28th February 2021
Breaking News

બે ખોટા માણસો ભેગા કરો તો પરિણામ શું આવે ? વાંચીને મિત્રો સાથે શેર કરો

ડોક્ટરો , વકીલો અને શિક્ષણ – સંચાલકો ત્રણમાંથી કોણ આપણને વધારે લૂંટે છે ? – ધીરજ એમ . પટેલ , મહેસાણા આમાંના એક પાસે જાઓ પછી બાકીનાઓ તમને લૂંટી શકે , એટલો માલ આપણી પાસે બચ્યો ન હોય ! મંદિરોમાં હદ ઉપરાંતની ભીડ હોય છે . ઓછી કરવાનો કોઇ ઉપાય ? – સૌરભ બ્રીજલાલ શર્મા , અમદાવાદ – બાજુમાં લેડીઝ – હોસ્ટેલ શરૂ કરાવો . મારી ગર્લફ્રેન્ડ મને મૂર્ખ સમજે છે . શું કરવું – ચૈતન્ય શિવપ્રસાદ ત્રિવેદી , રાજકોટ – મોઢું ખોલીને એને સાચી પાડો . તમારા કમ્યુટરનો પાસવર્ડ શું છે ? – ફોરમ ચેતન શાહ , સુરત – incorrect . મને મારી પત્ની જગતની સૌથી વધુ તોછડી લાગે છે . – જગન્નાથ મનમોહન શાહ , વડોદરા – મમતા બેનર્જીથી વધારે તો નહીં હોય ને ? તમારું મગજ ઘણું પાવરફુલ લાગે છે , કોઇ સાબિતી ? – કલ્પેશ રમણલાલ સોની , વડોદરા – પહેલાં હું બ્રેઇન – ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો હતો પણ પછી મન બદલી નાખ્યું .

મારા એક હાથમાં છ બટાકા છે અને બીજા હાથમાં ચાર દૂધી . . . તો એને શું કહેવાય ? કૌશિક ભાનુભાઇ પટેલ , અમદાવાદ ચઢી લાગે છે . લોકો મને ઘણો બુદ્ધિશાળી કહે છે . સમજવું – વિશાલ કેતનભાઇ ઝાલા વડોદરા બુદ્ધિ અન્ડરગ્નારમેન્ટ્સ જેવી છે . હોવી જોઇએ . બતાય – બતાય કરવાની ન…… હોય ! આજકાલની લગભગ બધી સિરિયલોમાં બધાં ….પાત્રોનાં મિનિમમ બબ્બે લગ્નો કેમ થાય છે ? સ્તુતિ પ્રયાગ શાહ મુંબઇ હા , પણ એમાંના એકેય ઘરે પારણું બંધાતું જોયું ? રોજ રાત્રે શાંતિથી આપણી ગાડી ઉપર સૂઇ રહેતાં કૂતરાંઓને હટાવવા નો શું કોઇ ઉપાય નથી ? – કમલ પટેલ , અમદાવાદ જે દેશમાં સ્વચ્છતા કરતાં ધર્મ વધુ તગડો હોય , ત્યાં ખસીકરણનું નામ પણ ન લેવાય ! મારી પત્ની મારી સાથે વાત નથી કરતી , તો શું કરવું ? – કિશન પરમાર , જામનગર તમે જગતના સૌથી તાકાતવર ગોરધન . ગાળો વાસ્તવ કરતાં મનમાં વધુ બોલાતી હોય છે . . . – જિતેન્દ્ર કેલા , મોરબી ઊભરો કાઢી નાખો તમે ત્યારે .

મોટા ઘરની સ્ત્રીઓને કુતરાં પાળવાનો શોખ કેમ હોય છે ? – સૌમિલ જી . દવે , રાજકોટ ડાયનાસોર્સ હવે મળતા નથી . તમારે પણ બીજાઓની જેમ મગજ બેહશે નેજતીન સુરેશચંદ્ર શાહ , અમદાવાદ બહારથી ખબર ન પડે . મારો દીકરો કમ્યુટર અને મોબાઇલ પાછળ વધુ પડતો પાગલ છે . શું કરવું જયકર બી . શાસ્ત્રી , વડોદરા – એને કહો , ‘ મગજ ’ નામની પણ એક ‘ એપ ’ છે . વાપરી જુએ . , ગુજરાતની ઘનઘોર ટ્રાફિક – અવ્યવસ્થાને પહોંચી વળવા શું કરવું ? – કે . જી . સાધુવાલા સુરત એના ડ્રાઇવિંગ ટેસ્ટ વખતે એને ફાયરબ્રિગેડનો બંબો ચલાવવા આપો . મને સવાર , બપોર ને સાંજે ભૂખ બહુ લાગે છે . . . – નીતિન શંકરલાલ પટેલ , મોરબી રાત્રે ય ફ્રીઝમાં લાઇટ – બલ્બ ચાલુ જ હોય છે .

મોટાભાગના શોપિંગ – મોલ્સ બંધ થવા કેમ માંડ્યા ? શ્વેતાંગ રાજ્યગુરુ , સુરત ઘણા તો એમાં શોપિંગ કરવા ય જતા હતા ! નોકરીમાંથી રિટાયર કઇ ઉંમરે થવું જોઇએ ? – હરિહર એમ . પટેલ , નડિયાદ એ લોકો ઉંમર જુએ , આપણે પગાર જોવા નો તમારા લેખોમાં તમારી વાઇફની ફિલમ કેમ ઉતારો છો ? – માધવી ચારુદત્ત ઓઝા , રાજકોટ બીજો કોઇ તો આવી છૂટ ન આપે ને અમારું ફ્રેન્ડસર્કલ મોટું છે . ભાભીઓને …ખુશ રાખવાનો કોઇ ઉપાય ? – ગૌરાંગ આર . જાની , ….વડોદરા એમની બર્થડેટ્સ યાદ રાખો , પણ ઉંમર ન પૂછો . આપણી ઉંમરના બધા આપણાથી નાના હોય છે . બધી સ્કૂલોમાં પ્રાર્થ ના ફરજિયાત કેમ હોય છે ? મોહનભાઇ જે રાજા જામનગર કારણ કે બધી સ્કૂલોમાં પરીક્ષાઓ ફરજિયાત હોય છે . હું તમારા ગુજરાતમાં આવી શક્તો નથી . દારૂબંધી મને પોસાય નહીં ! – પુરુષોત્તમ ધામણકર મુંબઇ હા , પણ તમે ન પીતા . લેતા તો અવાય ને ?

ઉંમર ક્યારે થઇ કહેવાય ? – અબ્દુલભાઈ મામદભાઇ સૈયદ , રાજકોટ જ્યારે તમે શું ભૂલી ગયા છો , એ યાદ આવતું હોય ! હું કહ્યું , હું પણ સારો હાસ્યલેખક થઇશ ત્યારે લોકો મને હસી કાઢતા હતા જોક કહ્યા પછી કોઈ હસતું નથી પ્રબળ મુકેશચંદ્ર પરીખ , જામનગર – મારે તો આજે ય એવું થાય છે . પરફેક્ટ હસબન્ડ કોને કહેવાય ? – – કમલેશ પ્રદ્યોત રાવળ , જૂનાગઢ – મને . અમે મોલમાં ગયાં ત્યારે વાઇફ ઇટાલિયન સોફા લેવા માગતી હતી . મારે નહોતો લેવો પછી લીધો . મારી પત્નીની પસંદગીઓ મને દીઠે ગમતી નથી . – બી . એમ . વ્યાસ , નાલાસોપારા અરીસો ચેક કરી જુઓ . હસબન્ડને બીવડાવવા નો કોઈ ઉપાય – ગાયત્રી રાજેશ ત્રિપાઠી , રાજકોટ – ‘ તમને યાદ છે , આજે કયો દિવસ છે ’ એવું પૂછી લેવાનું . કોઇ એવી દવા ખરી કે ભૂખ બહુ લાગે ? – ઉત્સવ સી . રાઠોડ , ગરબાડા – દાહોદ – બહુ ઘરે જમવાનું નહીં રાખવાનું .

બહુ બહુ તો એ બંને પતિ – પત્ની બને ! પ્રશ્નકર્તા મને અમારી ખુબસુરત પાડોશણ ખૂબ ગમી ગઇ છે , પણ એને કહી શક્તો નથી . કોઈ ઉપાય બતાવો , મારે શું કરવું ? – ચિરાગ કાકુભાઈ દેસાઈ , રાજકોટ – તમારાં વાઈફની લો . : મોદીસાહેબ ગૂફા માંથી બહાર આવ્યા ત્યારે કયો વિચાર કરતા હશે ? – શૈલેષ શુકલ , કડી – રાહુલ આણી કંપની બાકીની જિંદગી આ ગુફા માં ગાળવા માગે છે , ‘ માંગો એ ભાડાંથી ’ તો આપવી કે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *