11th May 2021
Breaking News

તમારા બેંક એકાઉન્ટમાં ગેસના બાટલા પર સબસીડી આવી રહી હોય તો તરત કરો આ કામ

એલપીજી સિલિન્ડર પર સરકાર સબસિડી આપે છે.આ પૈસા આપના આપેલા એકાઉન્ટમાં થોડા દિવસ પછી આવી જાય છે. જ્યારે આજે પણ ઘણાં લોકો એવાં છે કે જેમને ખબર નથી પડતી કે પૈસા તેમના એકાઉન્ટમાં આવે છે કે નહીં.ત્યાં જો પૈસા આવી રહ્યાં છે તો ક્યાં એકાઉન્ટમાં આવે છે.એની સાથે કેટલાંય લોકોની સબસિડી નીકળી ગઈ હોય છે,જ્યારે તેમણે આ બાબતે જાણકારી જ નથી હોતી.એવામાં તમે સિલિન્ડર પર મળતી સબસિડીને ઓનલાઇન તમારા મોબાઈલથી ચેક કરી શકો છો.

આ પહેલા ગ્રાહકોને બાટલા પર ત્યાં સુધી સબસીડી નહોતી મળતી જયા સુધી તેઓ ચૂલા,પાઇપ તથા બાટલા ની કિંમત ચૂકવે નહી. આ યોજનાને લાગુ કરી રહેલી સરકારી તેલ વિતરણ કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવા્યુ છે,કે,તેમાં ફેરફાર કરવાનું કારણ એ છે કે આ ૬ માસમાં લાભાર્થીઓને રસોઈ ગેસના ઉપયોગના લાભ વિશે જાણ થાય. આ યોજનામાં લાભાર્થીઓને સરકાર તરફથી ફકત કનેકશન ફ્રીમાં આપવામાં આવે છે.જેમાં એક બાટલો અને રેગ્યુલેટર મળે છે.જયારે ગેસ સ્ટવ અને રબરની પાઇપ અને પ્રથમ બાટલાની રકમ ગેસ એજેન્સી આપે છે. જે તેને ઇએમઆઇના રૂપે પરત મળે છે.ખરેખર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી કે ગ્રાહક જયારે બીજો બાટલો લે.તો તેની સબસીડીની રકમ ગ્રાહકની જગ્યાએ ગેસ એજેન્સીને આપી દેવામાં આવશે.અને એવું ત્યાં સુધી થશે જયાં સુધી ઇએમઆઇની સંપૂર્ણ ચુકવણી કરવામાં નહી આવે. અત્રે ઉલ્લેખનીય છે, કે કેન્દ્ર સરકારના પ્રચારમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય છે, કે સરકાર ઉજ્જવલા ગેસ મફત આપે છે, અને સરકારનો પ્રચાર પણ એવો જ છે, કે સરકારે 2 કરોડથી વધુ લોકોને મફત ગેસ આપ્યા છે, જ્યારે તેની પરતો ખુલતા તેની સાથે બાટલો અને રેગ્યુલેટર ગેસ સ્ટવ અને રબરની પાઇપ મળે છે, તેના ચાર્જ તો લોકોએ ભરવાના જ છે. આથી સરકારે સંપૂર્ણ મફત ગેસ અને તેના સંશાધનો આપ્યા છે, એ વાત ઉજ્જવલા ગેસ લેનારા અને જાહેર જનતાએ સમજી લેવાની જરૂર છે.

Read more at: https://www.vyaapaarsamachar.com/news/current-affairs/in-subsidized-gas-there-will-be-subsidy-up-to-6-bottles-in-connection/28549


# સબસિડી ચેક કરવાની પ્રોસેસ 1. સૌથી પહેલાં www.mylpg.in વેબસાઇટને ફોનમાં ઓપન કરો. 2. હવે તમે જે કંપનીનું સિલિન્ડર લેતા હો તેના ફોટા પર ક્લિક કરો. 3. ત્યાં ઘણા બધા ઓપ્શન આવશે,તમારે Audit Disributor પર ક્લિક કરો. 4. પછી તમારું રાજ્ય,જીલ્લો અને Disributor Agency Name સિલેક્ટ કરો. 5. પછી સિક્યુરીટી કોડ નાખી Proceed પર ક્લિક કરો. 6. હવે પેજની નીચેની તરફ Cash Consumption Transfer Details પર ક્લિક કરો. 7. ત્યાં સિક્યુરીટી કોડ નાખી Proceed પર ક્લિક કરો. 8. તમારા સિલિન્ડરની સબસિડીથી જોડાયેલી વિગતો આવશે. આ વિગતો માં કોઈ ભૂલ હોય કે કાઈપણ પ્રોબ્લમ હોય તો આ ટોલ ફ્રી નમ્બર 18002333555  કોલ કરી ને વધુ જાણકારી લઈ શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *