9th July 2020
Breaking News

આજે પણ જીવીત છે ભગવાન શ્રી રામના વંશજ જાણો હાલમાં કયા રહે છે

જાણો ભગવાન શ્રી રામના પુત્ર લવ – કુશ અને તેના વંશજો વિશે . એ વાત તો બધા જાણે છે કે ભગવાન શ્રી રામનો જન્મ રઘુકુળ એટલે કે રઘુવંશમાં થયો હતો . અયોધ્યાના રાજા શ્રીરામના વંશની કહેવત આજે પણ ઘણી લોકપ્રિય છે . ‘ રઘુકુલ રીત સદા ચાલી આયી , પ્રાણ જાય પર વચન ના જાએ . ‘ હિંદુ ધર્મગ્રંથો અનુસાર , મર્યાદા પુરુષોતમ શ્રીરામ ને ભગવાન વિષ્ણુ નો સાતમો અવતાર માનવામાં આવે છે . રઘુવંશ પહેલા ના રાજાનું નામ ઇક્વાકુ હતું . તેથી રઘુવંશને ઇક્વાકુ વંશ પણ કહેવામાં આવે છે . રઘુવંશના પ્રમુખ રજાઓમાં હરીશચંદ્ર , ભાગીરથ , દિલીપ , રઘુ , અજ અને દશરથ સાથે રામનું નામ પણ ઘણા આદરથી લેવામાં આવે છે . રઘુ વંશમાં દશરથ પુત્ર રામ અને તેના પહેલાના કેટલાક રાજાઓની કથાઓ ઘણા લોકો જાણે છે . પરંતુ શું તમે જાણો છો કે શ્રીરામ પછી રઘુવંશમાં કોણ – કોણ રાજા થયા .

લવ – કુશ : રાવણનો વધ કર્યા પછી શ્રીરામ અયોધ્યાના રાજા બન્યા , ત્યારે દેવી સીતાના ચરીત્રને લઈને લોકોના મનમાં પ્રશ્નો ઉદભવ્યા . ત્યાર બાદ રામે સીતાનો પરીત્યાગ કરી દીધો . તે દિવસોમાં સીતા ગર્ભવતી હતા . માતા સીતાને ઋષિ વાલ્મીકીએ શરણ આપી હતી . ત્યાં તેમણે લવ – કુશ નામના બે પુત્રોને જન્મ આપ્યો . સીતા પરિત્યાગના ૧૨ વર્ષો પછી રામે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો . ત્યારે જ રામને ખબર પડી કે લવ – કુશ તેના જ પુત્ર છે . રામનું મૃત્યુ કહેવાય છે કે જયારે ભગવાન રામને લાગ્યું કે ધરતી પર તેનું કામ પૂરું થઇ ગયું ત્યારે તે પણ વૈકુઠ જતા રહ્યા ઘણા સંદર્ભ ગ્રંથો અનુસાર , શ્રી રામે સર્યું નદીમાં સમાધિ લઇ લીધી હતી .

શ્રીરામે લવ – કુશ ને બનાવ્યા રાજા : શ્રીરામએ પોતાના પુત્રો લવ – કુશને રાજા બનાવ્યા . તેમણે લવને શ્રાવસ્તી અને ઉત્તર કૌશલ તથા કુશને કુશાવતીના રાજા બનાવ્યા . રાજા અતિથી : કુશના પુત્ર અતિથી રઘુવંશ ના રાજા બન્યા મહર્ષિ વશિષ્ટના સંરક્ષણમાં રાજા અતિથી મહાન યોદ્ધા બન્યા ત્યાર બાદ અતિથીના પુત્ર નીષધ રાજા બન્યા . રાજા નળ : રાજા નળ પણ મહાન યોદ્ધા બન્યા નળના પુત્ર નભ જયારે રાજા બનવા યોગ્ય બન્યા ત્યારે નળ જંગલમાં જતા રહ્યા નભ પછી પુંડરિક રાજા બન્યા .

દેવાનીક : રઘુકુળના રાજા પુંડરિક પછી તેના પુત્ર ક્ષેમધન્વા રાજા બન્યા . તે એટલા મહાન હતા કે તેમને દેવતાઓની સેનાના અધિપતિ બનાવ્યા હતા , એટલે તેનું નામ દેવાનીક પડ્યું . ‘

અહીંનમું : રાજા દેવાનીક પછી તેના પુત્ર અહીનનું રાજા બન્યા . તેને પૂરી ધરતી પર રાજ કર્યું . તેના પછી તેના પુત્ર પારીયાત્ર અને તેના પછી શીલ , ઉન્નાભ વગેરે ઘણા રાજાનું વર્ણન મળે છે . છેલ્લા રાજા અગ્નીવર્ણ : રઘુવંશના અંતિમ રાજા અગ્ની વર્ણના પરાક્રમોની પરાકાષ્ઠા એટલી હતી કે પોતાના આ રાજાના દર્શન માટે પ્રજા આવતી હતી તો તે બારી માંથી પોતાના પગ પસાર કરતા હતા . જનતાના અનાદરનું પરિણામ એ થયું કે તેના રાજ્યનું પતન થઇ ગયું આવી રીતે પ્રતાપી વંશની ઇતિ થઇ જાય છે .

રઘુવંશના રાજાઓનું નામ આ પ્રમાણે છે : ૧ . દિલીપ ૨ . રઘુ ૩ . અજ ૪ . દશરથ ૫ . રામ ૬ , કુશ ૭ . લવ ૮ . અતિથી ૯ , નીષધ ૧૦ . નલ ૧૧ . નભ ૧૨ . પુન્દારિક ૧૩ . ક્ષેમધન્વા ૧૪ . દેવાનીક ૧૫ . અહીન ) ૧૬ . પારીયાત્ર ૧૭ . શીલ ૧૮ . ઉન્નાભ ૧૯ . વજૂનાભ ૨૦ . શંખણ ૨૧ . વ્યશીતાd ૨૨ . વિશ્વસહ ૨૩ . હિરચનાભ ૨૪ . કૌશલ્ય ૨૫ . બ્રહીમષ્ઠ ૨૬ . પુત્ર ૨૭ . પુષ્ય ૨૮ . ધ્રુવ સન્ધિ ૨૯ . સુદર્શન ૩૦ .અગ્ની વર્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *