હું બંધાયો છું મારી માન્યતાઓના બંધનમાં

હું બંધાયો છું મારી માન્યતાઓના બંધનમાં

10th February 2018 0 By admin

એક ખૂબ મોટા શહેરમાં એક હાથી લાવવામાં આવ્યો હતો. માત્ર ચિત્રોમાં અને ફિલ્મોમાં જ હાથી જોવા ટેવાયેલા મહાનગરના માણસો આ હાથીને પ્રત્યેક્ષ જોવા માટે પણ આવતા હતા. હાથી જોવા માટે આવી રહેલા લોકો પૈકી એક વ્યક્તિનું ધ્યાન ગયું કે હાથીને પગથી બાંધવામાં આવ્યો હતો અને અ પણ સાવ નાના અને પાતળા દોરડા દ્વારા.
આ જોઇને પેલા ભાઈ તો આશ્ચર્યમાં પડી ગયા કે આવા વિશાળકાય અને મહાબળવાન પ્રાણીને આવા સાવ સામાન્ય દોરડાથી કેમ બાંધવામાં આવ્યું છે. જો હાથી ઈચ્છે તો માત્ર એક જ ઝાટકામાં આ બંધન તોડી આઝાદ થઇ શકે.
હાથીના મહાવતને એ ભાઈએ આ બધું પૂછ્યું, “તમે હાથીને સાવ પાતળા દોરડાથી બાંધેલો છે તો એ દોરડું તોડી ને ભાગી ન જાય ? એના માટે આ દોરડું તોડવું બહુ જ સામાન્ય છે!” મહાવતે કહ્યું, “આપનો પ્રશ્ન બિલકુલ વાજબી છે પણ આવું ક્યારેય ન થાય. કારણ કે હાથી જયારે નાનો હોય એટલે કે એ મદનિયું હોય ત્યારે એના પગ આ જ દોરડાથી બાંધેલા હોય. એ વખતે એ દોરડાને તોડવાના ખુબ પ્રયાસ કરે પરંતુ તેની ઉમંરને કારણે એ દોરડું તોડવામાં સફળ ન થાય. પછી તો એ મનમાં એવી ગાંઠ વાળી લે કે મારાથી આ દોરડું તૂટવાનું જ નથી અને એ દોરડાને તોડવાના પ્રયાસો છોડી દે છે. હાથીમાં દોરડું તોડવાની પૂરેપૂરી ક્ષમતા હોવા છતા ભૂતકાળની નિષ્ફળતાના કારણે એ પ્રયાસ જ કરતો નથી.”
આપણા બધાનું પણ આ હાથી જેવું જ છે. નાનીમાં નાની નિષ્ફળતાને કારણે એવા તારણ પર આવી જઈએ છીએ કે હવે હું આ બાબતમાં સફળ નહિ થઇ શકું. જયારે વાસ્તવિકતા એ હોય છે કે આપણામાં સફળ થવાની પૂરેપૂરી ક્ષમતા હોવા છતાં ભૂતકાળની નિષ્ફળતાને કારણે પ્રયાસો જ છોડી દઈએ છીએ.
एक: शत्रु र्न દ્વિतियोस्ति शत्रु: I
अज्ञानतुल्य: पुरुषस्य राजान् II
હે રાજન ! માણસનો માત્ર એક જ શત્રુ છે,
બીજો કોઈ નહી અને એ છે અજ્ઞાન.
લેખક : શૈલેશભાઈ સગપરીયા
સોર્સ: સંકલ્પનું સુકાન

વલ્લભભાઈએ પોતાના અભ્યાસ પૂર્ણ કર્યો અને પ્લીડર બન્યા ત્યારે એમના મોટાભાઈ બોરસદમાં ડીસ્ટ્રીકટ પ્લીડર તરીકે કામ કરતા હતા. મોટાભાઈ વિઠ્ઠલભાઈની સાથે કામ કરવાના બદલે વતનથી દુર ગોધરામાં પોતાની પ્રેક્ટીસ શરુ કરી.પત્ની ઝવેરબાને સાથે લઈને ગોધરા રહેવા માટે આવી ગયા અને અહિયાં જ વકીલાત શરુ કરી દીધી. કોઈ જાતની વિશેષ સુવિધા ન હતી. માંડ માંડ થોડી ઘણી વસ્તુઓ ભેગી કરીને કામના શ્રી ગણેશ કર્યા.

આ અરસામાં ગોધરા પ્લેગ ફાટી નીકળ્યો. વલ્લભભાઈના એક મિત્ર રામજીભાઈને પ્લેગ લાગુ પડ્યો. પ્લેગ ચેપી રોગ હોવાથી પરિવારના સભ્યો સેવા કરવાના બદલે તેનાથી દુર રહેતા કારણકે દરેકને પોતાનો જીવ વાહલો હોય છે. પોતાના મિત્રની સારવાર કરવાની જવાબદારી વલ્લભાઇ એ સાંભળી., પ્લેગગ્રસ્ત મિત્રનું બધુજ કામ કરે. પોતાના કામ માંથી નવરા થાય એટલે તરત જ આ મિત્ર પાસે દોડી જાય જાય અને બધુજ કામ કરે. જયારે સગાવ્હાલા દુર રહેતા હતા ત્યારે વલ્લભભાઈ પોતાના મિત્ર માટે ખડેપગે રહેતા.

સારવારમાં પુરતું ધ્યાન આપવા છતાં મિત્ર બચી ન શક્યા. મિત્રની વિદાયનું દુખ હતું. હજી તો સ્મશાન યાત્રા પૂરી કરીને આવ્યા અને વલ્લભભાઈ પણ બીમાર પડ્યા. લોકોને એમ કે મિત્રના વિયોગની અસર છે પણ તપાસ કરાવતા ખબર પડી કે વલ્લભભાઈને પણ પ્લેગ લાગુ પડ્યો છે..મિત્રની સારવાર દરમિયાન લાગેલા ચેપથી વલ્લભભાઈ પણ ખાટલામાં પટકાયા. પોતાને થયેલ પ્લેગની અસર પત્ની ઝવેરબાને ન થાય એટલા માટે તેમને વતન મૂકી આવવાની વાત કરી ઝવેરબા બહુ સંસ્કારી કુળના દીકરી હતા તેઓ બીમાર પતિને મૂકી જવા રાજી ન હતા પરંતુ વલ્લભભાઈ સરમુખત્યારની જેમ વતન મૂકી આવ્યા અને પોતે એકાંતવાસમાં જતા રહ્યા. સાજા થઇ ગયા પછી જ પત્ની ઝવેરબાને વતનમાંથી બોલાવ્યા.

પોતાનો મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે એનો ત્યાગ કરવાના બદલે જીવના જોખમે પણ જે મિત્રની સાથે અડીખમ ઉભો રહે છે.જયારે દુનિયાના બીજા લોકો કોઈ માણસથીદુર જતા રહે ત્યારે એને પરિવારની ખુબ જરૂર હોય છે અને પરિવાર પણ જતો રહે તો જીવનનો એક માત્ર આધાર બાકી રહે એ છે મિત્ર….

#પોતાનો મિત્ર #મુશ્કેલીમાં હોય ત્યારે એનો #ત્યાગ કરવાના બદલે જીવના જોખમે પણ જે #મિત્રની સાથે #અડીખમ ઉભો રહે છે.