હવે મળી શકે છે તાત્કાલિક પાસપોર્ટ માત્ર 2 જ ડોક્યુમેન્ટ છે જરૂરી

હવે મળી શકે છે તાત્કાલિક પાસપોર્ટ માત્ર 2 જ ડોક્યુમેન્ટ છે જરૂરી

18th December 2018 7 By admin

તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે હવે કોઇ પણ કલાસ વન ઓફિસરનાં ચક્કર કાપવાની જરૂર નહીં પડે. આધારકાર્ડની સાથે વોટર આઇડી, પાનકાર્ડ, બેન્ક પાસબુક, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશનકાર્ડ સહિત ૧ર દસ્તાવેજોની યાદીમાંથી કોઇ પણ બે દસ્તાવેજ લગાવીને શપથપત્ર આપીનેે માત્ર ત્રણ દિવસમાં પાસપોર્ટ મેળવી શકાશે.કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે પાસપોર્ટના નિયમોમાં મોટો બદલાવ લાવતાં તત્કાલ પાસપોર્ટ માટે અધિકારીઓના એડ્વાન્સ વેરિફિકેશનની અનિવાર્યતાને ખતમ કરી દીધી છે. પોલીસ વેરિફિકેશનની ઔપચારિકતા પણ પાસપોર્ટ જારી કર્યા બાદ જ પૂર્ણ કરાશે.તેમણે આગળ જણાવ્યુ કે, આધાર કાર્ડની સાથે વૉટર ID, પેન કાર્ડ, બેંક અથવા તો પાસપોર્ટ ઑફિસની પાસબુક, રાશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બર્થ સર્ટિફિકેટ, કર્મચારી ઓળખ પત્રમાંથી કોઈ પણ બે દસ્તાવેજ લગાવવાના રહેશે.દેશ મંત્રાલયના સંયુકત સચિવ અરુણકુમાર ચેટરજી દ્વારા જારી કરાયેલી સૂચના બાદ પાસપોર્ટ નિયમોમાં ઘણા પ્રકારના સંશોધનો કરાયાં છે. નવા નિયમો હેઠળ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના અરજદારોને તાત્કાલિક પાસપોર્ટ મેળવવા માટે આધારકાર્ડની સાથે નક્કી કરેલા ૧ર દસ્તાવેજોમાંથી કોઇ પણ બે જ દસ્તાવેજ રજૂ કરવા પડશે. સાથે સાથે અરજદારને સોગંદનામુ પણ આપવું પડશે. તેમાં જણાવવું પડશે કે તેનો કોઇ ગુનાઇત ઇતિહાસ નથી.

૧૮ વર્ષથી ઓછી ઉંમરના અરજદારને તત્કાળ પાસપોર્ટ જોઇએ તો આધાર ઉપરાંત શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી ફોટો આઇડી કે બર્થ સર્ટિફિકેટ અથવા રેશનકાર્ડમાંથી કોઇ પણ એક દસ્તાવેજ લગાવવો અનિવાર્ય હશે. જો કોઇ સિનિયર સિટીઝન સામાન્ય યોજના હેઠળ પાસપોર્ટ માટે અરજી કરે છે તો તાત્કાલિક ફી ચૂકવ્યા વગર આઉટ ઓફ ટર્ન પાસપોર્ટ મેળવવા ઇચ્છે છે તો તેણે પણ આધારની સાથે કોઇ પણ બે દસ્તાવેજ જમા કરાવવા પડશે. રૂ.૩પ૦૦ની ફી પર ત્રણ દિવસમાં પાસપોર્ટ મળી શકશે.ઓળખનો પૂરાવો અને સરનામાંનો પૂરાવો જેવા તમામ ડોક્યુમેન્ટની જગ્યાએ માત્ર એક આધાર કાર્ડથી જ કામ ચાલી જશે. અરજીકર્તાએ અરજી કર્યાના ત્રણ દિવસની અંદર અપોઇન્ટમેન્ટ ફિક્સ કરવાની રહેશે. ઠીક તેના 7 દિવસ બાદ તમારો પાસપોર્ટ તમારા હાથમાં હશે. એટલે કુલ મળીને માત્ર 10 દિવસની પ્રક્રિયામાં તમારો પાસપોર્ટ તમારા હાથમાં હશે. પાસપોર્ટ માટે આધાર કાર્ડને જાન્યુઆરીથી જરૂરી કરી દેવામાં આવ્યું છે.

પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઇન અરજી કરનારાઓ માટે સારા સમાચાર છે. હવે માત્ર 10 દિવસની અંદર પાસપોર્ટ બની શકે છે. તેના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને તેના માટે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટિંગ કરાવવું પણ જરૂરી નથી. તમારા ડોક્યુમેન્ટ્સ તમે ઓનલાઇન સબમિટ કરી શકો છો. સાથે જ
શા માટે જરૂરી છે આધારસરકારે આધારની પ્રક્રિયાથી અરજીકર્તાની આપરાધિક ગતિવિધિઓની ખરાઈ કરવાની પ્રણાલિ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. નવી પ્રક્રિયા અનુસાર જો કોઈ પાસપોર્ટ માટે અરજી કરે છે અને તેની પાસે આધાર કાર્ડ નથી તો પહેલા તેને આધાર કાર્ડ બનાવવું પડશે.

