દવાઓના પેકેટ પર બનેલી આ લાલ પટ્ટીનો શું હોય છે અર્થ?

દવાઓના પેકેટ પર બનેલી આ લાલ પટ્ટીનો શું હોય છે અર્થ?

10th April 2018 1 By admin

દવાઓના પેકેટ પર બનેલી આ લાલ પટ્ટીનો શું હોય છે અર્થ?

લોકો મેડિકલથી દવા ખરીદે છે, પરંતુ જાણકારીના અભાવના કારણે આપણે એવી દવાની ડિમાન્ડ કરવા લાગીએ છીએ જે ડોક્ટરની ચિઠ્ઠી વગર લેવી જોઇએ નહીં. જો આપણે કોઇ પણ રીતે આ દવાઓને લઇને ખાઇ લઇએ છીએ તો એનાથી સ્વાસ્થ્ય સમસ્યા વધી શકે છે. એટલા માટે દવાઓ ખરીદતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને અહીંયા દવાઓના રિલેટેડ કેટલીક એવી વાતો કહેવા જઇ રહ્યા છીએ જેની જાણકારી દરેક વ્યક્તિને હોવી જોઇએ.

 

  1. દવાઓ પર બની લાલ પટ્ટીનો અર્થ…

આ પ્રકારની દવાઓને ડોક્ટરની ચિઠ્ઠી વગર ના વેચી શકાય અને ના ઉપયોગ કરી શકાય. એન્ટીબાયોટિક દવાઓને ખોટી રીતે ઉપયોગ રોકવા માટે દવાઓ પર આ લાલ રંગની પટ્ટી લગાવવામાં આવે છે.

 

  1. દવાઓ પર લખેલો RXનો મતલબ…

જે દવાઓ પર RX લખેલું હોય છે એને માત્ર ડોક્ટરની સલાહથી જ લેવી જોઇએ. જો ડોક્ટર ચિઠ્ઠી પર લખીને આપે છે તો આ દવાનો ડોઝ લેવો જોઇએ.

 

  1. દવાઓ પર લખેલો NRXનો અર્થ…

 

જે દવાઓ પર NRX લખેલું હોય છે એને માત્ર એ જ ડોક્ટર સજેસ્ટ કરી શકે છે જેને નશીલી દવાઓનું લાઇસેન્સ પ્રાપ્ત હોય.

 

  1. દવાઓ પર લખેલો XRXનો અર્થ…

 

જે દવાઓ પર XRX લખેલું હોય છે.એને માત્ર ડોક્ટર પાસેથી જ લેવામાં આવે છે. એ દવાઓને સીધા મેડિકલ સ્ટોરથી ખરીદી શકાય નહીં.

source: vtvgujarati.com