5th March 2021
Breaking News

ગુજરાતનું આ એક એવું ગામ કે જેમનું શૂન્યમાંથી બનાવ્યું સર્જન આજે વિદેશીઓ પણ લે છે આ ગામની મુલાકાત દરેક ગુજરાતીઓ ગર્વથી આ પોસ્ટ શેર કરજો

સ્માર્ટ ગામ: “મન હોય તો માળવે જવાય” સાર્થક કર્યું ગુજરાત ના આ ગામ ના યુવા સરપંચે…

ગુજરાતનું આ એક એવું ગામ કે જેમનું શૂન્યમાંથી બનાવ્યું સર્જન આજે વિદેશીઓ પણ લે છે આ ગામની મુલાકાત દરેક ગુજરાતીઓ ગર્વથી આ પોસ્ટ શેર કરજોઆજે ગુજરાત ભલે વાઇબ્રન્ટ સ્ટેટ તરીકે જાણીતું બન્યું છે

પણ ગામડાનો જોઇએ એવો વિકાસ થયોનથી.આની ખાતરી કરવી હોય તો એક આંટો દઇ જુઓ;દસ માંથી નવ ગામ એવા હશે જ્યાં કચરાનાનિકાલની,પાણીની વ્યવસ્થાની,વિજળીની સમસ્યાઓ હશે જ!અને એ દસમું ગામ પણ સાવ દૂધે ધોયેલુંતો નહી જ હોય!આનું મુખ્ય કારણ છે

ગામના સરપંચને થયેલો ગંભીર રોગ-કે જેમાં તેને સતત ભૂખ લાગતી રહે છે,કદી તેનું હોજરું ભરાતું નથી!પેલા એક-બે વરસ તો ચુંટણીમાં વાપરેલા વ્યાજ સાથે ભેગા કરે છે અને પછી મિલકતો વસાવે છે!ગામમાં એકાદો હવાડો કરી દે

જેમાં પહેલાં પંદર દિવસ પાણી આવે પછીછોકરાઓ કબડ્ડી રમે!જેના છોકરા ચડ્ડીઓ વિનાના રખડતાં બાવળોમાં જાજરુ જતાં હોય,સ્ત્રીઓ જેવી-તેવી બિમારીમાં બહાર શહેરમાં જતી હોય,પાણી ભરવા ગાઉએકનો પલ્લો કાપવો પડતો હોય ને ખેતરમાં વાવેલું ઉગતું ન હોય એ પણ ડંફાસો મારતો હોય-“ભલે ભેગા કરે,ગમે તેમ તોયે આપણી નાતનો છે ને!”
આ દુર્દશા આજે ઘણા બધાં ગામડાની છે

.જાતિવાદનું ઝેર અને અશિક્ષણ જ્યાં સુધી નહી હટે ત્યાં સુધી આવું રે’વાનું અને સરપંચ નામે સર્પો ગામને અંધકારના ઝેરમાં રાખીનેપોતાની નાગરાણીઓના અને નાગકુંવરોના પેટ ભરતા રહેવાના!અને ત્યાં સુધી આવા ગામો ગોકુળીયા મટી,’ગંધારા’જ રહેવાના!પણ આવા ખાઉધરા,કાળા અક્ષર કુહાડે મારેલા સરપંચોમાં અમુક અપવાદ પણ હોય છે!જે ખરેખર ગામને ગોકુળીયું બનાવી દે છે.

ભારતભરના સાતેક લાખ ગામોમાં એક જડબેસલાક ઉદાહરણ બેસાડ્યું છે સાબરકાંઠા જીલ્લાના પુંસરી ગામે.જેના થનગનતા યુવાન સરપંચ હિમાંશુ પટેલે બારેક વર્ષમાં ગામની તાસીર ફેરવી દીધી છે,એ પણ એવી કે સ્માર્ટ સીટી પણ શરમાઇ જાય!પુંસરી ગામ ૨૦૦૬ તો એવી તસ્વીર ધરાવતું હતું કે આ ગામને બદલે ઢોરની ગમાણો ચોખ્ખી હોય

!લગભગ ૯૮% લોકો અશિક્ષિત અને એમાંયે પાછી ૨૩ જેટલી જુદી-જુદી જાતિઓ એટલે અંદરોઅંદર વેર-ઝેરનો પાર નહી.જો કે,આજે ભણેલા ગણેલા યુવાનો પણ ઘેટાં જેવા બની ચુક્યા છે અને પોતપોતાની જાતિઓના રોફ મારતા થયા છે ત્યારે ભારત હજુ પચાસેક વર્ષ સુધી તો બહુ આગળ વધી શકે એમ છે જ નહી.પુંસરી ગામમાં સડક,વીજળી,પાણી જેવી સામાન્ય સુવિધાઓનો પણ અભાવ હતો.પંચાયત માથે દોઢેક લાખનું દેવું હતું.શહેરીકરણ વધવા માંડ્યું.શું કરવું?

સાવજોની વચ્ચે કદાચ જીવી શકાય પણ દિપડાઓની વચ્ચે કેમ જીવવું?હિમાંશુ નરેન્દ્રભાઇ પટેલ નામનો આ બાવીસ વર્ષનો યુવાન ૨૦૦૬માં સરપંચ બન્યો.ભણતો ત્યારે શહેરમાંથી તે ગામડે આવતો ત્યારે એના મુખ પર ગામની દુર્દશાની દુ:ખ છાયા જોવા મળતી.સરપંચ બન્યા બાદ તેણે વિવિધ ગ્રામ્યલક્ષી સરકારી યોજનાઓ સાથે સંકળાવાનો નિશ્વય કર્યો.શરૂઆતના ત્રણેક વર્ષ તેણે મુળભુત સુવિધાઓની ઉપલબ્ધિઓ લગાવવા પાછળ મહેનત કરી.

બે વર્ષમાં હરેક ઘરમાં પાકું મકાન અને શૌચાલયની વ્યવસ્થા કરી આપી.પંચાયત માથેનું કરજ દુર કર્યું.દરેક ઘરમાં વિજળી પહોઁચાડી.ટલાક અનિષ્ટ તત્વોએ હિમાંશુ પટેલનો વિરોધ પણ કર્યો.જો કે,સૌ સૌનું કામ કરતા હતાં!હિમાંશુભાઇએ ગામની ખરા અર્થમાં તાસીર બદલી નાખી.ક્લોઝ સર્કીટ કેમેરા,વાયર પ્યૂરીફાઇંગ પ્લાન્ટ,એર કન્ડિશન્ડ સ્કુલ,વાઇ-ફાઇ અને બાયો મેટ્રીક મશીનો જેવી અદ્યતન સુવિધાઓ ઉભી કરી.એકઠા થતાં કચરાને લઇ જવા માટે વાનની વ્યવસ્થા કરવામાં આવી

.ત્યારબાદ એ કચરો વિજ ઉત્પાદનમાં વાપરવામાં આવતો.ત્રણ યુવાનોની સાથે મળી પબ્લિક પ્રાઇવેટ આર.ઓ વોટર પ્લાન્ટ બનાવ્યો.તે ૨૦૧૦થી લઇને આજ સુધી ૫ રૂપિયામાં વીસ લિટર મિનરલ વોટર આપવામાં આવે છે.ગામમાં હાઇ-સ્પીડ વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ છે અને પચાસ રૂપિયા આપીને મહિનો દિવસ માટે ૩૦ એમબીપીએસની ઝડપે ઇન્ટરનેટ વાપરી શકાય છે.કુલ અને સરકારી ઓફિસોમાં લગાવેલા કમેરાથી કોઇપણ સ્થળેથી જે-તે સ્થળનું લાઇવ નિરિક્ષણ શક્ય બન્યું છે

.૨૦૦૯માં ગ્રામ-પંચાયતમાં વોટરપ્રુફ એવા ૧૪ લાઉડ સ્પીકર મુકવામાં આવેલા છે.જેના દ્વારા સરકારી કે સામાજિક કાર્યક્રમોની જાહેરાત થાય છે.હિમાંશુ પટેલ ગમે ત્યાંથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા લાઉડસ્પીકરમાં જાહેરાત કરી શકે છે.હિમાંશુ પટેલની મહેનતને બિરદાવતા ૨૦૧૧માં પુંસરી ગામને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીનરેન્દ્ર મોદી દ્વારા “બેસ્ટ ગ્રામ પંચાયત”નો પુરસ્કારમળેલો.દિલ્હીમાં પણ “બેસ્ટ ગ્રામ સભાનો”પુરસ્કાર મળેલો

.અનેક દેશોના નેતાઓ પુંસરીની મુલાકાત લઇ ચુક્યા છે.દેશ-વિદેશ લોકો આ ગામના અધ્યયન માટે આવે છે.બ્રિક્સ સંમેલનમાં ગ્રામ વિસ્તાર પરિયોજનામાં વ્યાખ્યાન આપવા હિમાંશુ પટેલે ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે.લગભગ ૯૦ જેટલી કોલેજોમાં હિમાંશુ નરેન્દ્રભાઇ પટેલ લેક્ચર આપી ચુક્યાં છે.પુંસરીને પ્રભાવશાળી બનાવવા પોતે ઘણા દેશોના જુદા-જુદા ગામોનીમુલાકાતો લીધેલી છે.આજે પુંસરી એક અદ્ભુત ગ્રામનો દરજ્જો લેતું ઉભું છે.એની પાછળ હિમાંશુ પટેલનો હાથ રહેલો છે.

ગામનો આગેવાન પરીવર્તન ઇચ્છનારો હોય તો કેવું પરીવર્તન લાવી શકે એનો આ દાખલો અમુક
ગામોના “ચોરપંચો”એ શિખવા જેવો છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *