30th November 2020
Breaking News

શુ તમને ખબર છે મેંદો કેવી રીતે બને છે? મેંદો બનાવવાની રીત અને નુકસાન વીશે જાણો

મેંદો શું છે ? ગુજરાતી ગૃહિણી મેંદાને હાઇટ ફ્લોર , રિફાઇન્ડ ફ્લોર , ઓલ પર્પઝ ફ્લોર , પેસ્ટ્રી ફ્લોર તરીકે ઓળખવામાં આવે છે . ઘઉંનું પ્રોસેસિંગ થાય ત્યારે એમાંથી ફાઇબર , અસ્તર , વિટામિન્સ , ફોસ્ફરસ તથા મેન્ગનીઝ નીકળી જતાં જે વેસ્ટ અથવા કચરો વધે છે એ છે મેંદો .

મેંદો બનાવવાની દેશી રીત શું હતી ? ગુજરાતી ગૃહિણી મેંદો તો આપણા બાપ – દાદાના જમાનાથી વપરાતો આવ્યો છે , પરંતુ એનું પ્રોસેસિંગ અત્યારની જેમ થતું નહીં . એને સફેદ બનાવવા માટે ન તો બ્લીચિંગને લગતાં કેમિકલ્સ વપરાતાં કે ન તો એનું ટેક્સચર લાવવા માટે એલોક્સેન જેવા ખતરનાક કેમિકલનો ઉપયોગ થતો .

મેંદો બનાવવાની દેશી રીત શું હતી ? ગુજરાતી ગૃહિણી દિવાળી વખતે ઘેર – ઘેર મેંદો બનતો . એના માટે સફેદ ઘઉને ૪-૫ કલાક પલાળવામાં આવતા . ત્યાર બાદ એને કોરા કરીને એનો બારીક લોટ દળવામાં કે દળાવવામાં આવતો . આ લોટને મલમલના કપડા વડે ચાળીને એનો ઉપયોગ દહીંથરા , સુંવાળી , ફરસી પૂરી , ઘૂઘરા , ઘારી કે જલેબી બનાવવા થતો . બેશક , આમાં ન્યુટ્રિશન ઓછું થાય ખરું , પરંતુ કેમિકલ્સની આડઅસરથી બચી શકાય .

આજે મેંદો કઇ રીતે બને છે ? ગુજરાતી ગૃહિણી મેંદો બને છે તો ઘઉંનું પ્રોસેસિંગ કરીને જ , પણ તેની કેમિકલ પ્રોસેસ આપણા શરીર માટે નુકસાનકારક છે . ઘઉંમાંથી બનેલા મેંદાનો અસલ કલર જરા પીળાશ પડતો હોય છે . આ પીળાશને દૂર કરીને સફેદ બનાવવા એને બ્લીચ કરાય છે . આવો સુંદર સફેદ કલર બેન્ઝોઇલ પેરોક્સાઇડ નામના કેમિકલને આભારી છે . વળી મેંદાને સુંવાળું ટેક્સચર આપવા એક અન્ય કેમિકલ એલોક્સેનનો ઉપયોગ કરાય છે .

મેંદાના લોટથી થતું નુકસાન ગુજરાતી ગૃહિણી મેંદો ખૂબ ચીકણો અને સૂધ હોય છે . જેમાં ડાઇટ્રી ફાઇબર ન હોવાના કારણે અપાચનની સમસ્યા વધી જાય છે . તેમજ તેને કારણે મેંદો આંતરડામાં ચોંટી જાય છે અને ઘણી બીમારીઓનો કારક બને છે . તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પણ રહે છે .

મેંદાના લોટથી થતું નુકસાન ગુજરાતી ગૃહિણી મેંદાથી બનાવેલી વસ્તુ ખાવાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે અને લૂકોઝ જમા થવા લાગે છે જેથી હૃદય રોગનો ખતરો વધી જાય છે .

મેંદાના લોટથી થતું નુકસાન ગુજરાતી ગૃહિણી મેંદોમાં સ્ટાર્ટનું પ્રમાણ વધુ હોવાના કારણે વજન વધવા લાગે છે . જેનું વધુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડમાં ટ્રાઇગ્લીસરાઇડનું સ્તર વધે છે . તેમાં ખૂબ વધુ હાઇ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ આવેલ હોય છે જે સુગર લેવલ જલદી વધારે છે . ડાયાબિટીસના દર્દીએ મેંદાનું સર્વન કરવાથી દૂર રહેવું જોઇએ .

મેંદાના લોટથી થતું નુકસાન ગુજરાતી ગૃહિણી મેંદાનું સેવન કરતા રહેવાથી ઇમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે . જેથી બીમારીઓનો ખતરો વધવા લાગે છે . તંદુરસ્ત રહેવા માટે મેંદાના લોટનું સેવન ઓછું કરવું જોઇએ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *