબ બધા દીકરા તો મારા પતિ જેવા ન હોય ને…?
સમય ની આંખો ની અંદર રહેલા એ પાણી બહાર વહેવા લાગ્યું…વિધિ એ એના આંશુ લૂછયા…
સમય એ સ્ત્રી ને જવાબ આપતા બોલ્યો,ના બધા દીકરા એવા ના હોય , અને જે હોય એમને તમારા જેવી મા ની મમતા સાથે ની શિખામણ ની જરૂર હોય….
આટલું કહી સમય ગાડી માં બેસી ગયો, વિધિ પણ ત્યાં બેઠી…..
સમય એ ગાડી સ્ટાર્ટ ન કરી, એ વિચારતો હતો, ત્યાં જ વિધિ બોલી…
ચોવીસ વર્ષ થી એની મા નો થઈ રહેતો એ છોકરો પ્રેમ માં પડી..અને એનો પ્રેમ અને સમય બંને બીજી કોઈ સાથે વેંહચે એ કોઈ પણ મા ને આંખ માં ખટકે, એ મા ને જેને કોઈ છોકરી ન હોય ઘર માં વહુ આવે અને ઘર કામ ન આવડે તો સગી મા ની જેમ એ વહુ ને ફટકો લગાડી જ દે , લગ્ન એટલે એક છોકરી એ છોકરા અને એમના પરિવાર ની સાથે રહેવા નું વચન..,
ઘર વાળાઓ અને પતિ નું ધ્યાન રાખી એમને બે ટાઈમ નું જમવા નું આપી શકું એટલું એ લોકો ઈચ્છે છે…
આ બધા માટે હું સક્ષમ નથી , હું માનું છું…પણ આપણે એમને ધીરે ધીરે સમજાવી પણ શકીએ છીએ ને….
અને હા તું ભૂલતો ન હોય તો, અઠવાડિયા દસ દિવસ પહેલા આપણે નાના છોકરાઓ ની જેમ ખૂબ ઝઘડ્યા હતા, અને મેં તને કીધું હતું કે હું તને મૂકી ને ચાલ્યી જઈશ… એ વાતો આપણે નાદાની વાળા ઝઘડા માં ભૂલી જઈએ,શાયદ એ મા એ સાંભળી લીધી હશે, અને એટલે જ એમને વિચાર્યું હશે, જો છોકરા કરી લઈએ આપણે તો આ ઝઘડા બંધ થઈ જાય….
આપણી નાની નાની વાતો નું ધ્યાન રાખી એ લોકો આપણું સારું જ ઈચ્છે છે… બસ કોઈક વખત એમની રીત અને કોઈક વખત એમની ભાષા ખોટી હોય,પણ ઈરાદો ક્યારેય ખરાબ ન હોય…
સમય આટલું સાંભળી કાંઈ બોલ્યા વગર ગાડી સ્ટાર્ટ કરી …અને આગળ જઇ ટર્ન મારી લીધો , વિધિ થોડી હસી….
સમય એ ગાડી સીધી એના ઘર પાસે રોકી…દોડતો અંદર ગયો…અંદર જોયું મા સોફા પર બેસી રડતી હતી અને પાપા એમને શાંત કરાવતા હતા…
સમય એની મા પાસે દોડતો પહોંચ્યો…અને એમના પગ પાસે જઈ બેસી ગયો…અને બોલ્યો
“બા મને માફ કરી દે…”
(સમય નાનો હતો ત્યારે એની મા ને બા કહેતો ,પણ પછી આ શહેરી પણા ને વળગી બા નું મા કરી નાખ્યું )
મા એને ગળે વળગી પડી અને બોલી,.. ના બેટા ..મને પણ માફ કરી દે….
વિધિ થોડી દૂર ઊભા ઊભા બધું જોતી હતી….
મા દીકરા ના મિલન બાદ સમય એ એના પાપા પાસે પણ માફી માંગી…
ત્યાં જ બા એ વિધિ ને પોતાના પાસે બોલાવી…અને ગળે મળ્યા….અને બોલ્યા, સોરી બેટા…. હું સ્વાર્થી બની ગઈ હતી….તારું પણ જીવન છે… તારે જે કરવું હોય એ કર..તું પરિવાર નું ધ્યાન રાખીશ એ મને ખાતરી છે…. કેવી રીતે એ તારો નિર્ણય હોવો જોઈએ..મેં એમાં તને રોકટોક કરી…એ ભૂલ છે મારી….માફ કરી દે મને…..
ત્યાં સમય બોલ્યો, ચાલો હવે બધા રડવા નું બંધ કરો…અને હા વિધિ આજ પછી ક્યારેય મા ને મા નથી કેહવા નું…
વિધિ અને બધા આશ્ચર્ય માં..બોલ્યા.., મતલબ…?
સમય , અરે એ તો બા છે મારા…..એટલે એમને બા કહી સંબોધવા નું…
અને બા આ વિધિ ક્યારેય તને બા ની જગ્યા એ મા કહે તો મને કહેજે…કાન મરોડીશ હું એનો..
બા એ સમય નો કાન મારડ્યો અને બોલ્યા , કેમ આવી જ રીતે ને..?