
આપણા આદરણીય પ્રધાનમંત્રી(Prime Minister)સાહેબ વિજય સમારંભ માં બોલ્યા છે એ મેં અખબારો ના માધ્યમ થી વાંચ્યું કે આ વિજય ભારત નો વિજય છે . એ સારી વાત છે. એટલા માટે હું સૌથી પહેલાં સમગ્ર રાષ્ટ્રને વધાઇ આપવા માગું છું, કેમ કે ભારતની ભૂમિએ જાતિ-પાતિ, વર્ગ, વર્ણ, ધર્મ, ઊંચ – નીચ કે રાજકીય પાર્ટીઓ એ બધાના સાક્ષી બનીને . રાષ્ટ્રના આત્મા ને પૂછીને નિર્ણય લીધો છે . એટલા માટે પુન : એકવાર રાષ્ટ્ર ને વધાઇ આપું છું અને આ બહુ મોટો પ્રેમ નો . અભિષેક ભારતે જે વ્યક્તિ પર કર્યો છે એવા આપણા યશસ્વી
(Prime Minister )પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને તથા એમની સમગ્ર રાજપીઠને એક સાધુની વ્યાસપીઠ વધાઇ આપી રહી છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’ અને એ સાથે કહેવાયું, ‘સબકા વિશ્વાસ.’ અને મોદીસાહેબ, એક ચોથું સૂત્ર પણ ઉમેરી દો, ‘સબકા વિશ્રામ.’ સૌને આનંદ, પ્રસન્નતા અને શાંતિ પણ પ્રાપ્ત થાય. વ્યાસપીઠ પર બેઠેલો એક સાધુ સત્તાને સલાહ નથી આપી રહ્યો, પરંતુ ‘રામચરિત-માનસ’ના વિચારના નાતે સલાહ નહીં, વિનય કરું છું. સાધુ વિનય કરે છે. વશિષ્ઠ જીએ ચિત્રકૂટની સભામાં રામને કહ્યું કે આપ રાજા છો. જોકે, હજી આપનો વનવાસ છે, પરંતુ લોકહૃદયમાં આપ રાજા છો. ભરત સાધુ છે.
ભરત બીનય સાદર સુનિઅ કરિબ બિચારુ બહોરિ કરબ સાધુ મત લોકમત નૃપનય . નિગમ નિચોરિ હે રામજી આ ભરતરૂપી સાધુનો વિનય આદર સાથે સાંભળો તો એક સાધુ હોવાને નાતે એક ફકીરને નાતે કહું છું અને નરેન્દ્રભાઇ, આપ બોલ્યા છો કે હું પણ ફકીર છું. આપે કહ્યું કે એક ફકીરની ઝોળીમાં મારા દેશે ખૂબ જ પ્રેમ ઠાલવ્યો. આપ આપની જાતને ફકીર કહો છો તો અમે તો સાધુ છીએ જ. એક ફકીર ફકીરને સલાહ નથી આપી રહ્યો, વિનય કરી રહ્યો છે. આ વિનય મારો નથી,
રામચરિત માનસ’નો છે . મને ખબર છે કે આપ ને ‘રામચરિત માનસ’ પર પ્રીતિ છે. મેં એવું સાંભળ્યું હતું અને હું માનું છું કે એ સત્ય પણ છે કે પહેલીવાર જ્યારે આપ 2014માં જીત્યા અને પ્રધાનમંત્રીભવનમાં આપે પ્રવેશ કર્યો ત્યારે આપ આપના સામાનમાં ‘રામચરિતમાનસ’ લઇ ગયા હતા. તો એ નાતે આપ એવું કરી રહ્યા જ છો, પરંતુ એક વિશેષ સ્મરણને નાતે આપને કહીશ કે,
કરબ . સાધુમત લોકમત નૃપનય નિગમ નિચોરિ. હે. અમારા યશસ્વી પ્રધાનમંત્રી, લોકમત તો આપની પાસે છે જ અને એ દિલનો લોકમત છે. અનેક અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે અમુક લોકોને મત ન આપશો. અનેક તથાકથિત શિક્ષણવિદોએ કહ્યું હતું કે અમુક લોકોને મત નઆપશો અનેક એક્ટિવિસ્ટોએકહ્યું હતું કે અમુક લોકોને મત ન આપશો, પરંતુ એ બધાની ઐસી તૈસી કરીને રાષ્ટ્રના આત્માએ આપની ઝોળી ભરી દીધી છે. તો લોકમત તો છે જ. લોકમતની સાથે સાધુમત પણ જરૂરી છે.જે ફૂટસ્થ- તટસ્થ સાધુ બધા સાથે પ્રામાણિક ડિસ્ટન્સ . રાખીને.. વૈશ્વિક જીવન જીવતા હોય એવા સાધુપુરુષોનો મત … પણ જરૂરી છે. એની સાથે વિચારગોષ્ઠિ પણ જરૂરી છે. આપ કરો છો અને કરતા રહેશો. રાજનીતિ શું કહે છે, રાજધર્મ શું કહે છે એ અનુસાર દુનિયાના કોઇ પણ દેશના રાષ્ટ્રનાયકોએ આગળ વધવાનું હોય છે. તો એ પણ આપ સારી રીતે જાણો છો અને એ મુજબ કરતા રહો છો. આપે સારું નિવેદન કર્યું કે ભૂલ થાય છે, પરંતુ હું કોઇ પ્રત્યે દ્વેષભાવ નહીં રાખું, કોઇ પ્રત્યે બદલાની ભાવના નહીં રાખું. સાધુ આ વક્તવ્યનું સ્વાગત કરે છે.
મને આપણા આદરણીય રજતજી એ આપકી અદાલત…. માં જ્યારે ફેરવી ફેરવી ને પૂછ્યું હતું કે આપણા પ્રધાન મંત્રી . વિશે આપ નું શું કહેવું છે? ત્યારે મેં સ્પષ્ટ કહ્યું હતું કે રાજનીતિમાં તો સામ, દામ, દંડ ભેદ બધું હોય છે, પરંતુ આ માણસની રાષ્ટ્ર ભક્તિ વિશે દુનિયાનો કોઇ માઇનો લાલ આંગળી ઉઠાવી . શકે તેમ નથી. એ મારું વક્તવ્ય હતું અને એને હું પકડી . રાખીશ.
નૃપનય નિગમ નિચોરિ આપણા ચારેય વેદોનો નિચોડ .જે ઉપ નિષદ છે અને એને કારણે આપણા સનાતન ભારતનું જે મૂળ ગૌરવ છે એને વધુ ગૌરવાન્વિત કરવા માટે આપણી સનાતન પરંપરા જે છે એનો પણ મત લઇને આપ ગતિ કરી રહ્યા છો. સનાતન ધર્મનો નિચોડ છે વેદમત. વેદમતમાં પણ હું બહુ સ્પષ્ટ છું, કેમ કે વેદનો મત સમજવો બહુ મુશ્કેલ છે. કેટલીક વાતો એવી છેજે સમજાતી નથી એટલામાટે તુલસીએ વેદોનોનિચોડ આપીને ગજબનું કામ કરી દીધું! વેદોનો અર્થ જે ઉપનિષદ છે, જેને આપણે વેદાંત કહીએ છીએ એ બિલકુલ શાસ્ત્રીય વાત છે. ઉપનિષદમાં કોઇ પણ વાત તમને એવી નહીં મળે . જેનો તમે અસ્વીકાર કરી શકો.
હું એક બીજો વિનય કરું કે વહેલામાં વહેલી તકે કામે લાગી જાઓ. જોકે, આપણા પ્રધાનમંત્રી રજા નથી લેતા. પાંચ વર્ષ માં એ માણસે વેકેશન નથી લીધું. એ હરપળ કામ કરે છે.બાકી સાધુના નાતે હું સૌને કહીશકે વહેલીતકે ઓફિસમાં જાઓઅને કટુતામુક્ત થઇને પરસ્પર પ્રેમ કરો. ચાહે તમે બોધી હો કે વિરો ધી હો હવે આવો, સૌને ગળે લગાવો. જે થઇ ગયું એ થઇ ગયું અધ્યાય પૂરો. હવે કટુતામુક્ત ચિત્તે બધા મળીને શુભમાં લાગી જાઓ. આજકાલ રાજનીતિ લાભમાં લાગી જાય છે, શુભમાં કોઇ નથી લાગતું! આવો હવે આપણે નાનામોટા લાભોને છોડી દઇએ અને સાથે મળીને રાષ્ટ્રના શુભમાં લાગી જઇએ. એવો એક સાધુનો વિનય છે. હનુમાનજી આપને ખૂબ જ બળ આપે અને એ બળનુંફળ રાષ્ટ્રને અને વિશ્વને પ્રાપ્ત થાય આવોઆજે ખડગદાની ભૂમિ પરથી આપણે સૌ સાથે મળીને પ્રેમનું કુમકુમ લઇને, કરુણાના અક્ષત લઇને અને સત્યનો દીપક લઇને રાજ તિલક કરી દઇએ ખુશ રહો ખુશ રહો ખુશ રહો મારું નિવેદન બધા આજે ધ્યાનથી સાંભળશે, પરંતુ હું ફૂટસ્થ-તટસ્થ બાવો છું. ‘ના કાહૂ સે દોસ્તી, ના કાહૂ સે બૈર.’ ઉદાસનીતા લઇનેબેઠો છું અને કોઇ માઇનો લાલ મારી વ્યાસપીઠ પર પણ આંગળી નથી ચીંધી શકતો કે બાપુ કોઇના પ્રભાવમાં છે. હું મારા સ્વભા વમાં છું. રાષ્ટ્રના એક નાગરિકના નાતે, એક સન્માનિત ડિસ્ટન્સ રાખીને જીવતા એક સાધુના નાતે આ મારો વિનય છે. જ્યારે ચૂંટણી ચાલી રહી હતી ત્યારે અમારા મહુવા પાસે આસરાણા ગામ છે ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ આપણા આદરણીય રાહુલજીની સભા હતી. તો એની પાર્ટીના કેટલાક લોકો આદરપૂર્વક ચિત્ર
કૂટમાં મારી પાસે આવ્યા અને કહ્યું કે બાપુ, રાહુલજીની સભા છે. તેઓ તો બહુ વ્યસ્ત છે. હેલિકોપ્ટર અહીં ઊતરી નહીં શકે એવું બધું એમણે કહ્યું અને જણાવ્યું કે એમણે આપને પ્રણામ પાઠવ્યાં છે ત્યારે રાહુલજીને પણમેં કહ્યું હતું કે જ્યાં શુભહોય એમાં મારી શુભ ભાવના છે, મારી શુભકામના છે અને એમણે બહુ આદર સાથે એનો સ્વીકાર કર્યો હતો. હું તો એક ડિસ્ટન્સ રાખીને બેઠો છું. હવે જીતેલા મહાનુભાવોને અને હારેલામહાનુ ભાવોને સૌને કહું, ‘ઉત્તિષ્ઠત જાગૃત’, ઊઠો અને પહેલાં ગામે ગામ જતા હતા એમ હવે પાંચ વર્ષ પણ ગામેગામ જાઓ.સૌને મળો . પ્રોટોકોલ ને આમ તેમ કરીને સૌને મળો અને જનતા એ આદર આપ્યો છે તો આભાર માનવા માટે એમનાં ઝૂંપડાંઓ સુધી જાઓ. (સંકલન : નીતિન વડગામા) પોસ્ટ વાચીને શેર કરજો