૧૪ ફેબ્રુઆરી. એટલે આપણાં સૌ માટે પ્રેમનો દિવસ. એક તરફ દેશવાસીઓ આ દિવસે પોતાના પ્રિય વ્યક્તિ સાથે સમય વિતાવતા હતાં. ત્યારે બીજી તરફ આપણાં દેશના જવાનોએ પોતાના જીવની આહુતિ આપી.

પોતાનું લોહી દેશની ધરતી ઉપર રેડી દીધું.કુછ યાદ ઉન્હેં ભી કર લો જો લોટ કે ઘર ના આયેઅને જેના કારણે આ દિવસ લોહિયાળ સાબિત થયો. દરેક દેશવાસીને આ ઘટનાએ હચમચાવી દીધી. ગઈકાલથી આતંકવાદ માટે સૌના દિલમાં રોષ ભભૂકી રહ્યો છે. થોડા થોડા સમયે સરહદ ઉપર આવી આતંકવાદી ઘટનાઓ થતી રહે છે. અને એમાં વખતો વખત આપણા દેશના જવાનો શહીદ થાય છે. પણ ગઇકાલની ઘટનામાં એક બે નહિ પુરા ચાલીસથી વધુ જવનોએ શહીદી વહોરી લીધી. જે અત્યાર સુધીની સૌથી મોટી ઘટના છે. જે સાંભળી દરેક ભારતવાસીઓની એક આંખમાં આંસુ અને બીજી આંખમાં ગુસ્સો છે.આ સમગ્ર ઘટના માટે જવાબદાર કોણ ? પહેલો પ્રશ્ન મનમાં એજ આવશે. અને ઘણાંખરાં લોકો આ મુદ્દે રાજનીતિ કરવા પણ લાગી જશે. પણ તમને શું લાગે છે ? આ મુદ્દે રાજનીતિ થવી જોઈએ કે આ હમલાનો જડબા તોડ જવાબ આપવા માટે સરકારને સમર્થન કરવું જોઈએ ? એવું નથી લાગતું કે આવા મુદ્દે રાજનીતિ કરીને આપણે પોતે જ સેના અને સરકારનું મનોબળ તોડી રહ્યાં છે ?

હુમલો થયા બાદ કેટલાય મહાજ્ઞાનીઓ પોતાના મંતવ્યો આપશે. કે આમ થયું હોત તો હમલો ના થાત ! આ સુરક્ષા રાખી હોત તો હમલો ના થાત ! અરે તો હમલો થયા પહેલા તમે ક્યાં ખૂણામાં ભરાઈને બેઠા હતા ? આ પ્રશ્ન દરેક ભારતીયના મનમાં થવો જોઈએ. હું તો કહું છું કે આતંકવાદીઓ કાયર છે. અને એટલે જ આ હમલાઓ એ ચોરી છુપ્પીથી કરે છે. આપણી ભારતીય સેના મર્દ છે. એમની સામે જઈને જો આમ કરવાનું સાહસ કરે તો એમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવાની પણ તાકાત આપણું સૈન્ય રાખે છે.આ હુમલો થતા જ વિશ્વના દેશો ભારતના સમર્થનમાં આવી ગયા. રુસ, બાંગ્લાદેશ, માલદીવ જેવા દેશોએ ભારત સરકાર અને ભારતીય સૈન્યનું સમર્થન કરવા મેદાનમાં આવી ગયા. સિવાય પાકિસ્તાન.

પાકિસ્તાનને આતંકવાદનો ગઢ માનવામાં આવે છે. અને ત્યાંની સેના અને સરકાર જ એ લોકોનું સમર્થન કરે છે. બાકી કોઈપણ દેશ આતંકવાદનું સમર્થન કરવા માટે રાજી નથી. કારણ કે દરેક દેશ જાણે છે કે આજે ભારતમાં થયેલો આ હુમલો કાલે આપણાં દેશમાં પણ થઈ શકે છે. માટે આતંકવાદને જડમૂળથી નાથવા માટે બધા જ દેશો તૈયાર છે.ત્યારે આપણા દેશવાસીઓ અને દેશની રાજનીતિ સાથે જોડાયેલા લોકોએ કોઈપણ જાતની રાજનીતિ કર્યા વિના સેના અને સરકારનું સમર્થન કરવું જોઈએ.દેશના દરેક નાગરિકની પણ ફરજ બને છે કે એ ભલે સરહદ ઉપર જઈને લડી નહિ શકે, પણ દેશની અંદર રહીને સેનાનું મનોબળતો ચોક્કસ વધારી શકે. અત્યારે દરેક વ્યક્તિ ઓનલાઇન જોડાયેલો છે. મોટાભાગના લોકો પાસે સ્માર્ટ ફોન છે. તો આપણા દેશનો એક એક વ્યક્તિ જો દેશની સેનાના મનોબળ વધારતી પોસ્ટ શૅર કરશે કે બનાવીને મુકશે તો કરોડોની સંખ્યામાં દેશન સૌનિકોને સમર્થન મળશે.પુલવામાં શહીદ થયેલા CRPF ના જવાનોમાં કોઈ માનો વહાલ સોયો દીકરો હતો, તો કોઈનો જીગર જાન ભાઈ, કોઈ પિતાનો એકનો એક દીકરો હશે કે કોઈ પત્નીએ પોતાના પતિને સવારે જ વેલેન્ટાઈન ડેની શુભેચ્છા આપી હશે. અને બપોર થતાં સુધીમાં તો એમની શહાદતના સમાચાર સાંભળી એ પત્ની ઉપર, એ મા ઉપર, એ બહેન, એ ભાઈ એ પિતા ઉપર શું વીતી હશે એ કદાચ કલ્પના બહારની વાત છે. હું કે તમે બસ એમને શ્રદ્ધાંજલિ અને ચાર મીઠા શબ્દો સિવાય બીજું કંઈજ નથી આપી શકવાના.છતાં આપણે એક સાથે મળી આતંકવાદનો વિરોધ કરવાનો છે.

દેશના જવાનોને સમર્થન આપવાનું છે. પોતાનથી થઈ શકતા તમામ પ્રયત્નો કરવાના છે. ભલે સરકાર આપણને એટલી સુવિધાઓ પુરી નહિ પાડે તો ચાલશે. પણ આપણા સૈન્યને વધુ મજબૂત કરે. સેનાને કોઈપણ વસ્તુની ખોટ ના રહેવી જોઈએ ભલે આપણી જીવન જરૂરિયાતમાં થોડી ખોટ આવે. એક ટ્રસ્ટ એવું પણ બનાવવું જોઈએ જ્યાં સેનાને મદદ કરવા ઇચ્છુક લોકો ખુલ્લા દિલથી દાન કરી શકે.લાખોનું દાન કરી મંદિરોને આપણે સમૃદ્ધ કર્યા. હવે સમય આવી ગયો છે દેશની સેનાને મજબૂત કરવા માટે દાન કરવાનો. દેશનો જો એક નાગરિક એક એક રૂપિયાનું પણ દાન કરશે તો કરોડો રૂપિયામાં દાન સેના સુધી પહોંચશે. કારણ કે જો દેશની સેના બળવાન હશે તો જ આપણે આપણાં ઘરમાં શાંતિથી ઊંઘ માણી શકીશું. પોતાના પરિવાર જનો સાથે ખુશીથી રહી શકીશું. નિર્ભયપણે ઘરની બહાર ફરી શકીશું

.ચાલો આજે સૌ સાથે મળી સંકલ્પ કરીએ. આપણાથી બનતી મદદ સૈન્યને કરવાનો, દેશના હિત માટે વિચારવાનો, દેશને વફાદાર રહેવાનો. સૈનિકો માટે પુરા આદરભાવ અને માન સન્માન રાખવાનો. કારણ કે દેશ આપણો છે. અને આપણી અંદર પણ એક સૈનિક બેઠો છે. એ સૈનિકને આવી કોઈ ઘટના થાય ત્યારે જ જાગૃત નથી કરવાનો. એને હરદમ જાગૃત જ રખવાનો છે. ભલે આપણે શસ્ત્રો ઉઠાવી લડવા નથી જઈ શકવાના પણ આપણી પાસે રહેલી શબ્દોની તાકાત, આપણા વિચારો, આપણી બુદ્ધિને સૈન્યની તાકાત બનાવવા મથતા રહીએ. એક કદમ દેશ હિટ માટે ઉઠાવીએ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *