
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આગામી તા.24ના રોજ શહેરના રૈયા ચોકડી ખાતે રૂ.35.22 કરોડના ખર્ચે નિર્મિ ત ફોરલેન ઓઁવરબ્રિજ સહિત વિવિ ધ વિકાસકામોના લોકા ર્પણ તથા ખાતમૂહૂર્ત કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી દ્વારા શહેરના વોર્ડ નં.4 માં શિવધારા સોસાયટી પાસે, મોરબી હાઈ વે તેમજ વોર્ડનં.3 માં પોપટપરા વિસ્તારમાં પાસેના વિસ્તા રમાં રૂ.41.50કરોડના ખર્ચે ઈડબલ્યૂએસ પ્રકારના 616 આવા સો, તેમજ આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રો જેક્ટ અંતર્ગત ઇન્ટ રસે પ્ટર સીવરેજલાઈન ઉપરાંત ભારત સરકાર ની સ્માર્ટ સીટી યોજના અંતર્ગત નિર્માણ પામનારા રૈયા 930 એકર ગ્રીન ફિલ્ડ વિસ્તાર માં પરશુરામ મંદિરની પાસે આવેલા તળાવ-2 અને રૈયા ગામ પાસે આવેલ તળાવ-3ને ગુજરાત સરકારની સુજ લામ સુફલામ જળસંચય યોજના-2019 અંતર્ગત ઊંડા ઉતાર વાની યોજના સહિતના વિકાસકામોનું લોકાર્પણ અને ખાત મુ હૂર્ત કરવામાં આવશે.મેયર બિનાબેન આચાર્ય તેમજ કમિશ નર બંછા નિધિ પાનીની સંયુક્ત યાદીમાં જણાવ્યાનુસારઆજી રીવર રિડેવલપમેન્ટ માટે ઈન્ટરસેપ્ટર લાઈન નાખવા પાછળ રૂ.9.83 કરોડનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત આજી નદી ના પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાંથી આવતા ગંદા પાણીના શુદ્ધિ કરણ માટે નેશનલ હાઈવે 27ના બ્રિજથી પોપટપરા રીંગ રોડ સુધી અંદા જીત 10.50 કિ.મી લંબાઈમાં ડ્રેનેજ ઈન્ટરસેપ્ટર લાઈન નાખવામાં આવશે. આ ઉપરાંત સ્માર્ટ સિટી એરિયામાં રૈયા વિસ્તારમાં બે તળાવને ઉંડા ઉતાર વાની કામગીરી કરાશે જે પાછળ રૂ.610 લાખનો ખર્ચ થશે તેમજ 536 મિલીન લી ટર જળસંગ્રહ કેપીસીટીમાં વધારો થશે. પરશુરામ મંદિર પાસે આ વેલા તળાવ નં.2નું ક્ષેત્રફળ 93472 ચો.મી તથા રૈયા ગા મ પાસે આવેલા તળાવ નં.3નું ક્ષેત્રફળ 85440 ચો.મી.નું છે 622 મીટર લંબાઈના ફોરલેન ફ્લાય ઓવર બ્રિજના નિર્મા ણ પાછળ તંત્રને રૂ.35.22 કરોડનો ખર્ચ થયો છે. બ્રિજના નાણા વટી ચોકથી શરૂ થશે તેમજ મોદી સ્કૂલ પાસે તે પૂરો થશે.અવ નવા ચિત્રોથી આ બ્રિજને શણગાર આપવામાં આ વ્યો છે.જો કે, બ્રિજનું લોકાર્પણ પૂર્વે જ શહેરીજનોએ તેનો ઉપયોગ શરૂ કરી દેતા તંત્રએ તાબડતોબ વાહનોની એન્ટ્રીને બંધ કરાવી હતી.