મિહિર પટેલની સકસેસ સ્ટોરી

મિહિર પટેલની સકસેસ સ્ટોરી

25th December 2017 0 By admin

મિહિર પટેલની જીવનમાં ફક્ત એક જ મહત્વની આશા હતી; તેને ભારતીય વહીવટી સેવામાં જવું છે અને છેલ્લે 24 વર્ષની ઉંમરે ૨૦૧૪ માં સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી ઓલ ઈન્ડિયામાં ૨૭માં રેન્ક સાથે સફળતા પ્રાપ્ત કરી છે.

મિહિર પટેલે કહ્યું હતું કે, “આ સફળતા અત્યાર સુધી સહેલી નહોતી પણ મને સફળતાની ખાતરી હતી હું પણ બે વખત નિષ્ફળ ગયો છું, તેથી હું નિષ્ફળતાના પીડાને અનુભવી શકું છું. પરંતુ નિષ્ફળતા એ તમારી પરીક્ષાને નિષ્ફળ નથી બનાવતી, પરંતુ તે તમને નિષ્ફળતા થયા પછી સફળ થતા શીખવે છે, તેથી, જાગો અને સખત પ્રયાસ કરો, વધુ કામ કરો, વધુ આશીર્વાદો મેળવો અને તમારા સ્વપ્નને હાંસલ કરો”.

મિહિર પટેલનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો હતો. મિહિર પટેલ હંમેશા ટોપ વિદ્યાર્થી તરીકે રહ્યા છે. ધોરણ 12માંની પરીક્ષામાં રાજ્યમાં ટોપ ૧૦ વિદ્યાર્થીઓમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો છે મિહિર પટેલ દ્વારા 2011 માં નિરમા યુનિવર્સિટી, અમદાવાદમાં કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક થયા અને 73% ગુણ મેળવ્યા હતા. તેમના ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ, તેઓ જુલાઈની મધ્યમાં દિલ્હીમાં ત્રણ મહિના સુધી philosophyનું કોચિંગ લેવા ગયા, પછી તેઓ પાછા આવ્યા અને હૈદરાબાદમાં રહ્યા.

તેમનું એન્જીનીયરીંગ પૂરું થતા જ તેમણે મલ્ટી નેશનલ કંપનીમાં વિશાળ પેકેજ સાથે નોકરીની ઓફર આવતી હતી , પરંતુ તેમણે સિવિલ સર્વિસીસ માટે આ તમામ વ્યક્તિગત લાભો છોડવાનો અને દેશ અને સમાજની સેવા આપવાનું નક્કી કર્યું. તેમણે 2011 માં યુપીએસસી પરીક્ષા માટે તૈયારી કરવાનું શરૂ કર્યું.

મિહિર પટેલ 2012, 2013, 2014 માં ત્પરીક્ષાના ત્રણ પ્રયાસો આપ્યા હતા . તેના બંને અગાઉના પ્રયાસોમાં તેઓ ઈન્ટરવ્યું સુધી પહોચી શક્યા પરતું ત્રીજા પ્રયાસમાં તો મિહિર પટેલે UPSC crack કરી લીધી. ત્રીજા પ્રયાસે તેમણે સખત મહેનત કરી હતી.છેવટે મિહિર પટેલ ઓલ ઇન્ડિયામાં ૨૭ મો રેન્ક પ્રાપ્ત કર્યો અને IAS કેડર મળી.

મિહર પટેલ સિવિલ સર્વિસીસ પરીક્ષામાં બે વખત નિષ્ફળ ગયા હતા પરંતુ તેમણે ક્યારેય વિશ્વાસ ન ગુમાવ્યો અને તે નિષ્ફળતાના પરિણામના દિવસે પણ વાંચતા. સકારાત્મક વર્તણૂંક સાથે વાંચન કરવું જોઈએ ભલે સમય લાગે પરંતુ યુપીએસસી હંમેશા હાર્ડ વર્કની કદર કરે છે.

 

મિહર પટેલની UPSCના ઉમેદવારો માટે સલાહ:

  • તમે તમારા પર વિશ્વાસ રાખો, એક દિવસ તમે ચોક્કસ તમારા ધ્યેયએ હાંસલ કરી શકશો.
  • નિરંતરતા અને સાતત્ય એ આ પરીક્ષામાં સફળ થવા માટેની ચાવી છે.
  • જો કોઈ પ્રશ્ન વિષે જ્ઞાન  ન હોય તો રેન્ડમ વિકલ્પનો અંદાજ કરશો નહીં. ફક્ત તે પ્રશ્ન ખાલી છોડી દો
  • ઓછામાં ઓછા 2-૩ મોક પેપરની પ્રેક્ટીસ કરો.

 

 

 

આટલી નાની ઉમરમાં #UPSC પાસ કરનાર #મિહિર પટેલની સકસેસ સ્ટોરી અચૂક વાંચજો