4th March 2021
Breaking News

પોલીસ તમને ખોટી રીતે હેરાન પરેશાન કરે તો અહિંયા તમે પોલીસ સામે ડાયરેક્ટ ફરીયાદ લખાવી શકો છો જે તમને નહી ખબર હોય

કોઈ પોલીસે તમને ખોટી રીતે હેરાન પરેશાન કરે તો અહિંયા તમે પોલીસ સામે ડાયરેક્ટ ફરીયાદ લખાવી શકો છો.સામાન્ય રીતે લગભાગ તમામને પોલીસ સ્ટેશનમાં કડવા અનુભવ થયા જ હોય છે. પોલીસ સ્ટેશને વ્યવસ્થિત જવાબ ન મળવો,ખોટા ઘક્કા ખવડાવવા અયોગ્ય અને ઉદ્દત વર્તન કરવુ તેમજ અરજ દાર સાથે મનમાની કરવી એવા કેટલાય ખરાબ અનુભવો લોકો ને થયા હશે. પોલીસ અત્યાચારની ઘટનાઓ વધતી જાય છે પરંતુ કાયદાની અજ્ઞાનતાના કારણેઅને પોલીસના ડરના કારણે લોકો પોલીસ વિરુદ્ધ ફરીયાદ કરતાનથી પરંતુ હવે તમારે ડરવા ની જરૂર નથી.પોલીસ કંમલેન ઓથોરીટી (PCA)વર્ષ ૨૦૦૬ માં પ્રકાશસિંહ વિરુદ્ધ ભારત સરકાર નામના કેસમાં સુપ્રિમ કોર્ટે દરેક રાજ્યોને પોતાના પોલીસ તંત્રમાં માળખાકીય ફેર ફારો કરવાનો આદેશ કર્યો. આ અંતર્ગત દરેક રાજ્યમાં એક પોલીસ કંપલેન ઓથોરીટી જિલ્લા લેવલ પર તથા રાજ્ય લેવલ પર ઉભી કરવાનો આદેશ આપવામાં આવ્યોઆ પાછળ સુપ્રિમ કોર્ટનો ઉદ્દેશ્ય હતોકે પ્રજાની પોલીસ વિરુદ્ધની વિશાળ ફરીયાદોનો સ્થાનિક કક્ષાએ અલગથી જ એક વ્યવસ્થા ઉભી કરી નિકાલકરવામાં આવે. રાજ્યકક્ષાનીપોલીસ કંપલેન ઓથો રીટીમાં ડિવાયએસપી કક્ષાના નિવૃત અધિકારી તેમજ નિવૃત્ત સનદી અધિકારી તેની કામગીરી સંભાળતા હોય છે.પોલીસ કંપલેન ઓથોરીટી(PCA) સમક્ષ શુ – શું ફરીયાદ કરી શકાય?પોલીસ કસ્ટડી દરમ્યાન મોત નિપજાવવામાં આવેઆઈપી સી કલમ – ૩૨૦ માં જણાવ્યા મુજબની કોઈ ગંભીર ઈજા કરવા માં આવે.કાયદેસરની પ્રક્રિયા કર્યા વગર ગેરકાયદેસર ધરપકડ કે ડિટેઈન કરવામાં આવે.પોલીસ દ્વારા બલાત્કાર અથવા બળા ત્કારની કોશિષ કરવામાં આવે.પોલીસ દ્વારા ખંડણી અથવા ગેરકાયદેસરના પૈસા માંગવામાં આવે.પોલીસ દ્વારા ગંભીર પ્રકારનું ગેરવર્તન કરવામાં આવે અથવા ધમકી આપવામાં આવે.જમીન અથવા મકાનનો કબજો પચાવી પાડવામાં આવે.
પોલીસ દ્વારા કોઈ વ્યક્તિને ત્રાસ આપવામાં આવે.ઉપરી અધિકારી દ્વારા નીચેના કર્મચારીને ત્રાસ આપવામાં આવે.
અન્ય કોઈ ઘટના જેમા પોલીસ દ્વારા સત્તાનો દુર ઉપયોગ કરવામાં આવ્યો હોય.જો કે આ તમામ બાબતે પોલીસ કંપલેન ઓથોરીટીમાં તમારી ફરીયાદ લેતા પહેલા ફરીયાદ કેટલી વ્યાજબી છે તેની પ્રાથમિક તપાસ પણ કરવામાં આવે છે પોલીસ કંપલેન ઓથોરીટી(PCA) સમક્ષ કોણ ફરીયાદ કરી શકે?ભોગ બનનાર પોતે અથવા તેના વતી કોઈપણ વ્યક્તિ, અથવા રાજ્ય / રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, અથવા પોલીસને જ ઉપરી પોલીસ વિરુદ્ધ કોઈ ફરીયાદ હોય એવા પોલીસ કર્મચારી, અથવા અન્ય કોઈપણ સ્રોત.પોલીસ કંપલેન ઓથોરીટી(PCA) સમક્ષ ફરીયાદ કઈ રીતે કરવી?પી.સી.એ સમક્ષ કોઈપણ વ્યક્તિ પોલીસ વિરુદ્ધમાં તેમજ પોલીસ પોતે પોલીસ અધિકારીના વિરુદ્ધમાં ફરીયાદ લખાવી શકે છે અને ફરીયાદ લખાવવા માટે ભોગ બનનાર અથવા તેના વતી કોઈ પણ વ્યક્તિએ પોતાનુ નામ, સરનામુ, સંપર્ક નંબર સહિત એક સાદી અરજી અરજી લખવાની રહેશે જેમાશુ ઘટના બની હતી તેની સંપુર્ણ વિગત કઈ તારીખે અને સમયે બની હતી તેની વિગતતમે કોના વિરુદ્ધ ફરીયાદ લખાવો છો તેનું નામ, હોદ્દો અને પોલીસ સ્ટેશનની વિગત.ઘટનામાં શુ – શું કહેવામાં અને કરવામાં આવ્યુ હતુ?આ ઘટના બની ત્યારે તે જગ્યાએ અન્ય કોણ કોણ લોકો હાજર હતા જેમણે ઘટના બનતી જોઈ હોય તેના નામ અને વિગત જો તમને કોઈ આર્થિક નુકશાન થયુ હોય અથવા શારિરિક ઈજા થઈ હોય તો તેની વિગતજો ઘટના ને લગતા કોઈ ફોટો / વિડિયો કે ફુટેજ હોય તો જોડવા શારીરિક ઈજાઓ થઈ હોય તો તેના ફોટોગ્રાફ પણ જોડવા જો ઈજા થઈ હોય અને સારવાર લીધી હોય તો મેડિકલ સર્ટિફિકેટ જોડવુ.પોલીસ સ્ટેશન ડાયરીનો પુરાવો. આ ઉપરોક્ત તમામ બાબતોની એક ઝેરોક્ષ કોપી ફરીયાદ સાથે બિડાણ કરીને પોસ્ટ દ્વારા, ઈમેલ દ્વારા કે રૂબરૂમાં જઈને પણ ફરીયાદ આપી શકાય છે.ગુજરાતમાં પોલીસ કંપલેન ઓથો રીટી(PCA)નો સંપર્ક* ગુજરાત સ્ટેટ પોલીસ કંપલેન ઓથો રિટી કમઁયોગી ભવનબ્લોક નં 1 છઠ્ઠો માળ, ગાંધીનગરફોન નં 079-23255801/03/05ઈમેઈલ- SO-SPCA-HOME @GUJARAT.GOV.INદોસ્તો યાદ રાખો દેશમાં કાયદાથી ઉપર કોઈ નથી, કાયદો જ સર્વોપરી છે. જ્યારે જ્યારે સત્તાના દુરઉપયોગ દ્વારા અત્યાચાર કે ત્રાસની ઘટના બનેત્યારે આપણે યાદ રાખવું જોઈયે કે આપણે કાયદાકીય બાબતોમાં જાગૃત થવાની જરૂર છે અને કાયદાકીય રીતે ન્યાય મેળવવાની જાણ કારી મેળવી તેનો ઉપયોગ કરી અત્યાચાર અટકાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *