હું અર્જનનો રથ ચલાવીશ, પણ હાથમાં હથિયાર નહીં લઉં..

હું અર્જનનો રથ ચલાવીશ, પણ હાથમાં હથિયાર નહીં લઉં..

29th October 2017 0 By admin

મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી:”હું અર્જનનો રથ ચલાવીશ, પણ હાથમાં હથિયાર નહીં લઉં.. અર્જુનનું માર્ગદર્શન કરીશ” આ પ્રતિજ્ઞાની જાણ ભિષ્મ પિતામહને થઇ ત્યારે તેમણે સામી પ્રતિજ્ઞા કરી કે “કુરુક્ષેત્રનાં મેદાનમાં શ્રી કૃષ્ણનાં હાથમાં હથિયાર ન લેવડાવું તો હું ગંગાનો પુત્ર ભિષ્મ નહીં” કુરુક્ષેત્રનાં મેદાનમાં આ બન્ને પ્રતિજ્ઞા સામસામે ટકરાણી. કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવવાં ભિષ્મએ અર્જુન ઉપર એવો તે બાણનો મારો ચલાવ્યો. કે. જો ભગવાન માત્ર રથ જ હાકે રાખે અને બચાવ માટે બીજું કાઇ ન કરે તો અર્જન આ અવનીપટ પર જીવતો ન રહી શકે. ભગવાને સમયચૂચકતા વાપરી રથનું ચક્ર હાથમાં લઇને ભીષ્મ સામે દોડ્યાં. એટલે. ભિષ્મએ હથિયાર હેઠા મૂકી દીધાં. અને હસવાં લાગ્યાં બસ ગોપાલ મારે હવે લડાઇ નથી કરવી. મારેતો તમારી પ્રતિજ્ઞા તોડાવવી. હતી. ત્યારે કૃષ્ણ કહે છે. કે મારી પ્રતિજ્ઞા તોડાવવાની કોનામાં તાકાત છે. ? આતો હું મારી પ્રતિજ્ઞા ન તોડું તો મારા સંત-મારા ભક્ત ભિષ્મની પ્રતિજ્ઞાતૂટે એ મને ન ગમે, માટે સંતપ્રતિજ્ઞાનું રક્ષણ કરવાં માટે આજે મે મારી પ્રતિજ્ઞાનું બલિદાન આપ્યું છે.!! ”

ખરેખર ભગવાન એટલો દયાંળું છે,કે પોતાની આબારું જતી કરે પણ ભક્તની આબરુ ન જાવા દે. !!
સંત
શ્રી રામકૃષ્ણ પરમહંસની આધ્યાત્મિક ખ્યાતી સાંભળીને એક જર્મન માણસ તેમને મળવાં આવ્યો. પણ આવીને જોયું તો રામકૃષ્ણ પરમહંસ ને ધૂળમાં બેઠેલાં જોઇને એને શંકા થઇ કે આ માણસ મને શું માર્ગદર્શન આપશે? ગંદકીમાં બેઠેલો માણસ, બીજાને શું શુદ્ધ કરી શકશે?

પરમહંસજી એનાં મનની શંકા અને ગડમથલ પામી ગયાં. એટલે વગર પૂછ્યે જ કહ્યું કે, ભાઇ, સાવરણી પોતે તો મેલી જ લાગે, પણ તે જયાં જયાં ફરે ત્યાં ગંદકીને સાફ કરી દે, એમ સંતો પણ દેખાવમાં તમને ભલે ગંદા લાગે પણ જયાં જયાં તેમનાં પાવન પગલા પડે ત્યાં ત્યાં અજ્ઞાનતારુપી કચરો આપો આપ વળાતો જાય છે. ! સંતો અમુક દુર્ગુણો તો જાણી જોઇને રાખે છે. નહિતો આ સ્વાર્થી સમાજ એને જીવવા ન દે. !! એ જર્મન માણસે પરમહંસ પ્રત્યે ભારોભાર શ્રદ્ધા અને વિશ્વાસ સાથે વિદાય લીધી. !!