ઉતરાયણના દિવસે અબોલા પક્ષીનો જીવ બચાવવાનું પુણ્ય કામ કરવા આ હેલ્પલાઇન નંબર પર ફોન અચૂક કરજો

ઉતરાયણના દિવસે અબોલા પક્ષીનો જીવ બચાવવાનું પુણ્ય કામ કરવા આ હેલ્પલાઇન નંબર પર ફોન અચૂક કરજો

12th January 2019 0 By admin

ઉતરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે એક તરફ થી પોલીસે ચાઈનીસ દોરી અને તુકલ્લો અંગે ચેકિંગ શરૂ કર્યા છે. તો બીજી બાજુ રાજકોટ કલેકટર તંત્ર અને જીવદયા પ્રેમીઓ દ્વારા આગામી તારીખ 10 થી કરુણા અભિયાન શરૂ કરવામાં આવશે.

ઉત્તરાયણનાં  દિવસે લોકો એક બીજાનાં પતંગો કાપી ચીચયારી બોલાવતા હોય છે. તો સાથો સાથ યુવાધન એક બીજાનાં  પતંગ કાપવા માટે શક્ય તેટલી મજબુત દોરી બનાવડાવતા હોય છે. જ્યારે  યુવાનો દોરામાં  માંજો પાવા સમયે બોટલીક કાચનો ભુક્કો કરી તે પણ તેમા નાખતા હોય   છે. પંરતુ કેટલાંક લોકો ભુલી જતા હોય છે કે આપણી મજા કોઈક અબોલ જીવ માટે સજા બની જતી હોય છે. ત્યારે આગામી તારીખ 10નાં  રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં  હસ્તે કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં  આવશે.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં ડો. વિક્રાંત પાંડે દ્વારા જણાવવામાં  આવ્યુ હતુ કે ગત વર્ષે કરૂણા અભિયાન અંતર્ગત 593 જેટલા ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં  આવી હતી. તારીખ 10 થી શરૂ થનાર કરૂણા અભિયાન તારીખ 20 જાન્યુઆરી સુધી શરૂ રહેશે. તો સાથો સાથ રાજકોટ શહેર અને જિલ્લામાં  કલેકટર તંત્ર દ્વારા ચાઈનીસ દોરી અને તુકલ્લ અંગે સઘન તપાસ પણ હાથ ધરવામાં  આવશે.