શા માટે થતું હતું મોડુઉલ્લેખનીય છે કે, સરકારને પાસપોર્ટ માટે પોલિસ વેરિફિકેશનના મામલે સતત ફરિયાદો મળતી હતી અને તેના કારણે પાસપોર્ટ ઇસ્યૂ કરવામાં મોડું થતું હતું.અરજીકર્તાને સુવિધા આપવા માટે ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. અમે તમને જણાવીએ કે અરજીકર્તા કેવી રીતે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે અને માત્ર 10 દિવસમાં પોતાનો પાસપોર્ટ મેળવી શકે છે.સ્ટેપ-1 પાસપોર્ટ સેવા પોર્ટલ પર ખુદને રજિસ્ટર કરોસૌથી પહેલા પાસપોર્ટ સેવા પોર્ટલની વેબસાઇટ http://www.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink પર જશો. પેજ પર register nowની લિંક પર ક્લિક કરો. નવા યુઝર હોવાને કારણે ખુદને રજિસ્ટર કરો. તેમાં તમારી વિગતો ભરો. જેમ કે તમારૂ પાસપોર્ટ કાર્યાલય ક્યું છે, જન્મ તારીખ અને ઇ-મેલ આઇડી. ઇ-મેલ આઇડી પર તમને લોગિન આઇડી મળી જશે. ત્યાર બાદ તમારે ફરીથી હોમ પેજ પર આવવાનું રહેશે.
સ્ટેપ-2 લોગિન કરો ઇ-મેલ પર આપવામાં આવેલ લિંક પર ક્લિક કરી તમારા એકાઉન્ટને એક્ટિવેટ કરો. ત્યાર બાદ યુઝર આઇડી નાંખો અને પછી પાસવર્ડ નાંખો. લોગિન થયા બાદ તમારે એપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) અથવા રી ઇશ્યૂ ઓફ પાસપોર્ટ (Re-issue of Passport) લિંક પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ 2 ભાગ હશે. બન્નેમાં તમારે જો ઓનલાઇન બનાવવો હોય તો બીજા ઓપ્શન પર ક્લિક કરવું.સ્ટેપ-3 વિકલ્પ પસંદ કરો

જો તમે પહેલી વખત પાસપોર્ટ માટે અરજી કરતા હોવ તો તેના માટે અપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ પર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ ઘણા બધાં ફોર્મ આવશે, તેમાં તમારી જાણકારી ભરવાની રહેશે. આ તમામ ફોર્મ ધ્યાનથી ભરવા. એ વાતનું ધ્યાન રાખવું કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન રહી જાય, કારણ કે એક વખત પાસપોર્ટની પ્રક્રિયા રિજેક્ટ થવા પર ફરી પાસપોર્ટ માટે અરજી કરવામાં સમય લાગી શકે છે. તેનાથી સમય બરબાદ થાય છે.
સ્ટેપ-4 કૌટુંબિક વિગતો ભરવીતમારી વિગતો ભર્યા બાદ તમારે તેને સેવ કરવાનું રહેશે. સેવ કર્યા બાદ તમે આ પેજને યુઝર આઇડી અને પાસવર્ડ નાંખીને ગમે ત્યારે ખોલી શકશો. ત્યાર બાદ આગળના પેજ પર ક્લિક કરવાથી આગળનું પેજ ખુલશે, જેમાં તમારી કૌટુંબિક વિગતો ભરવાની રહેશે. તેને પણ સેવ કરીને તમારે આગળના પેજ પર જવાનું રહેશે. ત્યાર બાદ સરનામાંની વિગતો ભરવાની રહેશે. તેને પણ સેવ કરવાની રહેશે. ત્યાર બાદ ઇમર્જન્સી કોન્ટેક્ટ વિગતો ભરવાની રહેશે.સ્ટેપ-5 ચૂકવણી અને મળવા માટેનો સમય નક્કી કરવોવ્યુ સેવ્ડ/સબમિટેડ એપ્લિકેશન’ (View Saved/Submitted Applications) સ્ક્રીન પર ‘પે એન્ડ શેડ્યુલ અપોઇન્ટમેન્ટ’ (Pay and Schedule Appointment) લિંક પર ક્લિક કરી અને તમારી અપોઇન્ટમેન્ટ એટલે કે મળવાનો સમય બુક કરવો. ફોર્મ સબમિટ કર્યા બાદ તમારી સમક્ષ એક વિંડો ખુલશે જ્યાં તમારા પાસપોર્ટ બનાવવાની રકમની ચૂકવણી કરવાની રહેશે. અહીં ચૂકવણી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા એસબીઆઇ બેંકના ચલણ દ્વારા કરી શકો છો.