12th July 2020
Breaking News

શહીદોના પરિવારો માટે માત્ર અઢી જ કલાકમાં મોરબી સિરામીક કંપનીએ રૂ.75 લાખથી વધુનો ફાળો એકત્ર કર્યો

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવાર માટે મોરબી સીરામીક એસોસિએશએ  ફાળો એકત્રિત  કરવાની જાહેરાત કરીને ઉદ્યોગપતિઓને નમ્ર અપીલ કરી હતી. ત્યારે આ જાહેરાત થતા માત્ર એક જ  કલાક જેટલા સમયમાં બધા ઉદ્યોગપતિઓએ રૂ. ૩૫ લાખ જેટલો ફાળો એકતત્રિત કર્યો હતો

પુલવામામાં ગઈકાલે સીઆરપીએફના CRPF જવાનો પર થયૅલ આત્મઘાતી આંતકી હુમલો કરતા ૪૪ જવાનો શહીદ થયા હતા જે સૌ બહાર વાસિયો માટે દુખદ ઘટના છે ૧૪ ફેબ્રુઆરી ના રોજ ભગતસિંહ પણ સહીદ થયા છે . ત્યારે આ શહીદોના પરિવારનો આધાર છીનવાઈ ગયા બાદ તેઓને વધુ મુશ્કેલી ન વેઠવી પડે તેવા આશયથી મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશ નરશીભાઈ ઉધરેજા, નિલેશ મહાદેવભાઈ જેતપરીયા, કિશોર અમરશીભાઇ ભાલોડીયા અને કિરીટ ડાયાભાઇ પટેલે બધા એ ભેગા મળીને આ  શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કરવાની જાહેરાત કરીને મોરબીના ઉદ્યોગપતિઓને નમ્ર અપીલ કરી હતી. તેઓએ આખરે કામયાબી મેળવી છે

ઉદ્યોગપતિઓએ વધાવીને દાનની સરવાણી વહાવતા માત્ર એક કલાક જેટલા સમયમાં રૂ. ૩૫ લાખ જેટલો રકમનો ફાળો એકત્ત્રિત  થઈ ગયો છે. હજુ પણ દાનની સરવાણી ચાલુ જ છે. આ ફાળો રૂ. ૫૦ લાખને પાર જાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *