25th May 2020
Breaking News

માનસિક અસ્થિર યુવકને બહારથી લાવીને જમાડવાના બદલે પોતાના ઘરે જ બનેલી રસોઈ જમાડે છે આ વયકતિ

રાજકોટ – જામનગર હાઇવે પર પડધરીના પાટિયા પાસે એક માનસિક અસ્થિર યુવક બેસે છે. એકલો જ રહે છે અને નેશનલ હાઇવે જ એનું ઘર છે.

પડધરી પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા જગતસિંહ જાડેજા પોતાની ડ્યુટીની સાથે સાથે ઘણા સમયથી આ મનોદિવ્યાંગ યુવકને જમાડવાનું કામ કરે છે. બહારથી લાવીને જમાડવાના બદલે પોતાના ઘરે જ બનેલી રસોઈનું ટિફિન તૈયાર કરીને સવારે અને સાંજે બે વખત પોતાના હાથે એ યુવકને જમાડે છે.

યુવકનું મગજ ભલે કામ ન કરતું હોય પણ હૃદય તો બધી જ સંવેદના અનુભવતું હોય એટલે એ પાગલ યુવાનને પણ જગતસિંહ સાથે હૃદયનો સંબંધ બંધાય ગયો. બીજા કોઈ જમવાનું આપે તો ન જમે જગતસિંહ જે કાંઈ લાવે તે તુરંત જમી લે.

કોરોનાને ફેલાતો અટકાવવા માટે ભારતમાં લોકડાઉન જાહેર થયું ત્યારે જગતસિંહને એ પાગલ યુવાનનો વિચાર આવ્યો કે એને બીજા કોઈ સેવાભાવી જમવાનું આપશે તો પણ નહીં જમે એટલે આ લોકડાઉનમાં એને નિયમિત જમવાનું પહોંચાડવું પડશે.

લોકડાઉનના આ સમયમાં પણ જગતસિંહ જાડેજા પોતાની ફરજ બજાવવાની સાથે સાથે રોજ નિયમિત રીતે સવારે અને સાંજે આ યુવકને જમાડવાની માનવાતાની ફરજ પણ બજાવે છે.

મન મેં હૈ વિશ્વાસ, પુરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *