માલિકની મરજી:

માલિકની મરજી:

22nd December 2017 0 By admin

એક બહુમાળી ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું.લગભગ ૧૦ માળ જેટલું કામ પૂરું થયું હતું. એક વાર સવારના સમયે કન્સ્ટ્રકશન કંપનીનો માલિક ઈમારતની. મુલાકાતે આવ્યો. એ ૧૦માં માલની છત પર આંટા મારી રહ્યા હતા.ત્યાંથી નીચે જોયું તો એક મજુર કામ કરી રહ્યો હતો.મલિકને મજુર સાથે વાત કરવાની ઈચ્છા થઇ. માલિકે ઉપરથી બુમ પડી પણ મજુર કામ માં વ્યસ્ત હતો અને આજુબાજુ થતા અવાજને લીધે તેને માલિકનો અવાજ સંભળાયો નહિ.થોડીવાર પછી મજુરનું ધ્યા પોતાના તરફ ખેંચવા માટે માલિકે ૧૦ રૂપિયાનો સિક્કો નાખ્યો. આ સિક્કો મજુર કામ કરતો હતો ત્યાજ પડ્યો. મજૂરે તો સિક્કો ઉઠાવીને ખિસ્સામાં મુક્યો એ કામે વળગી ગયો.

માલિકે હવે ૧૦૦ ની નોટ નીચે ફેકી.નોટ ઉડતી ઉડતી મજૂરથી થોડી દુર પડી.મજુરના નજરમાં આ ઓટ આવી એટલે લઈને ફરીથી ખિસ્સામાં મૂકી દીધી અને કામ કરવા લાગ્યો. માલિકે હવે ૫૦૦ ની નોટ ફેકી ફરી તેજ રીતે નોટ ખિસ્સામાં નાખીને કામ કરવા લાગ્યો. માલિકે હવે હાથમાં પથ્થર લીધો અને મજુર માથે ફેક્યો એટલે મજૂરે પોતાના માલિકને ઉપર જોતા તેની સાથે વાત ચાલુ કરી.

આપણે પણ આ મજુર જેવા જ છીએ.ભગવાનને આપની સાથે વાત કરવાની ઈચ્છા હોય છે એ આપણને સાદ પાડીને બોલાવે છે. પણ આપણે કામમાં એટલા વ્યસ્ત છીએ કે પ્રભુનો અવાજ આપણને સંભળાતો જ નથી પછી એ નાની ખુશી આપવનું શરુ કરે છે પણ આપણે તેને ખિસ્સામાં મૂકી દઈએ છીએ. ખુશી આપનારાઓનો વિચારજ નથી આવતો .છેવટે ભગવાન દુખ રૂપી પથ્થરને આપણી ઉપર ફેકે છે અને તરત જ ઉપર ઉભેલા માલિક સામે જોઈએ છીએ

શૈલેષભાઈ સગપરિયાની કેટલીક અમુલ્ય વાતો

શૈલેભાઈ સગપરીયા એ ખુબ સરસ રીતે સમજાવ્યું છે આશ્ચર્ય થી આંધળી બનેલી આંખો જોવા છતાં કઈ જોતી નથી. આવી આંખોને નિર્મલ બનાવવા માટે ગરીબાઈ પરમ ઔસધિ છે.

મિત્રો અમારી આ પોસ્ટ તમને પસંદ આવે તો વધુમાં વધુ share કરજો.અને તમારા વિચારો કમેન્ટમાં લખજો