26th May 2020
Breaking News

પોસ્ટ ઓફિસની આ સ્કીમ્સ છે ફાયદાકારક, તેમાં રોકાણથી મળશે સારું વળતર

ડિજિટલ બેન્કિંગના સમયમાં પોસ્ટ ઓફિસ પણ ડિજિટલ યોજનાઓની સુવિધા આપી રહી છે. આ રીતે હવે તમે રોકાણનું ઓનલાઇન મોનિટરિંગ કરી શકો છો. એવામાં પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમ્સ એવી છે, જેમાં રોકાણ કરવું તમારા માટે ફાયદાકાલક સાબિત થઈ શકે છે. રોકામની સુરક્ષા અને સારા વળતર બન્ને રીતે આ યોજનાઓ સારી કહી શકાય છે. ભાસ્કર તમને આવી જ યોજનાઓ વિશે જણાવી રહ્યું છે, જેમાં રોકાણથી તમને સારો નફો મેળવી શકો છો.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC): નેશનલ સેવિંગ સર્ટિફિકેટ બિલકુલ ફિક્સડ ડિપોઝીટ જેવું જ છે. પીપીએફની જેમ અહીં પણ વ્યાજ ટેક્સ ફ્રી હોય છે અને રિટર્ન લગભગ એટલું (8.5 ટકા) જ મળે છે. વ્યાજ છ માસિક જોડાયેલ હોય છે. આ સ્કીમમાં અત્યાર સુધી 5 વર્ષા લૉક ઇન પીરિયડની છે. તેમાં 1.5 લાખ રૂપિયા સુધીનું વ્યાજ ટેક્સ ફ્રી હોય છે.

સુકન્યા યોજના: પોસ્ટ ઓફિસની આ સ્કીમ બાળકીઓ માટે છે. તેમાં તમે બાળકીના નામે ખાતું ખોલાવી શકો છો. આ યોજનામાં તમે એક નાણાંકીય વર્ષમાં એક હજાર રૂપિયાથી લઇને 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. ખાતું ખોલાવ્યા બાદ 14 વર્ષ સુધી તમે રૂપિયા જમા કરાવી શકો છો. જ્યારે બાળકીની ઉંમર 21 વર્ષની થઈ જાય, ત્યારે તમે સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો. જોકે, અધવચ્ચે જરૂરત પડવા પર પુત્રીની ઉંમર 18 વર્ષ થવા પર અડધા રૂપિયા ઉપાડવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ 18થી 21 વર્ષની વચ્ચે છોકરીના લગ્ન કરી દેવામાં આવે તો ખાતું બંધ કરી દેવામાં આવશે. આ યોજના અંતર્ગત વધુમાં વધુ બે જ ખાતા ખોલાવી શકાશે. આ યોજના પર ચાલુ નાણાંકીય વર્ષમાં 9.1 ટકા વ્યાજ આપવામાં આવશે.

મંથલી ઇનકમ સ્કીમ (MIS): રેગ્યુલર મંથલી ઇનકમ સ્કીમમાં કસ્ટમરને 8.40 ટકા વ્યાજ મળે છે. આ વ્યાજ દર નાણાંકીય વર્ષના હિસાબથી બદલાતું રહે છે. સ્કીમનો લાભ લેવા માટે કસ્ટમરને મિનિમમ 1500 રૂપિયા સુધી પોતાના ખાતામાં રાખવા પડે છે. જ્યારે વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા જ ખાતામાં રાખી શકાય છે. જોકે જોઇન્ટ એકાઉન્ટમાં તેની વધુમાં વધુ મર્યાદા 9 લાખ રૂપિયા છે.

સિનિયર સિટીજન સેવિંગ સ્કીમ (SCSS): પોસ્ટ ઓફિસની સિનિયર સિટીજન સેવિંગમ સ્કીમ કે પીઓએસસીએસએસ વરિષ્ઠ નાગરિકો માટે પાંચ વર્ષની એક યોજના છે જેના પર 9 ટકાનું વ્યાજ મળે છે. વ્યાજમાંથી ત્રિમાસિક આધાર પર આવક પ્રાપ્ત થાય છે. ખાતું ખોલતા સમયે ધ્યાન રાખો કે વ્યક્તિની ઉંમર એ તારીખ સુધી 60 વર્ષ થઇ ચૂકી હોય. આ યોજનાની અંતર્ગત રોકાણકાર ઇનકમટેક્સ અધિનિયમની કલમ 80 સી ની અંતર્ગત છૂટ મળે છે.

ટાઇમ ડિપોઝીટ સ્કીમ (TDS): ટાઇમ ડિપોઝીટ યોજના પાંચ વર્ષ માટે હોય છે. જેને 200 રૂપિયાથી શરૂ કરાય છે. પહેલાં ચાર વર્ષો સુધી વ્યાજ દર 8.4 ટકા રહે છે. જ્યારે પાંચમાં વર્ષમાં વ્યાજ દર 8.5 ટકા મળે છે. વ્યાજ વાર્ષિક રીતે મળે છે. પરંતુ ત્રિમાસિકના આધાર પર જોડાય છે. યોજનામાં મળનાર વ્યાજ તદન કર મુક્ત હોય છે.

સેવિંગ એકાઉન્ટ (SA): પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ ખોલાવનારને કસ્ટમર્સને વાર્ષિક 4 ટકા વ્યાજ મળે છે. 20 રૂપિયાની રોકડ રકમમાંથી કોઇપણ વ્યક્તિ પોસ્ટઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકે છે. ત્યાં રિકરીંગ જમા ખાતામાં વ્યાજ દર 8.4 ટકા છે, જે એપ્રિલ 2014થી જ લાગૂ કરાઇ છે. આ સિવાય પોસ્ટઓફિસમાં કેટલાંય પ્રકારના એકાઉન્ટ સામેલ છે. રિકરીંગ બચત યોજનામાં દર મહિને ન્યૂનતમ થાપણ આધાર 10 રૂપિયા છે. વધુ રકમની કોઇ મર્યાદા નથી. પાંચ વર્ષમાં પાકતી તારીખની આ યોજના પર વાર્ષિક 8.4 ટકા વ્યાજ મળે છે. આવતા પાંચ વર્ષ માટે આ વ્યાજ દર વધવાની સુવિધા ઉપલબ્ધ છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF): પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફમાં રોકાણ કરવું સૌથી ફાયદાકારક સોદો છે. બાળકો થી લઇને મોટા વ્યક્તિ સુધી તેનો ફાયદો દરેકને મળી રહે છે. એકાઉન્ટ ખોલાવ્યા બાદ ઓછામાં ઓછા 500રૂપિયા વાર્ષિક જમા કરાવાના હોય છે. જ્યારે ખાતામાં વર્ષની અંદર 1.5 લાખ રૂપિયાથી વધુ જમા કરાવી શકો નહીં. પીપીએફમાં દર વર્ષે વ્યાજ દરો વધતા રહે છે.

જોકે એકાઉન્ટ ખોલાવતા સમયે8.70 ટકા વ્યાજ મળે છે. લોન્ગ ટાઇમ સ્કીમની દ્રષ્ટિથી આ સુવિધા સૌથી શ્રેષ્ઠ છે. જોકે કેટલીક મુખ્ય બેન્કોમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે.સુકન્યા સમૃદ્ધિ યોજના: દિકરી સાંપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે. આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે.

જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે. આ યોજનમાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની સુકન્યા સમૃધ્ધિ યોજનામાં સુરતના ૭૫ જેટલા પરિવારોએ ખાતા ખોલાવ્યા છે. અને અન્ય દીકરીવાળા પરિવારોને આ યોજનાનો લાભો વિષે માહિતગાર કરી રહ્યાં છે.સુકન્યા સમૃદ્ધિ યોજનાને લોકો ઠેર ઠેર આવકાર આપી રહ્યા છે.

25મી ફેબુઆરીથી ભારતભરની પોસ્ટ ઓફિસમાં શરુ થયેલી આ યોજના કન્યાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ખુબ ઉપયોગી સાબિત થાય તેમ છે. સુરત શહેરની પોસ્ટ ઓફિસોમાં આ યોજના હેઠળ ખાતું ખોલાવવા અને યોજનાની જાણકારી મેળવવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરની ફક્ત નાનપુરા પોસ્ટ ઓફીસમાં જ અત્યાર સુધી આ યોજના હેઠળ 75 જેટલા ખાતા ખુલી ચુક્યા છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ટૅક્સની છૂટ પણ મળે છે. દીકરી ઘરની લક્ષ્મી છે. શક્તિસ્વરૂપ છે. દીકરીના ભણતર અને તેના લગ્નની ચિંતાથી તમે મુક્ત થઈ શકો તે માટે મોદી સરકાર દરેક કદમ પર તમારી સાથે છે. દીકરી માટે પૈસાની ચિંતાને દૂર કરવા માટે મોદી સરકારે શરૂ કરી છે સુકન્યા સમૃદ્ધિ યોજના.

દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ કૅમ્પેનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી, 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. તેનાથી હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે. દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક અકાઉન્ટ ખોલવામાં આવે છે. આ અકાઉન્ટ ખોલાવવું એકદમ સરળ છે. સામાન્ય રીતે PPF અકાઉન્ટ ખુલે છે,

ત્યાં એટલે કે બૅન્ક કે પોસ્ટ ઑફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો. આ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. જેનાથી તેમનું પૂરું શિક્ષણ અને 18 વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે. આ યોજનાં બાળકીઓ અને તેમના માતા-પિતાને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર 15 મહિનાની અંદર જ દેશમાં 76 લાખ સુકન્યા અકાઉન્ટ ખુલ્યાં છે અને તેમાં 2,800 કરોડ રૂપિયા જમા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *