
માત્ર ઔષધોથી જ રોગ મટતો નથી તેની સાથે પરેજીનું પાલન કરવાથી જ રોગ મૂળમાંથી મટી શકે છે.) આહાર
વાસી ખોરાક ન લેવો મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી.
અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી.
દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ બંધ કરવી દિવસે ન સૂવું. પંખાના પવનથી દૂર સૂવું.
પાણી ઊકાળવાની રીત સવારથી સાંજ સુધી જેટલુ પાણી જોઇએ તેનાથી બમણું (double) પાણી લેવું અને અડધું બળે ત્યાં સુધી વાસણ ખુલ્લું રાખીને ઉકાળવું. અડધું પાણી બળી જાય પછી તેને ઠારીને ઉપયોગમાં લેવું, પાણી ઉકાળતી વખતે એક નાનો ટુકડૉ સૂઠનો નાંખવો. અને સાંજ થી સવાર સુધી જેટલું પાણી જોઇએ તેટલું પાણી સાંજે ફરીથી ઉકાળવું, વાસી પાણી ઉપયોગમાં ન લેવું.
મધ નો પ્રયોગ : શુદ્ધ મધ બે મોટી ચમચી ભરીને અડધા ગ્લાસ સાદા પાણીમાં ભેળવીને સાંજે મૂકી દેવું. (ગરમ પાણીમાં મધ ન નંખાય અને લીબુ વજન ઘટાડતું નથી ઊલ્ટાનું સાંધાના દુખાવાની તકલીફ વધારશે).
વિરુદ્ધ આહાર: વિરુદ્ધ આહાર એ મોટાભાગના રોગ કરનારો છે, તેથી તેનાથી દૂર રહેવું. દૂધ સાથે કોઇપણ ફળો, દહીં, છાશ, લસણ, ડુંગળી, મૂળાં, ગોળ તેમજ બધી જ ખટાશ એ વિરુદ્ધ આહાર છે. દહીં સાથે ગોળ, મૂળાં વિરુદ્ધ આહાર છે.
વિહારઃ દહીં વજન વધારનારૂ અને શરીરની તમામ નળીઓમાં અવરોધ કરનારું છે. તેથી રોગી માણસે તેનું સેવન ન કરવું. દિવસે સૂવું નહિં તેમજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જવું. કોઇપણ જાતનું માલિશ ન કરવું કે કોઇપણ ટ્યુબ ન લગાવવી. પણ સવાર સાંજ બે વાર નિયમિત રીતે કપડાંથી, પાણીની થેલીથી, ગરમ રેતીની પોટલીથી કે ઇલેક્ટ્રીક પેડથી શેક કરવો. અહિંથી આપવામાં આવતી તમામ દવા તે કોઇપણ બીજી દવાની સાથે લેવામાં વાંધો ન આવે તેથી બીજી કોઇ સારવાર લેવાની જરૂર પડે ત્યારે આ દવા બંધ રાખવાની જરૂર નથી એકપણ દિવસ પાડ્યા વિના નિયમિત દવા લેવી. જમ્યા પછી તરત જ આડા ન પડતાં સો ડગલાં ચાલવું અન શક્ય હોય તો પાંચ મિનિટ સુધી વજ્રાસન માં બેસવું. આપેલ દવાઓમાં કોઇપણ દવા ગરમ ન હોવાથી જમ્યા પહેલાં કે જમ્યા પછી ગમે ત્યારે લઇ શકાય. માત્ર પાચન માટે ની દવા જેમાં લખ્યું હોય તે જ જમ્યા પછી લેવી. તમામ ફળો બંધ. • ગોળ ન લેવો. • ચોકલેટ, બિસ્કીટ, મિઠાઇ વગેરે ન લેવાં રીંગણ, મેથી, સરગવો, લસણ વધારે લેવા. મગ સિવાય ના તમામ કઠોળ બંધ રાખવા. .આમવાત – રુમેટૉઇડ આર્થરાઇટીસ, સાંધાનો વા, ગઠીયો વા, ગાઉટ, સાઇટિકા તમામ પ્રકારના સાંધાના દર્દો માટેની સારવાર માટે સંપર્ક કરો.