
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગઇકાલે રાત્રે 12 વાગ્યાથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કરાયા છે. મળતી માહિતી પ્રમાણે આ અથડામણમાં પુલવામામાં CRPFના કાફલા પર આત્મ ઘાતી હુમલાનો માસ્ટરમાઇન્ડ ગાઝી રશીદ પણ મર્યાના સમાચાર છે. જોકે હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઇ નથી. અંદાજે 11 કલાક સુધી ચાલેલી અથડામણમાં કામરાન નામનો બીજો એક આતંકવાદી પણ ઠાર કરાયો છે મીડિયા રિપોર્ટ્સના મતે કામરાન અને ગાઝી રશીદ પુલવામા હુમલા બાદ ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે એક આતંકી મોહમ્મદ આદિલ ડાર મરી ગયો હતો. એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે ગાઝી જૈશનો મસૂદ અઝ હરનો સૌથી વિશ્વસપાત્ર અને તેના નજીકમાંથી એક છે. ગાઝીને યુદ્ધ તકનીક અને IED બનાવાની તાલીમ તાબિલાનથી મળી છે અને આ કામ માટે તેને જૈશનો સૌથી વિશ્વાસપાત્ર મનાય છે. ગાઝી રશીદ જ પુલવામાનો મુખ્ય ષડયંત્રકર્તા હતો અને કામરાન પણ તેની સાથે હુમલાના ષડયંત્રમાં સામેલ હતો. કહેવાય છે કે ગાઝી રશીદ 9 ડિસેમ્બરના રોજ સરહદ પાર કરી કાશ્મી રમાં ઘૂસ્યો હતો. પુલવામા હુમલા બાદ સુરક્ષા બળોએ તેને પકડવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એન્કાઉન્ટર દરમ્યાન સુરક્ષાબળો એ એક બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દીધી જેમાં આતંકીઓ છુપાયેલા હતા. કહેવાય છે કે પુલવામાના પિંગલિનામાં સમાચાર મળવા પર સુરક્ષાબળો એ આતંકવાદીઓને ઘેરી લીધા હતા.આની પહેલાં મોડી રાતથી સોમવાર વહેલી સવારથી ચાલી રહેલી અથડા મણમાં 55 રાષ્ટ્રીય રાઇફલન્સના મેજર સહિત પાંચ જવાન શહીદ થયા છે. અથડામણ દરમ્યાન એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું. શહીદોમાં મેજર ડી …..એસ ડોન્ડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવરામ, સિપાહી ગુલઝાર અહમદ, સિપાહી અજય કુમાર અને સિપાહી હરિ સિંહ હતા. તમામ શહીદ જવાન 55 રાષ્ટ્રીય રાઇફલ્સના હતા.કોણ છે ગાઝી રાશિદ? આપને જણાવી દઇએ કે જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર પોતાના ભત્રીજા દ્વારા ઘાટીમાં આતંકી હરકતોને અંજામ આપતો હતો. પરંતુ ગયા વર્ષે ઓપરેશન ઓલઆ ઉટ દરમ્યાન સુરક્ષાબળો એ તેને ઠાર કરી દીધો હતો. ત્યારબાદથી જ મસૂદ અઝહરે કાશ્મીરની જવાબદારી પોતાના ટોપ કમાન્ડર અને આઇઇડી એક્સ પર્ટ ગાઝી રાશિદને આપી હતી. ગાઝી રશીદે 2008મા જૈશ-એ-મોહમ્મદ જોઇન્ટ કર્યું અને તાલિબાનમાં ટ્રેનિંગ લીધી. 2010માં તે ઉત્તરી વજીરિસ્તાન આવી ગયો હતો. ત્યારથી આતંકની દુનિયામાં તે સામેલ છે. થોડાંક સમય બાદ તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના વિસ્તારમાં યુવાનોને ભડકાવી ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું હતું.